________________
વીતરાગ નિર્વિકલ્પસમાધિના સાધક સંતો
(પ્રવચન નં. ૬) ये परमात्मानं पश्यन्ति मुनयः परमसमाधिं धृत्वा ।
परमानन्दस्य कारणेन त्रीनपि तानपि नत्वा ॥७॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રની આ ૭મી ગાથા શરૂ થાય છે. આગલી ગાથાઓમાં અરિહંત અને સિદ્ધની ઓળખાણ કરાવીને નમસ્કાર કર્યા. હવે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનું સ્વરૂપ ઓળખાવીને નમસ્કાર કરે છે. ઓળખાણપૂર્વક નમસ્કાર કરવા તે જ સાચા નમસ્કાર છે.
આત્માને કર્મ સાથે વ્યવહારનયથી સંબંધ છે પણ નિશ્ચયથી આત્મા કર્મથી રહિત છે. અશુદ્ધ નિશ્ચયનયથી આત્માને રાગાદિ સાથે સંબંધ છે પણ નિશ્ચયથી આત્મા તેનાથી રહિત છે. વળી મતિ–શ્નતાદિ ચાર જ્ઞાન પણ વિભાવગુણ છે અને નર-નારક આદિ ચાર ગતિ પણ વિભાવપર્યાય છે. તે બધાથી રહિત જે ચિદાનંદ ચિદ્રુપ એક અખંડસ્વભાવ શુદ્ધાત્મતત્ત્વ છે તે જ એક સત્ય છે ઉપાદેય છે, તે જ સર્વ પ્રકારે આરાધવા યોગ્ય છે અને તેનાથી જુદી દરેક વસ્તુ અથવા ભાવ ત્યાજ્ય છે. આવી દેઢ પ્રતીતિ ચંચળતા રહિત નિર્મળ અવગાઢ પરમ શ્રદ્ધા હોવી તેનું નામ સમ્યકત્વ છે.
આચાર્યદેવને આવું સમક્તિ હોય છે. આચાર્યને પાંચ આચાર હોય છે તેમાં આ પ્રથમ દર્શનાચાર છે. આત્માની દેઢ પ્રતીતિરૂપ પરિણમન થવું તે દર્શનાચાર છે. | નિજસ્વરૂપમાં સંશય-વિમોહ અને વિભ્રમ રહિત જે વસંવેદન જ્ઞાનરૂપ ગ્રાહકબુદ્ધિ થવી તે સમ્યજ્ઞાન છે, તેનું જે આચરણ અર્થાત્ તે-રૂપે પરિણમન થવું તે જ્ઞાનાચાર છે. સંશય એટલે સ્વરૂપ આવું હશે કે નહિ એવી શંકા થવી તે, વિમોહ એટલે કંઈક હશે ( એવો અધ્યવસાન અને વિભ્રમ એટલે સ્વરૂપ વિષે વિપરીત માન્યતા થવી તે. આ ત્રણેય દોષ રહિત ભૂતાર્થસ્વભાવ જેવો છે તેવો સ્વસંવેદનમાં ગ્રહણ કરવો, જ્ઞાનમાં ગ્રહણ કરવો તે સમ્યજ્ઞાન છે, તે-રૂપે પરિણમન કરવું તે આચાર્યનો જ્ઞાનાચાર છે.
- ત્રીજો આચાર ચારિત્રાચાર છે. ઉપર કહ્યો તેવો અખંડ અનંતગુણરૂપ એકસ્વરૂપ ભૂતાર્થ નિજસ્વભાવ છે, તેમાં શુભાશુભ સમસ્ત સંકલ્પ વિકલ્પ રહિત જે નિત્યાનંદ નિજરસનો આસ્વાદ–નિશ્ચલ અનુભવ તે સમ્યફચારિત્ર છે, તે રૂપે જે પરિણમન તે ચારિત્રાચાર છે.
ટૂંકમાં આત્મસ્વભાવમાં એકાગ્રતા વડે અતીન્દ્રિય આનંદનો ઉગ્ર આસ્વાદ લેવો તેને ચારિત્રાચાર કહેવાય છે.