________________
પ્રવચન-૨ ૨ /
L[ ૧૧૯ આત્મા જ ઉપાદેય છે. તે જ તારા માટે પૂજનીય દેવ છે. પરમ આરાધ્યદેવ તારો આત્મા જ છે. ભગવાન સર્વજ્ઞદેવ તો વ્યવહાર પૂજનીય છે. નિશ્ચયથી તો તારા માટે તારો આત્મા જ પૂજનીય છે માટે કહ્યું છે કે “તન મંદિરમાં દેવ જિન'.
શ્રોતા –પોતાના ભગવાનની પૂજા કેવી રીતે કરવી?
પૂજ્ય ગુરુદેવશ્રી એ જ કહ્યું ને ! પોતાનો સ્વભાવ જેવો છે તેવો દૃષ્ટિમાં લઈને તેનું બહુમાન કરવું તે જ પોતાનું પૂજનીયપણું છે અને રાગાદિની અધિકતા-મહત્તા છોડી દેવી તે જ રાગાદિનું અપૂજનીયપણું છે. આહાહા....!
જે સ્વરૂપ સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ તે પણ શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે?
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.... વાણી જડ અને આત્મા ચૈતન્ય, વાણી રૂપી અને આત્મા અરૂપી આમ બંને વિરુદ્ધ • ધર્મોવાળા તત્ત્વો છે તેથી જડ વાણી વડે ચૈતન્યની મહિમા ક્યાંથી થઈ શકે ? સર્વશની વાણી તો પૂર્ણ છે તેમાં પણ આત્માનું પૂરું વર્ણન આવી શકતું નથી તો અલ્પજ્ઞની વાણીમાં આત્માનું પૂરું વર્ણન ક્યાંથી આવી શકે? એ તો સ્વસંવેદનથી જ જાણી શકાય તેવું તત્ત્વ છે. બાકી બધી નિમિત્તની વાતો છે.
દેહનો સંયોગ તો આદિ અને અંતવાળો છે અને ભગવાન આત્મા અનાદિ-અનંત છે. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ દરેક કાળે વસ્તુ તો છે..છે... અને છે જ. તેની કદી શરૂઆત થઈ નથી અને અંત આવવાનો નથી. માટે ભગવાન આત્મા અનાદિઅનંત છે.
આત્માને પણ શરીર છે. કેવું શરીર? કે કેવળજ્ઞાનના પ્રકાશકરૂપ આત્માનું શરીર છે. જડે શરીર આત્માનું નથી પણ આત્મા તો ચૈિતન્યશરીરી છે. તેના વડે તે લોકાલોકને જાણવાનું સામર્થ્ય ધરાવે છે અને પર્યાયમાં તે શક્તિ પ્રગટ થાય ત્યારે એક સમયમાં આખા લોકને પ્રગટપણે તે જાણે છે. આ શક્તિ જડ શરીરમાં કે પરદ્રવ્યમાં નથી તેથી તેમાંથી જ્ઞાન આવતું નથી પણ પોતાની શક્તિ જ એવી છે કે તેમાંથી પૂર્ણજ્ઞાન પ્રગટ થાય છે.
શરીરને તો જડ, મૂર્તિક અને આદિ-અંતવાળુ કહીને અપૂજ્ય કહ્યું છે અને ભગવાન આત્મા તો ચૈતન્ય, અમૂર્તિક અનાદિ અનંત જ્ઞાનાદિ પ્રકાશવાળો હોવાથી સદા પૂજનીય પરમ આરાધ્યદેવ છે એમ જાણ ! શરીર સ્વ-પર કોઈને જાણતું નથી અને આત્મા કોઈને જાણ્યા વગર રહેતો નથી એવો તેનો સ્વભાવ છે માટે કહ્યું કે બંને વિરૂદ્ધ ધર્મવાળા તત્ત્વો છે.