________________
૧૦૬ )
[ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો રાગાદિની અસ્તિ સિદ્ધ કરી છે પણ તે જીવ નથી એમ કહ્યું છે. એકલો આત્મા-બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા છે એમ કહ્યું નથી.
જ્યાં જીવ છે ત્યાં જ રાગ છે છતાં રાગ અજીવલક્ષણ છે એમ એની દષ્ટિમાં આવવું જોઈએ અને રાગથી હટી પોતાની નિર્વિકલ્પ પરિણતિ દ્વારા જીવનો અનુભવ કરવો તે જીવનું લક્ષણ છે. પુણ્ય–પાપના વિકલ્પ ઉઠે તે ચૈતન્યનું લક્ષણ નથી. તે તો આસવનું અથવા અજીવનું લક્ષણ છે.
ભગવાન આત્મામાં રૂપ નથી, રસ નથી, ગંધ નથી, સ્પર્શ નથી, શબ્દ પણ નથી. વર્તમાનમાં અને ત્રણેકાળમાં ભગવાન આત્મા આ સ્પર્શ, રસાદિ જડની પર્યાયથી તદ્દન ભિન્ન છે. છતાં જે જીવન અને સ્પર્શી દિ પર્યાયને એક માને છે, શબ્દ હું બોલું છું એમ માને છે તેને પોતાના ચૈતન્યસ્વરૂપની ખબર જ નથી. તે જડ અને ચૈતન્યને એક માનનાર મિથ્યાદૃષ્ટિ છે.
શ્રી કુંદકુંદ આચાર્યે તેમના દરેક શાસ્ત્રોમાં આ વાત લીધી છે કે જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મા પાંચ પ્રકારના રસ, આઠ સ્પર્શ, બે પ્રકારની ગંધ, વર્ણ આદિથી ભિન્ન છે. સ્પર્શ, રસાદિ બધાનું આત્માને જ્ઞાન થાય છે પણ જ્ઞાન થવા માટે તેને સ્પર્શ રસાદિની અપેક્ષા નથી. ખાટો, મીઠો, કડવો જેવો રસ હોય તેવું જ જીવને જ્ઞાન થાય છે પણ તે જ્ઞાનની પર્યાય તે રસથી થાય છે એમ નથી કેમ કે રસથી જ્ઞાન ભિન્ન છે. જ્ઞાનની પર્યાય તો ચૈતન્યલક્ષણ છે તે આત્માથી ઉત્પન્ન થાય છે, જડથી તે ઉત્પન્ન ન થાય.
વર્તમાનમાં જ આત્મા સ્પર્શ–રસાદિથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ છે એવી દૃષ્ટિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તેને સમ્યગ્દર્શન થતું નથી.
સફેદ, લાલ, પીળો આદિ રંગથી આત્મા ભિન્ન છે. સફેદ આદિ રંગનું જ્ઞાન જીવને થાય છે તે રંગથી થતું નથી પણ જીવને પોતાથી તેનું જ્ઞાન થાય છે કેમ કે તે રંગથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે.
સુગંધ-દુર્ગધરૂપ બે ગંધ પણ જીવથી ભિન્ન છે. ગંધ છે તો જીવને જ્ઞાન થાય છે એમ નથી, માટે જીવ ગંધરહિત છે. તેમ શબ્દથી પણ આત્મા રહિત છે. તેથી શબ્દ–વાણી જીવથી થતી નથી અને શબ્દથી જ્ઞાન થતું નથી. જેમાં જ્ઞાન ભર્યું છે એવા જ્ઞાનસ્વભાવના આશ્રયથી જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે. શબ્દથી જ્ઞાન થતું નથી.
શ્રોતા બોલવાનો વિકલ્પ આવે ત્યારે વાણી નીકળે છે ને? છે પૂજ્ય ગુરુદેવશ્રી :–નહિ. વાણી વાણીને કારણે નીકળે છે. વિકલ્પને કારણે વાણી નીકળતી નથી. આપણે જોઈએ છે ને કેટલાક સત્રે ઊંઘમાં કેટલા બડબડ કરતાં હોય છે ! એક જણને તો દિવસે પ્રશ્ન કરો તો જવાબ આવડે નહિ અને રાત્રે ઊંઘમાં બધું બોલે.