________________
પ્રવચન-૮ )
[ ૪૧ અહીં “સર્વ આગમ” શબ્દ મૂક્યો છે, ભગવાનને વિનયવાન શિષ્ય સર્વ આગમના પ્રશ્ન કરે છે એટલે છ દ્રવ્ય, નવ પદાર્થ, સાત તત્ત્વ, પંચાસ્તિકાય આદિ બધાંનું અસ્તિત્વ છે અને તેનો શિષ્યને ખ્યાલ છે. શિષ્ય એકલા આત્મા...આત્માની વાત કરતો નથી. એકલા આત્માની વાત કરે છે, તેને વ્યવહારની પણ ખબર નથી. છ દ્રવ્ય, સાત તત્ત્વ આદિના જ્ઞાન સહિત આત્માની વાત કરે તો યથાર્થ છે.
સર્વ આગમ એટલે ચારેય અનુયોગમાં જે શૈલીથી કથન છે તેનો થોડો થોડો ખ્યાલ કરીને પછી શિષ્ય સર્વ પ્રકારે ધ્યાન કરવા યોગ્ય શુદ્ધાત્માનું સ્વરૂપ પૂછે છે તેનો ગુરુ ઉત્તર આપે છે.
સંસાર વિનાશક, નિર્વાણ ઉત્પાદક પરમાત્મસ્વરૂપ પ્રકાશનાર મહિમાવંત સદ્દગુરુ દેવનો જય હો.”
ક
કિ બાળકથી માંડીને વૃદ્ધને સર્વને એટલે કે અજ્ઞાનીને સદા સ્વયં અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા જ અનુભવમાં આવે છે. વર્તમાન જ્ઞાનની જે વર્તમાન અવસ્થા છે, અજ્ઞાનીને પણ વિકાસરૂપ જે ભાવેજિયની ખંડખંડ જ્ઞાનરૂપ પર્યાય છે તેમાં આત્મા જ અનુભવમાં આવે છે, કેમ કે તે પર્યાયમાં સ્વપપ્રકાશક તાકાત છે, તેથી તેમાં સ્વય જ જાણવામાં આવે છે. બાળકથી માંડીને વૃદ્ધને સર્વને, જ્ઞાનની વર્તમાન પર્યાયનો સ્વભાવ સ્વપરપ્રકાશક હોવાથી, અજ્ઞાનીને પણ તેની જ્ઞાનની પર્યાયમાં આત્મા જ અનુભવમાં આવે છે. અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળગોપાળ સર્વને સદાકાળ સ્વયં અનુભવમાં આવે છે. પર્યાયમાં આત્મા જ ખ્યાલમાં આવે છે. પરમાત્મા ફરમાવે છે કે પ્રભુ ! તારા જ્ઞાનની પર્યાયમાં સદાય સ્વયે આત્મા પોતે જ અનુભવમાં આવે છે. જ્ઞાનની પ્રગટ દશામાં સર્વને ભગવાન આત્મા અનુભવમાં આવે છે.
-પૂજ્ય ગુરુદેવશ્રી
e