________________
૧૧૮ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
નથી અને જીવના ભાવ પરને અડતાં નથી. માટે પરને દુઃખરૂપ જાણીને છોડવા તે વૈરાગ્ય નથી. પરનું ગ્રહણ જ આત્માએ કર્યું નથી તો છોડે શું? સ્વભાવના લક્ષે પરમાનંદ થતાં સંસાર, શરીર, ભોગાદિની રુચિ છૂટી જાય છે તેનું નામ વૈરાગ્ય છે. આ બધું સમજવું પડશે, આમાં ફેરફાર નહિ ચાલે.
કહે છે કે પ્રભુ ! તારામાં જે શક્તિ પડી છે તે તો પ્રગટ કરી નહિ અને જે શક્તિ નથી તેને પ્રગટ કરીને તેમાં રંજિત થઈ રહ્યો છો, તો એકવાર તો પ્રભુ ! તારા સ્વભાવનો પ્રેમ કરી આનંદ ઉત્પન્ન કર. પરથી વૈરાગ ક૨ અને સ્વભાવસન્મુખ થા. શુદ્ધભૂમિકામાં એવો એકાગ્ર થા કે પછી સંસારવેલ ફરી ઉત્પન્ન જ ન થાય. નિજ શુદ્ધસ્વરૂપ પરમાત્માની દૃષ્ટિ અને ધ્યાન જ સંસારરૂપી વેલનો નાશ કરવાનો એકમાત્ર ઉપાય છે. શુભરાગથી સંસારનો નાશ થતો નથી. કેમ કે જે ભાવ જ તારામાં નથી તેનાથી તારું કાર્ય કેવી રીતે થાય? વળી, રાગ વડે રાગનો નાશ કરવો એ કેવી રીતે બને ?
શ્રોતા :—કાંટાથી કાંટો નીકળે છે ને !
પૂજ્ય ગુરુદેવશ્રી :—કાંટાથી કાંટો નીકળતો નથી પણ કાંટાને પકડનારાના જોરથી કાંટો નીકળે છે. તેમ રાગરૂપી કાંટો રાગથી નીકળતો નથી પણ આત્માના જોરથી રાગરૂપી કાંટો નીકળે છે. માટે આત્માની ઓળખાણ કરવી જરૂરી છે. એક આત્માને જાણે છે તે સર્વને જાણે છે અને એકને જાણ્યા વગર સર્વને જાણે છે તેણે કાંઈ જાણ્યું જ નથી. માટે જેમાં ચૈતન્યનિધાન ભર્યું છે એવા આત્માને જાણી તેનું ધ્યાન કરવાથી જ સંસારરૂપી મોટી વેલનો નાશ થાય છે.
હવે આગળની ૩૩મી ગાથામાં મુનિરાજ કહે છે કે દેહરૂપી દેવાલયમાં ભગવાન બિરાજે છે.
દેહ+આલય દેહરૂપી સ્થાનમાં સિદ્ધ જેવો ભગવાન આત્મા બિરાજે છે પણ તે દેહથી ભિન્ન છે. શુદ્ધનિશ્ચયનયથી આ દેહરૂપી દેવાલયમાં જે આત્મા બિરાજે છે તે જ તારો પરમાત્મા છે. સિદ્ધાલયમાં બિરાજે છે તે તારા પરમાત્મા નથી.
=
અનુપરિત અસદ્ભૂત વ્યવહારનયથી આત્મા દેહમાં રહેલો છે પણ નિશ્ચયનયથી તે દેહથી આત્મા ભિન્ન છે. સત્સ્વરૂપની દૃષ્ટિથી જોઈએ તો દેહની જેમ આત્મા મૂર્તિક નથી, અમૂર્તિક છે. દેહ તો અશુચિ છે, તેમાં હાડકા, માંસ, લોહી આદિ અપવિત્ર વસ્તુ ભરી છે અને ભગવાન આત્મા તો મહા પવિત્ર જ્ઞાન-આનંદ આદિ અનંતગુણોથી ભરેલો શુચિ પદાર્થ છે. જેના એક એક પવિત્ર ગુણોનું અચિંત્ય અને અમાપ સામર્થ્ય છે. એવા તો અનંત ગુણોનું ધામ આત્મા છે.
માટે, આવો અમૂર્તિક, શુચિ-મહાપવિત્ર, અનાદિ અનંત જ્ઞાનાદિ ગુણસ્વરૂપ ભગવાન