________________
/ ૩૧
પ્રવચન-૭ ]
ગયા છે પણ તેમાં એક સમય પણ મને આત્માનું સુખ મળ્યું નથી.
અનંતકાળમાં પ્રભુ ! હું જૈનસાધુ પણ અનંતવાર થયો પણ મેં મારી મિથ્યા દૃષ્ટિ છોડી નહિ તેથી તેમાં પણ મને સુખ ન મળ્યું. ચોરાશીના અવતારમાં હું માત્ર દુઃખ....દુઃખ ને દુઃખ જ પામ્યો છું. શુભભાવમાં પણ પ્રભુ ! મને એકલું દુઃખ જ મળ્યું છે.
સંસારની અનુકૂળ સામગ્રીઓમાં હું સુખ માનીને અટકી ગયો હતો. બે માણસ હોય, એકલા રહેતાં હોય, મેવા—મીઠાઇ ખાવા મળતાં હોય, છોકરાઓ મોટરમાં ફરતાં હોય, પિતાજી....પિતાજી કરી બોલાવતાં હોય તેમાં જ સુખ માનીને પ્રભુ ! મેં સાચું સુખ ન શોધ્યું. પર્લક્ષીભાવ એ જ દુઃખ છે એ મને ખબર ન પડી. મેં મારા સ્વભાવની અતીન્દ્રિય શાંતિ તરફ લક્ષ પણ ન કર્યું. તેથી અનંતકાળમાં મને સુખની પ્રાપ્તિ ન થઈ એમ પ્રભાકર ભટ્ટ પોકાર કરે છે.
આત્મા સત્ ચિદાનંદ શાંત આનંદની મૂર્તિ છે, તેનાથી વિરુદ્ધ પરદ્રવ્ય તરફ જેટલી લાગણી ઉઠે છે તે બધી દુઃખરૂપ છે. ભણવાનો ભાવ કે વેપારનો ભાવ કે ડોકટરીનો ભાવ કે વકીલાતનો ભાવ એ બધાં દુઃખરૂપ ભાવો છે. અરે ! શાસ્રભણતરનો ભાવ પણ દુઃખરૂપ છે. આવા દુઃખરૂપ ભાવોમાં પ્રભુ ! મેં અનંતકાળ વીતાવ્યો. હું કદી મારે ઠેકાણે—સ્વરૂપધામમાં આવ્યો નહિ.
નિજ શુદ્ધાત્મા-પોતે શુદ્ધ ચૈતન્યમૂર્તિ પરમાત્મા છે. જેમાં અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય શાંતિ પડી છે એવા નિજ સ્વરૂપમાં એકાગ્રતા કરવાથી પરમ વીતરાગ સમરસી ભાવરૂપ આનંદામૃત પ્રગટ થાય છે તેને છોડી મેં તેનાથી વિપરીત નકાદિ ચારગતિનાં દુઃખરૂપ ક્ષારજળથી ભરેલાં સંસાર–સમુદ્રમાં પરિભ્રમણ કરીને દુઃખ જ મેળવ્યું છે.
લોકોમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યાં, બીજું સુખ ઘેર ચાર દીકરા, ત્રીજું સુખ સુકુળની નાર અને ચોથું સુખ તે કોઠીએ જાર! અને અહીં કહે છે કે તે ચારેય તરફનું લક્ષ છે—આશ્રય છે તે જ દુઃખ છે. રોગી હો કે નીરોગી, નિર્ધન હો કે ધનવાન, વાંજિયા હો કે દીકરાવાળા, આબરૂવાળા હો કે બેઆબરૂવાળા હો બધાં દુઃખી જ છે. ૭ સ્વાશ્રય છોડીને જેટલો પરાશ્રયભાવ થાય છે તે દુઃખ જ છે. શિષ્ય કહે છે પ્રભુ ! હું રાજા થયો, મોટો બાદશાહ થયો, અરે ! નવમી ગ્રેવેઇકનો દેવ થયો પણ મને કદી આત્માનું સુખ ન મળ્યું. ચારગતિના દુ:ખથી પૂર્ણ ભરેલા દરિયાનો મને અનુભવ થયો.
આ સંસારરૂપી સમુદ્રની વ્યાખ્યા ચાલે છે. જેમાં આત્માના અજર–અમર પદથી ઊલટા જન્મ, જરા અને મરણરૂપી જલચોનો સમૂહ ભર્યો છે અને અનાકુળતારૂપ નિશ્ચયસુખથી વિપરીત અનેક પ્રકારની આધિ-વ્યાધિના દુઃખરૂપ વડવાનળની શિખાથી જે પ્રજ્વલિત થયો છે એવા સંસારસમુદ્રમાં મને આકુળતાની અગ્નિનો જ અનુભવ થયો છે. ક્યાંય મને