________________
પ્રવચન-૭ર /
[ ૪૮૧ ભાવરૂપે, સત્ત્વરૂપે સોળઆની તીખાશથી પૂર્ણ છે તેમ આ આત્મા વર્તમાનમાં શક્તિરૂપે ભાવરૂપે સત્ત્વરૂપે બેહદ જ્ઞાન, દર્શન, વિર્યાદિથી ભરેલો ભગવાન છે એમ ભગવાન સર્વજ્ઞદેવ જોયું છે અને વાણીમાં કહ્યું છે માટે આચાર્યદેવ કહે છે, આવા શક્તિવાન આત્મા તરફ તારા જ્ઞાનને દોર–લઈ જા. આ જ હું છું એમ નિશ્ચય કર ! આવા આત્માને જાણતાં તને આનંદ અને શાંતિ આવશે. એ સિવાય આનંદ અને શાંતિ કયાંયથી મળશે નહિ.
ટીકામાં વિશેષ સ્પષ્ટ કરતાં કહે છે કે ભાવકર્મ જે રાગ-પુણ્ય-પાપભાવ છે તે તો વિકાર છે. દયા, દાન, વ્રત, ભક્તિનો અંદરમાં જે વિકલ્પ ઊઠે છે તે શુભભાવ છે અને હિંસા, જૂઠું, ચોરી, અદ્વૈત, અબ્રહ્માદિનો રાગ ઊઠે છે તે અશુભભાવ છે, તે બંને વિકારીભાવ છે, તેનાથી ભગવાન આત્મા અંદરમાં જુદો છે. જેમ, ઉપર દેખાતી કાળાશથી લીંડીપીપરનો
અંદરનો લીલોભાગ જુદો છે તેમ, ભાવકર્મરૂપ રાગાદિ વિકારીભાવોથી શુદ્ધાત્મા જુદો છે. 2 આત્માનું સ્વરૂપ અલ્પજ્ઞપર્યાય જેટલું પણ નથી તો રાગ તો તેમાં કેમ હોય ! જીવના
એસ્તિત્વમાં અલ્પજ્ઞતા તો તેની પર્યાયમાં છે પણ રાગ તો જીવની વસ્તુ જ નથી એમ અહીં કહેવું છે અને આઠ કર્મ જે જીવની સાથે બંધાયેલાં છે તે તો જીવથી ભિન્ન જડવસ્તુ છે. અજ્ઞાનીને જે પોતાના સ્વરૂપે ભાસી રહ્યું છે એવું આ શરીર પણ આત્માથી તદ્દન ભિન્ન છે. વાણી અને મન પણ આત્માથી જુદાં છે.
જોકે શરીર, કર્મ, રાગાદિનો સંબંધ જીવની સાથે એક સમયની પર્યાયમાં અનાદિથી ચાલ્યો આવે છે છતાં તે જીવથી ભિન્ન વસ્તુ છે. રાગાદિ ભાવકર્મ છે તે કોઈ સ્વતંત્ર વસ્તુ નથી પણ મળ છે, મેલ છે, જીવનું સ્વરૂપ નથી માટે જીવથી ભિન્ન છે. લોગસ્સમાં આવે છે ને ! હે ભગવાન ! આપે રજ-મલને ટાળ્યા છે. રજ એટલે આઠકર્મ અને મળ એટલે રાગ-દ્વેષાદિ ભાવ તેને ભગવાને ટાળ્યાં છે.
જે તારા હોય તે તારાથી જુદા પડે નહિ અને જુદા પડે તે તારા હોય નહિ માટે હે જીવ! તું શરીર, વાણી, કર્મ અને ભાવકર્મને તારા ન માન, હેય જાણ ! બેહદ - જ્ઞાન-દર્શન, આનંદ સ્વભાવને જાણ અને તેમાં દૃષ્ટિ સ્થાપ તો તેને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થશે—ધર્મ થશે. બાકી ધર્મનો બીજો કોઈ ઉપાય નથી.
જ્ઞાનપ્રકાશનો અંશ તો પ્રગટ જણાય છે ને ! એ તારું જ જ્ઞાન છે પણ તું એવડો જ નથી, તે જ્ઞાનનો આખો પૂંજ છો. આત્મા અરૂપી પણ મહાન પદાર્થ છે. જેમ બરફ શીતળતાથી ભરેલી શીલા છે તેમ આત્મા અરૂપી જ્ઞાનાનંદની શીલા છે. જ્ઞાનનો પ્રગટ અંશ દેખાય છે એટલો જ આત્માને ન માન, એક અંશ છે તે જ આખો અંશી નથી.
અનંત ચતુષ્ટયમય પૂર્ણ સ્વરૂપ જ ઉપાદેય છે. ઉત્પાદવ્યય પણ ઉપાદેય નથી. પર્યાય દ્રવ્યને ઉપાદેય કરે છે પણ પર્યાય પોતે ઉપાદેય નથી. આદરણીય તો એક ત્રિકાળ ધ્રુવ