________________
)
૧૬૬ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
શ્રોતા :—પણ પર્યાયમાં અત્યારે તો બંધન છે ને!
અરે ! સાંભળને પર્યાયમાં અંશમાં અત્યારે બંધન છે પણ વસ્તુમાં બંધન અને સંસાર ક્યા છે ? અનાદિથી વસ્તુમાં સંસાર છે જ નહિ. અરૂપી પણ વસ્તુ છે ને ! રૂપ નથી માટે પદાર્થ કાંઈ નથી ? વસ્તુ છે, અરૂપી દળ છે....પદાર્થ છે....સત્ત્વ છે.....ધ્રુવ છે....એકરૂપ સ્વભાવે રહેવાવાળું તત્ત્વ છે. તેમાં સંસાર નથી. એક સમયની પર્યાયમાં રહેલો બંધ અને સંસાર વસ્તુમાં નથી. સંસાર અને બંધ તો પર્યાયનયનો વિષય છે. વસ્તુની દૃષ્ટિમાં તેનો અભાવ છે.
સર્વ લૌકિક વ્યવહાર એટલે દયા, દાન, વ્રત, ભક્તિ આદિના વિકલ્પ તે વ્યવહાર છે. તે વસ્તુમાં નથી માટે તે અભૂતાર્થ છે. વ્યવહારનય જ લૌકિક છે. તે લોકોત્તર નથી. વ્યવહારનય નથી એમ નથી પણ તેનો વિષય બધો લૌકિક છે. વિકલ્પનો ભાગ, બંધનો ભાગ તે વ્યવહારનયનો વિષય છે, તે વ્યવહાર વસ્તુમાં નથી. એક સમયનો સંસાર ત્રિકાળી વસ્તુમાં નથી માટે તે પણ અભૂતાર્થ છે.
આવા સંસાર અને બંધ રહિત ભગવાન આત્માને ભલી રીતે ઓળખો તે વાત આગળ કહેવાશે.
સર્વજ્ઞસ્વભાવનું અપૂર્વ દર્શન કરાવી, સર્વજ્ઞતાના ભણકાર વગાડનાર સર્વજ્ઞ લઘુનંદન શ્રી સદ્ગુરુદેવનો જય હો.
વસ્તુને પકડે તેનું નામ આત્મા ઉપાદેય છે. ધારણામાં આ હેય છે, આ ઉપાદેય છે—એમ કર્યાં કરે તેનું નામ હેય ઉપાદેય નથી. લક્ષ છોડી દેવું તેનું નામ હેય છે અને વસ્તુને પકડવી તેનું નામ ઉપાદેય છે. આત્મામાં એકાકાર થાય ત્યારે આત્મા ઉપાદેય થયો કહેવાય. રાગાદિનું લક્ષ છૂટી જવું તેનું નામ તેને હેય કર્યો કહેવાય. —પૂજ્ય ગુરુદેવશ્રી