________________
અનાદિ-દેવ દેવાલયમાં વસતા નથી
(સળંગ પ્રવચન નં. ૭૭)
निजमनसि निर्मले ज्ञानिनां निवसति देवः अनादिः । हंसः सरोवरे लीनः यथा मम ईदृशः प्रतिभाति ॥ १२२॥
देवः `न देवकुले नैव शिलायां नैव लेप्ये नैव चित्रे | अक्षयः निरञ्जनः ज्ञानमयः शिवः संस्थितः समचित्ते ॥ १२३॥ આ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે તેમાં પ્રથમ અધિકારની ૧૨૨ ગાથા ચાલે છે. યોગીન્દ્રદેવ કહે છે કે રાગાદિ રહિત નિજમનમાં પરમાત્મા નિવાસ કરે છે.
ગાથાર્થ ઃ—જ્ઞાનીઓના રાગાદિમલરહિત નિજમનમાં આરાધવાયોગ્ય અનાદિદેવ શુદ્ધાત્મા નિવાસ કરી રહ્યો છે જેમ, માનસરોવ૨માં લીન થયેલો હંસ વસે છે તેમ. ૧૨૨. જુઓ ! ભાષા કેવી વાપરી છે ! વીતરાગી પર્યાય તો નવી ઉત્પન્ન થાય છે માટે આદિવાળી છે પણ ભગવાન આત્મા તો અનાદિદેવ છે તેને કોઈ આદિ નથી. એ અનાદિદેવ જ આરાધવાયોગ્ય છે. જેમ માનસરોવરમાં હંસ મોતી ચરવામાં લીન હોય છે તેમ, જ્ઞાનીઓની જ્ઞાનપર્યાય અનાદિનાથને આરાધવામાં લીન હોય છે.
ગુરુ શિષ્યને કહે છે કે હે પ્રભાકર ભટ્ટ ! જ્ઞાનીની પર્યાય શાયકમાં લીન છે એમ અમને દેખાય છે. આખો જ્ઞાનપર્યાય જ્ઞાનાનંદ સ્વભાવમાં લીન થયેલો માલુમ પડે છે. શાંતિના મોતી ચરનારા જ્ઞાનીજનો શાંતસ્વરૂપ આત્મામાં જ વસે છે. જેના શ્રદ્ધા-જ્ઞાનમાં શુદ્ધાત્મભગવાન બેઠો છે તેને જ્ઞાન અને શાંતિના જ ચારા હોય, રાગના ચારા તેને ન હોય. હંસલા રેતીને ન ચરે, મોતી જ ચરે તમે, જ્ઞાની રાગને ન અનુભવે, જ્ઞાનાનંદને જ અનુભવે. રાગથી મલિન ચિત્તમાં જ્ઞાની વસતાં નથી. આમ શ્રી યોગીન્દ્રદેવ પ્રભાકરભટ્ટને કહે છે.
જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક સમીપમાં છે. રાગ તેની સમીપમાં નથી, દૂર છે. ધર્મી સમ્યગ્દષ્ટિ જ્ઞાનીની સમીપમાં જ્ઞાયક છે, રાગાદિ સમીપમાં નથી. રાગાદિની સમીપ જ્ઞાની જતાં પણ નથી કેમકે જ્ઞાનીનું ચિત્ત જ્ઞાયક સિવાય ક્યાંય લીન થતું નથી.
ભાવાર્થ આગળની ગાથામાં કહ્યું હતું કે ચિત્તની આકુળતાના ઉપજાવનારા સ્ત્રીનું રૂપ દેખવું, સેવવું, ચિંતા આદિથી ઉત્પન્ન થયેલા રાગાદિ તરંગોના સમૂહથી ભરેલા મિલન ચિત્તમાં જ્ઞાની વસતાં નથી. તો જ્ઞાની ક્યાં વસે છે ? કે રાગાદિની મલિનતાથી રહિત નિજ