________________
૭૦ ]
[ ઘરમાWકાશ પ્રવચનો ફરી જાય-દાળ કેમ એકરસ થઈ નથી? પણ ભાઈ ! આ તું પરભાવમાં–પુણ્ય-પાપભાવમાં એકત્વ કરે છે, તેમાં તારું ચૈતન્ય એકરસપણું ચાલ્યું જાય છે તેનું શું? તું પોતે એકરસ ભગવાન છો તેને સંભાળ.
અરે ! હું તો મારા શોધનમાં રહું કે પરના શોધનમાં રહું! અંદરમાં પરમાત્મશક્તિ પડી છે તે જ પર્યાયમાં એન્લાર્જ થાય છે. આવું કથન અન્ય ગ્રંથોમાં પણ કહ્યું છે. તે હવે પછી કહેવાશે.
જ મેં મારા પરમભાવને ગ્રહણ કર્યો છે તે પરમભાવ આગળ ઇન્દ્ર ને ચક્રવર્તીના વૈભવની તો શું વાત ! પણ ત્રણલોકનો વૈભવ તુચ્છ લાગે છે. બીજું તો શું પણ મારી સ્વાભાવિક નિર્મળ પર્યાય તે પણ, હું દ્રવ્યદૃષ્ટિના બળે કહું છું કે મારી નથી. પદ્રવ્યો તો મારા નથી જ, અંદર રાગાદિ ભાવ થાય તે પણ મારા નથી જ, પણ દ્રવ્યદૃષ્ટિના જોરથી જે મને નિર્મળ પયય પ્રગટ થઈ છે તેની પણ મને કાંઈ વિશેષતા નથી. મારી દ્રવ્યસ્વભાવ તો અગાધ, અગાધ છે, તેની પાસે નિર્મળ પર્યાયની વિશેષતા શું? દયા-દાન-ભક્તિ આદિના શુભ રાગની તો શું વાત ! પણ અનંત શક્તિમય અગાધ ચૈતન્યસ્વભાવ પાસે પ્રગટ થયેલ નિર્મળ પર્યાયની પણ વિશેષતા નથી. આવી દ્રવ્યદૃષ્ટિ ક્યારે પ્રગટ થાય ?-કે ચૈતન્યનો અપાર અપાર મહિમા લાવી, નિમિત્તથી, રાગથી, પયયથી બધાથી પાછો વળીને પોતાના સ્વભાવ તરફ વળે ત્યારે પ્રગટ થાય આહાહા !
જી રે દુરાત્મન્ ! હે દુષ્ટ આત્મા !! અરે તું શું માને છે ! રાગથી ભિન્ન ચૈતન્ય ચમત્કાર તારી ચીજ છે તેને તો તું જાણતો ને માનતો નથી ને રાગાદિને તારી ચીજ માને છો ! તારી દષ્ટિ મૂઢ છે. રાગમાં સુખબુદ્ધિ છે તેથી આનંદકંદ પ્રભુ ઢંકાઈ ગયો છે. રાગના વિકલ્પમાં સુખ છે, મજા છે એમ માનનારને સ્વભાવભાવ ઢંકાઈ ગયો છે. બીજી રીતે રાગ છે તે અજીવ છે, એ અજીવભાવમાં રોકાવાથી તેને જીવભાવ ઢંકાઈ ગયો છે. રાગને જે દેખે છે તે અજીવને દેખે છે, અચેતનને દેખે છે. રાગ છે તે ચૈતન્યરૂપી સૂર્યનું કિરણ નથી એ કારણે રાગને અચેતન કહીને પુદ્ગલ કહ્યું છે. સાંભળવાનો જે રાગ છે એ રાગ પણ પુદ્ગલ છે. એ ચૈતન્યસ્વભાવથી વિપરીત સ્વભાવ છે. હે દુરાત્મન્ ! તું એ પુદ્ગલને તારો કેમ માને
-પૂજ્ય ગુરુદેવશ્રી