________________
૧૦૮ )
[ પરકાશ પ્રવચનો અન્ય વસ્તુ તેની સાથે જીવને કેટલો સંબંધ છે એ બધું બતાવતાં બતાવતાં પરમાત્માનો પ્રકાશ કરતાં આગળ વધતાં જાય છે.
દ્રવ્યકર્મ જે આઠ જડ કર્મો, નોકર્મ–શરીરવાણી અને ભાવકર્મ જે શુભ અશુભભાવ તે ત્રણેય જીવસંબંધી અજીવ પદાર્થો છે તો એ અજીવલક્ષણ વડે જીવની ઓળખાણ ક્યાંથી થાય? તેનો તો જીવસ્વભાવમાં અભાવ છે. અહીં તો વ્યવહારરત્નત્રયને પણ જીવસંબંધી અજીવલક્ષણ કરી દીધાં છે તેના વડે આત્મા ને ઓળખાય.
ભાઈ ! આ તો આત્માના ઘરની વાત છે. આત્મા સ્વ–પર પ્રકાશક ચૈતન્યલક્ષણથી લક્ષિત થાય તેવો છે. જગતમાં એકલું “સ્વ” જ નથી પર પણ છે પણ તેનો સ્વમાં અભાવ છે. પોતે ચૈતન્ય અને પર–છ દ્રવ્યો તે બધાંને જાણવાનું એક સમયની જ્ઞાનની પર્યાયમાં સામર્થ્ય છે. તે સામર્થ્ય છ દ્રવ્યના કારણે નથી પણ પોતાના સ્વભાવમાં એવું સામર્થ્ય ભર્યું છે માટે જ્ઞાનમાં છ દ્રવ્ય જણાય છે તેથી જો કોઈ છ દ્રવ્યનું અસ્તિત્વ ન સ્વીકારે તો તેણે પોતાના સામર્થ્યને જ સ્વીકાર્યું નથી. તેથી તેને પોતાના સ્વભાવની પ્રતીતિ ન થઈ શકે.
દિગંબર સંતોની પદ્ધતિ કોઈ ગજબ છે! સાધારણ વાતને પણ કેવી રીતે સમજાવે છે! અજીવના બે ભેદ પાડી દીધાં. એક જીવસંબંધી અજીવ અને એક જીવના સંબધ વગરના અજીવદ્રવ્ય.
ભગવાન આત્મા નારાયણ પરમાત્મા છે. નરમાંથી નારાયણ થનારો આત્મા પોતે છે. વર્તમાન પર્યાયમાં અલ્પજ્ઞતા હોવા છતાં ચેતનાલક્ષણ વડે આખા આત્માને ગ્રહણ કરી લે છે–લક્ષમાં લઈ લે છે. આ ચૈતન્યલક્ષણથી ઉત્પન્ન થયેલો ભાવ તે મોક્ષમાર્ગ છે. તેની સાથે પુણ્ય-પાપભાવ થાય છે તે જીવ સાથે નિકટ સંબંધે રહેલા છતાં અજીવ છે. તેની સાથે જીવને નિકટનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે પણ તે જીવનો સ્વભાવભાવ નથી. કેમ કે તે અજીવલક્ષણવાળા ભાવ છે. તેમાં જીવના ચૈતન્યલક્ષણનો અભાવ છે.
આહાહા...સર્વજ્ઞની ફરમાવેલી અને સંતોની કહેલી આ વાતની ગંભીરતાની શું વાત કરવી !
આ ૩૦મી ગાથામાં સાર એ છે કે જીવ અને અજીવમાં લક્ષણભેદે ભેદ છે તેને હે જીવ! તું એક ન માન. તારા ચૈતન્યલક્ષણથી જ લક્ષની પ્રાપ્તિ થશે. રાગ જીવની સાથે નિકટ સંબંધે દેખાય છે પણ તે અજીવનું લક્ષણ છે, તેમાં ચેતનાપ્રકાશ નથી માટે તે પ્રત્યક્ષ જડ છે, તેથી રાગ વડે ચૈતન્યલક્ષની પ્રાપ્તિ નહિ થાય.
મકાન, હીરા, માણેક આદિ તો જીવથી તદ્દન ભિન્ન રહેવાવાળા–અજીવલક્ષણવાળા અજીવ છે. તેને તું તારા ન માન. જેમ વસ્તુસ્થિતિ છે તેમ તું જાણ.
કોઈ એમ કહે કે પૈસાથી મને ધર્મ થશે, મંદિર બંધાવવાથી ધર્મ થશે એ જેમ જૂઠું