________________
શ્રોતાની પાત્રતા
(પ્રવચન નં. ૯) पुनः पुनः प्रणम्य पञ्चगुरून् भावेन चित्ते धृत्वा । __ भट्टप्रभाकर निश्रृणु त्वम् आत्मानं त्रिविधं कथयामि ॥११॥ શ્રી પરમાત્મપ્રકાશ પ્રથમ અધિકારની આ ૧૧મી ગાથા ચાલે છે.
શિષ્યનો પ્રશ્ન હતો કે પ્રભુ! મને કૃપા કરીને શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવો. આ જ પ્રશ્ન 2ષભદેવથી માંડીને મહાવીર ભગવાન સુધીમાં ભરત ચક્રવર્તી, રામ, શ્રેણિક આદિ મહાપુરુષોએ ભગવાને પૂક્યો હતો. અહીં ૧૧મી ગાથામાં યોગીન્દ્રદેવ પ્રભાકર ભટ્ટ નામના તેમના શિષ્યને તેના આ પ્રશ્નનો ઉત્તર આપે છે.
કષાય-અગ્નિની મધ્યમાં બરફની શીલા જેવો વીતરાગ શીતળતા આપનારો ભગવાન શુદ્ધાત્મા કેવો છે? તેના ઉત્તરમાં ભગવાન અને મુનિઓની વાણીમાં એ જવાબ આવ્યો કે ભાઈ ! જ્ઞાનસ્વરૂપ એક શુદ્ધ આત્મા ત્રણ જગતમાં સારરૂપ વસ્તુ છે. એવા આત્માને ઓળખવારૂપ આત્મજ્ઞાન જ સાર છે.
આવો પ્રશ્ન કરનાર શ્રોતા કેવા છે! કે જેને નિશ્ચયરત્નત્રય અને વ્યવહારરત્નત્રયની ભાવના પ્રિય છે એટલે કે નિશ્ચયરત્નત્રય અને વ્યવહારરત્નત્રય જેણે પ્રગટ કર્યો છે. અવિકારી શાંત શીતળ ચૈતન્યસ્વભાવમાં એકાગ્રતાથી પ્રગટ થતો આનંદ એ જેને પ્રિય છે તેને નિશ્ચયરત્નત્રયની પ્રિયતા છે અને વ્યવહારરત્નત્રયની પ્રિયતા છે એટલે દેવ-શાસ્ત્ર-ગુરુનો રાગ તેને વ્યવહારે પ્રિય છે.
જે એકલો જ્ઞાનમય છે એટલે વિકાર રહિત જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા આદિ અનંતગુણમય છે, એવા ભગવાન આત્માની ભાવના જેને પ્રિય છે અને સાથે દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધા, શાસ્ત્રનું જ્ઞાન અને દયા–દાનાદિ વ્યવહારચારિત્રના વિકલ્પો પણ જેને વ્યવહારે પ્રિય છે એવા શ્રોતાને જ આવે પ્રશ્ન ઉઠે છે.
વળી શ્રોતા કેવા છે?—કે પરમાત્માની ભાવનાથી ઉત્પન્ન વીતરાગ પરમાનંદરૂપ અમૃતરસના પ્યાસા છે. વીતરાગરસના સત્ત્વથી ભરેલાં આત્માના અમૃતરસના પિપાસું છે. એ રાગરસ કે ભોગરસના પિપાસુ નથી. છ ખંડના ધણી ચક્રવર્તી છનું હજાર રાણીના વૃદમાં ઉભેલા દેખાય છે પણ એ સમ્યગ્દષ્ટિ ચક્રવર્તી ભોગનો પિપાસુ નથી પણ આત્માના આનંદનો પિપાસુ છે.