________________
પ્રવચન-૨૦ )
[ ૧૦૫ એકત્રાવગાહ સંબંધ નથી તેની સાથે ઉપચરિત અસભૂત સંબંધ કહ્યો છે.
અહીં તો કહે છે કે, પરના સંબંધથી ઉત્પન્ન થયેલા રાગાદિ ભાવને પણ તું સ્વભાવ સાથે એક ન કર ! રાગ સાથે જીવને ભેદસંબંધ છે, અભેદસંબંધ નથી.
કોઈ મત જીવને સર્વવ્યાપક કહેતો હોય ત્યારે અન્ય સર્વ દ્રવ્યોથી ભિન્ન પાડવા માટે જીવની સાથે એકક્ષેત્રાવગાહે રહેલા શરીરને વ્યવહારનયથી જીવનું કહેવાય છે. પોતાથી અન્ય સર્વ જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ આદિ તો જીવથી તદ્દન ભિન્ન વસ્તુ છે. તેની અપેક્ષાએ શરીરને જીવનું કહેવાય છે પણ તે અસભૂત-જૂઠી નયનું કથન છે.
રાગનું ક્ષેત્ર પણ આત્મા પ્રમાણે જ છે તેથી અશુદ્ધનયથી રાગને જીવનો કહેવાય છે પણ ખરેખર જીવવસ્તુ સાથે રાગનો અભેદસંબંધ નથી માટે અહીં તેને અજીવલક્ષણ કહ્યો છે.
આ તો પરમાત્મપ્રકાશનું વર્ણન છે. જીવનું સ્વરૂપ જ પરમાત્મસ્વરૂપ છે. જીવના જ્ઞાન, આનંદ આદિ ગુણો આખા દ્રવ્યપ્રમાણે વ્યાપક છે અને દ્રવ્ય સાથે તાદાભ્ય છે. તેમ રાગ પણ જીવમાં વ્યાપક છે પણ તેની સાથે જીવને તાદાભ્ય સંબંધ નથી. રાગ સાથે જીવને ક્ષણિક સંબંધ છે.
અન્યમત વસ્તુનું જેવું સ્વરૂપ વર્ણવે છે તેનાથી સર્વજ્ઞ પરમાત્માએ જોયેલું વસ્તુ સ્વરૂપ ભિન્ન પડી જાય છે. ભગવાન સર્વદવે શુદ્ધ આત્માથી અજીવનું લક્ષણ ભિન્ન કહ્યું છે અને તે બે પ્રકારે કહ્યું છે. એક તો જીવ સાથે સંબંધવાળું અને એક જીવ સાથે સંબંધ વગરનું અજીવનું લક્ષણ કહ્યું છે. દેહ, કર્મ અને રાગાદિ જીવ સાથે સંબંધવાળા અજીવ છે અને પુદ્ગલાદિ પાંચ દ્રવ્ય તે જીવ સાથે સંબંધ વગરના અજીવ છે.
ભગવાન આત્મા પોતાના સ્વરૂપથી અભેદ છે અને જે ધ્યાનની પર્યાય વડે તેનો અનુભવ થાય છે તે પર્યાય પણ ભગવાન આત્મા સાથે અભેદ છે. ભલે, પર્યાય તો ક્ષણ પૂરતી છે પણ તે ક્ષણે તે સ્વરૂપ સાથે અભેદ છે અને જે રાગાદિભાવ થાય છે તે જીવના જ અસંખ્યપ્રદેશમાં વ્યાપે છે પણ તેનો જીવના સ્વરૂપ સાથે અભેદસંબંધ નથી માટે તેને જીવ સંબંધી અજીવલક્ષણ કહ્યાં છે.
આ વાત ભગવાન સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વર સિવાય બીજે ક્યાંય ન હોઈ શકે. સંપ્રદાયમાં પણ આ વાતની ખબર નથી તો અન્યની તો શું વાત કરવી? શરીર, કર્મ, રાગ અને જીવસ્વરૂપને એક જ પ્રદેશમાં ભગવાને જોયા છે પણ તેને અભેદરૂપે જોયા નથી.
| સર્વજ્ઞ વીતરાગ ભગવાને આવો તારો આત્મા જોયો છે અને એવો જ તારો આત્મા છે. રાગાદિ આત્મામાં વ્યાપક હોવા છતાં રાગ તે આસ્રવતત્ત્વ છે, જીવતત્ત્વ નથી. જુઓ!