________________
800]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો છે. પર્યાયમાં અલ્પજ્ઞતા છે તે કાંઈ મૂળ દ્રવ્ય નથી. વર્તમાનમાં આત્મા અનંત અનંત શક્તિથી ભરેલો છે એટલે કે શક્તિમય છે.
શ્રોતા –વર્તમાનમાં આટલી અનંત શક્તિ છે?
પૂજ્ય ગુરુદેવશ્રી : –હા. વર્તમાનમાં તો શું! ત્રિકાળ એવો છે. આત્મા ત્રણેકાળ અનંત શક્તિથી શોભાયમાન છે. (તેમાં વર્તમાન તો આવી જ ગયો) પણ અજ્ઞાનીને તેનું ભાન નથી. તેથી પુણ્ય-પાપ ભાવ તે જ હું અથવા શરીર અને કર્મ મારા છે અથવા એક સમયની પર્યાય જેવડો જ હું છું એવી મિથ્યાબુદ્ધિને સેવતો અજ્ઞાની રખડી રહ્યો છે, તેને ભગવાન “મિથ્યાષ્ટિ' કહે છે.
જ્યાં પુણ્ય-પાપ ભાવ પણ આસ્રવતત્વ છે, આત્મતત્ત્વ નથી, શરીર અને કર્મ જડતત્ત્વ છે, આત્મતત્ત્વ નથી. તો દીકરા ને ધનાદિ તો આત્માના ક્યાંથી હોય! તે તો પ્રત્યક્ષ ભિન્ન વસ્તુ છે. એક સમયની પોતાની પર્યાય પણ વ્યવહાર આત્મા છે. નિશ્ચયઆત્મા તો અનંત જ્ઞાનાદિથી ભરેલો છે.
સર્વજ્ઞ પરમાત્માને અનંત જ્ઞાન, અનંત દર્શનાદિ પ્રગટ થાય છે તે ક્યાંથી આવે છે? અંદર આત્મામાં ભરેલાં છે તેમાંથી પ્રગટ થાય છે, કર્યાય બહારથી આવતાં નથી. પણ અરે ! જૈનના વાડામાં જનમ્યા હોય તેને પણ આ વાતની ખબર નથી અને ધર્મ કરવો છે. જેમ લીંડીપીપરમાં લીલો રંગ અને ચોંસઠપોરી તીખાશની શક્તિ છે તે ક્યારે !
–અત્યારે જ તેમાં ભરેલી છે તો ઘસવાથી બહાર આવે છે. ન હોય તો આવે ક્યાંથી? શું પથ્થરમાંથી તીખાશ પ્રગટ થાય છે ! પથ્થરમાંથી તીખાશ પ્રગટ થતી હોય તો તો કોલસો કે કાંકરો ઘૂટવાથી પણ તીખાશ પ્રગટ થવી જોઈએ. પણ એમ નથી ભાઈ ! જેમાં ૬૪ પોરી એટલે પૂરેપૂરી તીખાશ ભરેલી છે તેને જ લીંડીપીપર કહેવાય છે, તેમાંથી જ તીખાશ પ્રગટ થાય છે. પીપર ઉપર જે કાળો ભાગ હોય છે તે તીખાશનું સ્વરૂપ નથી અને અલ્પ તીખાશ છે તે પણ તેનું મૂળ સ્વરૂપ નથી. તેને આત્મામાં પુણ્ય-પાપના ભાવ દેખાય છે તે કાંઈ આત્માનું સ્વરૂપ નથી. એ તો આસ્રવતત્ત્વ છે અને અલ્પજ્ઞાન-દર્શન પ્રગટ દેખાય છે એવડો જ આત્મા નથી. આત્મા તો પૂરેપૂરા જ્ઞાન-દર્શનાદિ અનંત ગુણોથી અત્યારે જ ભરેલો છે.
માટે શરીર, કર્મ, પુણ્ય-પાપ, રાગ અને એક સમયમાં પ્રગટ એવી અલ્પ જ્ઞાનાદિ પર્યાયનું પણ લક્ષ છોડીને અંતરમાં દૃષ્ટિ કર તો અત્યારે જ આત્મા અનંત અનંત જ્ઞાનાદિ બેહદ શક્તિઓથી પૂર્ણ છે તે તને જણાશે.
અજ્ઞાનીને લીંડીપીપરની શક્તિની તો ખબર પડે છે પણ પોતાની શક્તિની વાત આવે ત્યાં કહે, એ આપણને ખબર ન પડે. જેમ, લીંડીપીપર અત્યારે-વર્તમાનમાં શક્તિરૂપે,