________________
પ્રવચન-૨૩ ]
[ ૧૨૭ શું? જે ચીજ જ આત્માની નથી તેનાથી આત્માને લાભ-નુકશાન નથી એમ જાણતાં જ્ઞાનીને 'સમભાવ વર્તે છે.
જેને શાંતમૂર્તિ આત્માની દૃષ્ટિ, જ્ઞાન અને જોડાણ થયું છે તેને બહારની કોઈ ચિજમાં સમતા-વિષમતા લાગતી નથી. શરીરમાં કે સ્ત્રી, પુત્રાદિમાં રોગ કે નીરોગતા જે આવવા યોગ્ય હોય તે આવે છે તેનાથી મને કાંઈ લાભ-અલાભ નથી એમ જેની દૃષ્ટિ પરના જોડાણથી છૂટી ગઈ છે અને સમભાવ પ્રગટ થયો છે તેને વાંજિયા હો કે દશ 'દીકરા હો, શત્રુ હો કે મિત્ર હો, ક્યાંય સુખ-દુઃખ નથી. આવા જીવને કેવી શાંતિ પ્રગટ થાય છે તેની વાત હવે પછી કરશે.
જેમ દર્પણની સ્વચ્છતા દર્પણને બતાવે છે અને અગ્નિની જ્વાળા આદિને પણ દર્શાવે છે. તોપણ દર્પણમાં દેખાતો સ્વ-પરના આકારનો પ્રતિભાસ–પ્રતિબિંબ તે દર્પણની સ્વચ્છતાની જ અવસ્થા છે. તે કાંઈ અગ્નિની અવસ્થા નથી, પ્રતિબિંબિત વસ્તુની અવસ્થા નથી. વળી જેવા પદાર્થો દર્પણની સામે હોય તેવું પ્રતિબિંબ દેખાડવું તે દર્પણની સ્વચ્છતાનો સ્વભાવ હોવાથી પ્રતિબિંબિત પદાર્થના લીધે પ્રતિબિંબ પડતું નથી પણ દર્પણની સ્વચ્છતાને લીધે જ પ્રતિબિંબ પડે છે. તેવી રીતે જ્ઞાતૃતા તે આત્માની જ છે અર્થાત્ સ્વ-પરને જાણનાર જ્ઞાનસ્વરૂપ આત્મા છે અને ભાવકર્મ, દ્રવ્યકર્મ ને નોકર્મ પુગલના પરિણામ છે. જ્ઞાનસ્વરૂપી શાયકને જ્ઞાનની પર્યાયમાં શેય બનાવીને તેનું જ્ઞાન કરવું તથા પરણેયોને જ્ઞાનની પર્યાયમાં શેય બનાવીને તે સંબંધીનું જ્ઞાન થયું તે જ્ઞાનનો સ્વતઃસિદ્ધ સ્વભાવ જ છે. પરદ્રવ્યો છે માટે તેનું જ્ઞાન થયું એવો પરતંત્ર સ્વભાવ જ નથી.
– પૂજ્ય ગુરુદૈવી