________________
પ્રવચન-૨૦ ]
| ૧૦૭
જુઓ ! ભાષાની પર્યાય સ્વતંત્રપણે થાય છે ને ! આત્મા તો ભાષાની પર્યાય થાય છે એમ નથી અને ભાષાની પર્યાય છે તો તેનું જીવને જ્ઞાન થાય છે એમ પણ નથી. જેમાં જ્ઞાન છે તેનાથી જ્ઞાન થાય છે એવું જ વસ્તુનું સ્વરૂપ છે. પરના કારણે જ્ઞાન થતું જ નથી.
પુરુષલિંગ, સ્ત્રીલિંગ આદિ લિંગથી આત્મા રહિત છે. સમચતુસ્રસંસ્થાન આદિ છ પ્રકારના આકારોથી પણ આત્મા રહિત છે. સ્પર્શ, રસાદિ સર્વથી રહિત શુદ્ધચિદ્રૂપ નિજવસ્તુને હે જીવ! તું ઓળખ. નિજ વસ્તુને ઓળખ એટલે તારી ચીજને તું તારાં જ્ઞાન લક્ષણ વડે જાણી લે. વર્તમાનમાં જે જ્ઞાનનો અંશ પ્રગટ છે તે જ્ઞાનનો પ્રવાહ ક્યાંથી આવ્યો ? એ પ્રવાહ જ્યાંથી આવ્યો છે તે તારું દ્રવ્ય છે અને તેનું આ જ્ઞાનલક્ષણ છે. આ જ્ઞાનલક્ષણ વડે જ આત્મદ્રવ્ય જણાય છે. જ્ઞાન સિવાય દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિના શુભભાવથી આત્મા જાણી શકાતો નથી, તેનાથી આત્મા અનુભવમાં આવતો નથી અને આત્માની શાંતિ પ્રગટ થતી નથી.
અજીવના બે પ્રકારોમાં અહીં શરીર, કર્મ અને શુભાશુભ રાગના વિકલ્પને જીવ સંબંધી અજીવના લક્ષણ કહ્યાં છે. તે જીવની સાથે એકક્ષેત્રાવગાહ સંબંધમાં રહેલા છે પણ જીવસ્વભાવથી તે ભિન્ન છે એમ જાણવું પડશે.
કોઈ એમ કહે કે વિકલ્પ તોડી નાંખો...વિકલ્પ તોડી નાંખો તો આત્મા પકડાશે. પણ વિકલ્પ શું છે, ક્યાં રહે છે, વિકલ્પની પાછળ વસ્તુ કેવડી પડી છે, તેને અને વિકલ્પને શું સંબંધ છે એ જાણ્યા વિના વિકલ્પ તૂટશે ક્યાંથી ?
‘તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્યગ્દર્શનમ્' કહ્યું છે ને! તેમાં પ્રથમ જીવતત્ત્વની પ્રતીત કરવી કે શુદ્ધ જ્ઞાનમૂર્તિ તે જીવ છે અને પુણ્ય-પાપ આસ્રવતત્ત્વ છે, જીવના જ પ્રદેશોમાં થતાં હોવા છતાં અજીવલક્ષણ છે કેમ કે તેમાં ચૈતન્યનો પ્રકાશ નથી. આવા ચૈતન્યના તેજરહિત પુણ્ય–પાપરૂપ આસ્રવતત્ત્વ મારાં જીવતત્ત્વમાં નથી પણ જીવસંબંધી અજીવ તરીકે તેનું અસ્તિત્વ છે એમ નક્કી કરવું પડશે. અને રાગ, શરીર, કર્મ સિવાયના પુદ્ગલાદિ પાંચ દ્રવ્યો છે તે જીવના સંબંધ વિનાના અજીવ દ્રવ્યો છે તેમ તેની પ્રતીતિ કરવી જોઈએ. સાત તત્ત્વની શ્રદ્ધામાં તો બધું આવી જાય છે. વસ્તુની પ્રાપ્તિ તો સરળ છે પણ જીવે કઠણ માની લીધી છે. સાંભળવામાં આવે નહિ, સમજવામાં આવે નહિ એટલે કઠણ લાગે.
સાતેય તત્ત્વની યથાર્થ શ્રદ્ધા તો પ્રથમ કરવી જ પડશે. સાત તત્ત્વ સિદ્ધ થયા વિના જ્ઞાયકપણું શી રીતે પ્રસિદ્ધ થશે ! શાયક છે તો સામે શેય પણ હોવા જોઈએ ને ! જેનાથી • ભિન્ન પડીને શાયકને ગ્રહણ કરવો છે તે ભિન્ન તત્ત્વોને પણ ઓળખવા પડશે ને!
પરમાત્મપ્રકાશની કાંઈ ટીકા છે! એક એક ગાથામાં આચાર્યદેવ વસ્તુનું સામર્થ્ય,