________________
| હે જીવ! સિદ્ધ સમાન નિજ આત્માને જાણ ]
| (સળંગ પ્રવચન નં. ૧૪) यो निजभावं न परिहरति यः परभावं न लाति ।
जानाति सकलमपि नित्यं परं स शिवः शान्तो भवति ॥१८॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રની આ ૧૮મી ગાથાનો ભાવાર્થ ચાલે છે.
સંસાર અવસ્થામાં શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી બધા જીવો શક્તિરૂપે પરમાત્મા છે. ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શાંતિ આદિ અનંત ગુણનો પિંડ છે. તેની વર્તમાનું એક સમયની પર્યાયમાં સંસાર છે, તેને ન જુઓ તો શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી બધા જીવો શક્તિરૂપે પરમાત્મા
જીવની વર્તમાન એક સમયની પર્યાયમાં રાગ-દ્વેષરૂપ વિકૃતિ દેખાય છે એ તો પર્યાયનયનો વિષય છે અને વસ્તુ જે શુદ્ધ ચિહ્વન આનંદમૂર્તિ છે તે દ્રવ્યાર્થિકનયનો વિષય છે, વસ્તુદૃષ્ટિનો વિષય છે. તેની અપેક્ષાએ બધા જીવો પરમાત્મા છે. વસ્તુષ્ટિએ અનંત આત્માઓ પરમાત્મસ્વરૂપે છે પણ વ્યક્તિરૂપે એટલે પર્યાયરૂપે પરમાત્મા નથી.
આવું જ કથન અન્ય ગ્રંથોમાં પણ કહ્યું છે “શિવમિત્કા’િ અર્થાત્ જેણે પરમકલ્યાણરૂપ, નિવણરૂપ, મહાશાંત, અવિનશ્વર એવું મુક્તિપદ પ્રાપ્ત કરી લીધું છે તે જ શિવ છે. આ પર્યાયષ્ટિથી વાત ચાલે છે. વસ્તુસ્વરૂપે તો ભગવાન શુદ્ધ આનંદકંદ–પરમાનંદસ્વરૂપ હતા જ પણ તેના અવલંબનની પર્યાયમાં પણ જે પરમાનંદસ્વરૂપે પરિણમ્યા–પરમ કલ્યાણરૂપ પ્રગટ થયા તે પરમાત્મા શિવ છે.
વસ્તુ કષાય-અગ્નિથી રહિત અકષાયસ્વરૂપ શીતળ છે. નિર્વાણ સ્વરૂપ દ્રવ્ય છે તે પર્યાયમાં નિર્વાણરૂપ થાય છે. ભગવાન આત્મા મહાશાંત છે, એવા આત્માનું અંતરમાં ધ્યાન કરવાથી પર્યાયમાં મહાશાંતરૂપે પ્રગટ થાય છે તે પરમાત્મા છે.
દ્રવ્ય તો આત્મા અવિનશ્વર છે પણ પર્યાયમાં સંસારમાં ભિન્ન ભિન્ન ગતિમાં પરિણમન થતું હતું તેનો નાશ કરીને ભગવાન અવિનશ્વર થયો. તેનો ઉપાય શું? કે અંતર ચિત્ વિલાસસ્વરૂપ આત્માનું ધ્યાન કરતાં કરતાં પૂર્ણ અવિનશ્વર સિદ્ધપદ પ્રાપ્ત થાય છે. આવું સિદ્ધપદ–મુક્તિપદ જેણે પ્રાપ્ત કરી લીધું છે તે જ શિવ છે. બીજા કોઈ જગતના કર્તા હર્તા શિવ નથી.
શિવસ્વરૂપ આત્માના ધ્યાનથી પર્યાયમાં જે શિવરૂપ થયા તે જ પરમાત્મા છે. બીજા