________________
પ્રવચન-૨૦ )
[ ૧૦૯ છે તેમ શુભરાગથી મને ધર્મ થશે એ પણ જૂઠું જ છે, સ્વભાવનું સાધન સ્વભાવથી કદી જુદું ન હોય અને આ રાગ તો અજીવલક્ષણવાળું ભિન્ન તત્ત્વ છે તેનાથી સ્વભાવની પ્રાપ્તિ કેવી રીતે થાય? લોકો રાડ પાડી જાય તેવી વાત છે. પંચમહાવ્રતના પરિણામ વિકલ્પ છે, ‘અચેતન છે–પુણ્યપરિણામ છે તે જીવસંબંધી અજીવ છે. અજીવલક્ષણથી જીવની પ્રાપ્તિ ત્રણકાળમાં કદી ન થાય. માટે સર્વ રાગથી રહિત શુદ્ધ ચૈતન્યલક્ષણવાળો શુદ્ધ આત્મા એક જ ઉપાદેય છે.
કારણપરમાત્મા એ જ ખરેખર આત્મા છે. નિર્ણય કરે છેપર્યાય, નિત્યનો નિર્ણય શું કરે છે અનિત્ય પર્યાય, પણ તેનો વિષય છે કારણપરમાત્મા, તેથી તે જ ખરેખર આત્મા
છે. પર્યાયને અભૂતાર્થ કહીને વ્યવહાર કહીને અણાત્મા કહ્યો છે. કારણપરમાત્મા પ્રભુ ઉપાદેય છે, અતિ આસન્નભવ્ય જીવોને એવા નિજ કારણુપરમાત્મા સિવાય અન્ય કોઈ ઉપાદેય નથી. પર્યાય કે રાગ કે નિમિત્ત કોઈ ઉપાય નથી. નિજ પરમાત્માને જે પર્યાયે ઉપાદેય કર્યો, તે પર્યાયને આત્મા કરતો નથી. અમિતગતિ આચાર્યદેવના યોગસારમાં આવે છે કે પર્યાયનો દાતા દ્રવ્ય નથી, કેમ કે પર્યાય સતુ છે ને સતુને કોઈનો હેતુ નથી. તેથી સમ્યગ્દર્શનની પર્યાય સ્વનો આશ્રય લ્ય છે તે પોપની પોતાના સામર્થ્યથી છે. આત્માનું જેવું સામર્થ્ય છે તેવું શ્રદ્ધા-જ્ઞાનમાં આવે છે પણ તે સમ્યગ્દર્શન–જ્ઞાનની પર્યાયના પોતાના સામર્થ્યથી છે, પરંતુ એ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે નિજ પરમાત્મા સિવાય અન્ય કાંઈ ઉપાદેય નથી.
1 – જ્ય ગુરુદેવશ્રી