________________
પ્રવચન-૨ )
[ ૧૧૭ પ્રભુ! તારામાં તો એવી તાકાત છે કે તું અતીન્દ્રિય આનંદનું કારણ બને. દુઃખ ઉત્પન્ન કરવું એ તારું સ્વાભાવિક કાર્ય નથી. એવો કોઈ ગુણ જ નથી કે જે દુઃખ ઉત્પન્ન કરે. માટે ભ્રાંતિ છોડ અને નિર્ભીત થઈને સંસારવેલડીનો છેદ કર.
તત્ત્વ ઝીણું ઘણું એટલે જીવને એમ થાય કે આ તો કાંઈ સમજાતું નથી. પૈસા દેતાં ધર્મ થતો હોય તો કરી લઈએ. પૂર્વે પુણ્ય કર્યા હતા તે બળીને વર્તમાનમાં પૈસો મળ્યો છે. ૧૦ લાખની મૂડી છે તો જો ધર્મ થતો હોય તો ૫૦ હજાર દાનમાં આપી દઈએ. તો કહે છે કે ના ભાઈ ! એમ ધર્મ ન થાય.
શ્રોતા –પુણ્ય કરવાથી પાપ તો ઓછું થાય કે નહિ? - પૂજ્ય ગુરુદેવશ્રી–પુણ્યથી મિથ્યાત્વનું પાપ ઓછું ન થાય. શરીર અને સંયોગો સારા મળે પણ ભગવાન આત્માની મિથ્યાભ્રાંતિ કે જે મહાન પાપ છે તે પુણ્યથી ઓછું થતું નથી.
પુણ્ય-પાપથી શરીરના વેષ પલટાય છે પણ આત્માનો વેષ પલટાતો નથી. પુણ્ય કરે તો સ્વર્ગનો વેષ મળે અને પાપ કરે તો નરકનો વેષ મળે પણ આત્માની દશા ન પલટાય. આત્માનો વેષ તો ચૈતન્યસ્વભાવની દૃષ્ટિ કરે તો જ પલટાય. સમયસારમાં આવે છે કે સંવર–નિર્જરા એ આત્માનો વેષ છે. અનાદિથી જીવે વિકારનો વેષ ધારણ કરી રાખ્યો છે તે સ્વભાવષ્ટિથી પલટાઈને સંવર-નિર્જરાનો વેષ આત્મા ધારણ કરે છે.
અનંતગુણસંપન્ન ભગવાન આત્મા જેવો છે તેવી તેની દૃષ્ટિ કરવાથી અથવા તેના વિશ્વાસથી તેની જ રુચિથી અને તેમાં જ એકાકાર થવાથી જેને વીતરાગ આનંદ પ્રગટ થયો છે તે પોતાના ચિત્તને રાગ-દ્વેષથી હટાવીને પરમાનંદમાં લીન કરીને સંસારનો નાશ કરે છે. સંસાર અને મોક્ષ બને અવસ્થા વખતે તેનો દ્રવ્યસ્વભાવ તો એવો ને એવો જ રહ્યો છે.
પૂર્ણાનંદ પ્રભુ પૂર્ણ પ્રભુશક્તિ, પૂર્ણ આનંદ શક્તિ અને પૂર્ણ અકાર્યકારણશક્તિથી ભરેલો છે. તે રાગનું કારણ બને કે રાગનું કાર્ય બને એવી તેનામાં શક્તિ જ નથી. આવા શુદ્ધાત્માનો પ્રેમી બનીને જે સંસાર, શરીર અને ભોગાદિનો વૈરાગી બને છે તે સંસારથી મુક્ત થાય છે. *
જુઓ ! આવો વૈરાગ્ય જોઈએ. બાયડી-છોકરાંને છોડી દેવા તે વૈરાગ્ય નથી. સ્ત્રી-પુત્રાદિ તો સાપોલિયા (સર્પના બચ્ચા) છે મને નુકશાન કરનારા છે એમ માનીને છોડે એ તો દૈષ થયો. પરદ્રવ્ય મને નુકશાન કરે એ માન્યતા જ મિથ્યાત્વ છે.
શ્રોતા –ી, પુત્રાદિ ઘરમાં ક્લેશ કરતાં હોય તો? પૂજ્ય ગુરુદેવશ્રી :–તેનો ક્લેશ તેનામાં રહ્યો. પરનો ફલેશ જીવને અડતો પણ