________________
પંચ-પરાવર્તનનું સ્વરૂપ
||
(સળંગ પ્રવચન નં. ૫૪) पर्यायरक्तो जीवः मिथ्यादृष्टिः भवति।
बनाति बहुविधकर्माणि येन संसारं भ्रमति ।।७७। શ્રી પરમાત્મપ્રકાશના પ્રથમ અધિકારની ૭૭મી ગાથાનો ભાવાર્થ ચાલે છે.
મિથ્યાત્વની વ્યાખ્યા કરતાં યોગીન્દ્રદેવ મિથ્યાષ્ટિ કોને કહે છે તે સમજાવે છે. પરમાત્માની અનુભૂતિરૂપ શ્રદ્ધાથી વિમુખ જે આઠ મદ, આઠ મલ, છ અનાયતન, ત્રણ મૂઢતા આ પચીશ દોષોથી સહિત અતત્ત્વશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વ પરિણામ જેને છે તે મિથ્યાષ્ટિ કહેવાય છે.
આ આત્મા શુદ્ધ ચૈતન્ય જ્ઞાનાનંદસ્વરૂપ પરમાત્મા છે તેની અનુભૂતિરૂપ શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે અને તેની અનુભૂતિથી વિપરીત આઠ મદ આદિ દોષોમાં અહપણું તે મિથ્યાત્વનું લક્ષણ છે. પોતાના આત્મસ્વરૂપની વિપરીત માન્યતા તે અતત્ત્વશ્રદ્ધાન છે. જાતિ મદ, બળ મદ, રૂપ મદ આદિ આઠ મદ છે. શંકા, કાંક્ષા, વિચિકિત્સા આદિ આઠ મળ છે. દેવમૂઢતા, ગુરુમૂઢતા અને લોકમૂઢતા એ ત્રણ મૂઢતા છે અને કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર અને તેને માનનારા એમ છ અનાયતન છે તેને જે માને છે તે વિપરીતશ્રદ્ધાની હોવાથી મિથ્યાષ્ટિ છે.
નિજ અનુભૂતિરૂપ શ્રદ્ધાના પરિણામ તે સમ્યગ્દર્શન છે અને તેનાથી વિપરીત મદ, મળ આદિમાં અહબુદ્ધિના પરિણામ તે મિથ્યાદર્શન છે. તેને ધરનાર મિથ્યાષ્ટિ અસદૃષ્ટિવાળો કહેવાય છે. તેવા જીવને “હું જ્ઞાયક ચૈતન્ય છું” એવી રુચિ અને અનુભૂતિ નથી તેથી તે ચારગતિના ભાવરૂપ પર્યાયમાં લીન રહે છે અને એ જ વિપરીત શ્રદ્ધાના કારણે શુદ્ધાત્માના અનુભવથી પરાભુખ અનેક પ્રકારના કર્મોને બાંધે છે.
શુદ્ધાત્માના અનુભવરૂપ પરિણામ હોય તો જીવની મુક્તિ થાય. પણ એવા પરિણામ નથી અને તેથી ઉલટાં પરિણામ છે તેથી મિથ્યાષ્ટિ આઠ પ્રકારના કર્મોથી બંધાય છે અને તે કર્મોના ફળમાં જીવ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ આ પાંચ પ્રકારના પરાવર્તનમાં ભટકે છે.
શ્રોતા આ પાંચ પ્રકારના પરાવર્તન એટલે શું? પૂજ્ય ગુરુદેવશ્રી –(૧) દ્રવ્ય પરાવર્તન : આ જગતમાં એવું કોઈ શરીર નથી