________________
૧૦ )
[ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો સમયમાં છસો ને આઠ જીવ મુક્ત થાય છે, તો આ અનંતકાળ વીત્યો તેમાં અનંત જીવો મુક્તિ પામ્યા તે નિગોદના એક શરીરમાં રહેલાં જીવના અનંતમાં ભાગના જ છે. નિગોદના એક શરીરમાં એટલા અનંતા જીવો છે તો પછી આખી જીવરાશિનું શું કહેવું ! માટે ભાઈ ! તું બીજાની ચિંતા છોડ અને તે પોતે આ સંસારમાંથી છૂટીને મુક્ત થઈ જા તેમાં તારું કલ્યાણ છે.
જૈન નામ ધરાવનારાઓમાં પણ આવા ગોટા ચાલતાં હોય છે કેમ કે કોથળીમાં કાળીજીરી ભરી હોય અને ઉપર લખ્યું હોય “સાકર' તો કાંઈ કાળીજીરી સાકર થઈ જાય? તેમ “જૈન” નામ ધરાવે એટલે કાંઈ જૈન થઈ જતો નથી. જેણે સર્વજ્ઞદેવે કહેલા શુદ્ધ આત્માનું શ્રદ્ધાન, જ્ઞાન અને અનુભવ કર્યો છે તેને જ ભગવાન “જૈન” કહે છે.
ભાઈ ! તું વિશ્વાસ લાવ!—કે મારા સ્વભાવના આનંદ આગળ બધી પ્રતિકૂળતા અને આખી દુનિયા ભુલાઈ જાય એવી અભુત વસ્તુ હું છું. હું વર્તમાનમાં પરમાત્મા જ છું, મારે અને પરમાત્માને કાંઈ ફેર નથી એમ વિશ્વાસ આવતાં ફેર છૂટી જશે ને પર્યાયમાં પરમાત્મા પ્રગટ થઈ જશે.
કિ બંધ-મોક્ષના પરિણામથી શૂન્ય ને તેના કારણથી પણ શૂન્ય એવી ત્રિકાળી વસ્તુ તે હું છું. આવો સ્વીકાર આવવો તે જ પુરુષાર્થ છે. પૂર્ણાનંદનો નાથ, રાગ ને વિકાર રહિત, મોક્ષમાર્ગ ને મોક્ષની પર્યાય રહિત, એક અખંડ જ્ઞાયકરસનો પિંડ ત્રિકાળી વસ્તુ તે જ હું છું એમ સ્વ-વસ્તુની મહિમા પૂર્વક તેનો સ્વીકાર આવવો તે જ સમ્યફ-પુરુષાર્થ છે, સમ્યગ્દર્શન
સિદ્ધ છે તે જાણનાર-દેખનાર છે તેમ તું પણ જાણનાર દેખનાર જ છો. અધૂરા પૂરાનો પ્રશ્ન જ નથી. જાણનાર-દેખનારથી જરીક ખસ્યો એટલે કર્તૃત્વમાં જ ગયો એટલે સિદ્ધથી જુદો પડ્યો. એક ક્ષણ સિદ્ધથી જુદો પડે તે મિથ્યાષ્ટિ છે તે યથાર્થ વાત છે.
-જ્ય ગુર્દશી