________________
૩૪૨)
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો કોઈ પણ વિષયમાં જેને રુચિ છે તે દરેક જીવ પર્યાયરત છે એવા મિથ્યાષ્ટિ જીવો અનેક પ્રકારના કર્મોને બાંધે છે અને સંસારમાં રખડે છે. પરમાત્માની અનુભૂતિની શ્રદ્ધાથી વિમુખ જીવની આ દશા થાય છે અને પરમાત્માની અનુભૂતિની જેને શ્રદ્ધા છે એવા નિશ્ચય સમ્યગ્દષ્ટિ સંસારમાં રખડતા નથી, કર્મોથી મુક્ત થતાં જાય છે. આ વાત વિશેષ આગળ કહેવાશે.
| (વીતરાગી પેઢીમાંથી અભેદરત્નત્રયનું મહા-અમૂલું ભેટશું આપનાર ધર્મધૂરંધર ચૈતન્ય ત્રદ્ધિધારી શ્રી સદ્દગુરુદેવનો જય હો).
@ જેણે અંદરમાં આરાધના કરી અને ભગવાનના વિરહ નથી. અરે ! અમારો ભગવાન અમારી પાસે છે. અમને ભગવાનના ભેટા થયા છે, અમે ભગવાન જ છીએ. આહાહા! પંચમકાળનાં મુનિઓએ અપૂર્વ કામ કર્યા છે. અહીંથી સ્વર્ગમાં ગયા છે ને ત્યાંથી મનુષ્ય થઈ મોક્ષે જવાના. પંચમકાળમાં ભરતક્ષેત્રમાં અવતર્યા એટલે એકાદ ભવ બાકી રહી ગયો, મહાવિદેહમાંથી તો એ જ ભવે મોક્ષ જાય છે. છ માસ ને આઠ સમયમાં છસો ને આઠ જીવ મોક્ષે જાય અને એટલા જ જીવો નિગોદમાંથી નીકળે, બાકી તો એમ ને એમ નિગોદમાં પડ્યા રહે છે. જ્યારે જુઓ ત્યારે નિગોદના એક શરીરમાં રહેલ જીવોના અનંતમાં ભાગે જ મોક્ષે જાય. આહાહા ! એ નિગોદમાંથી નીકળીને આવા મનુષ્યના ભવ મળ્યા ને વીતરાગની વાણી મળી એ તો ધન્ય ભાગ્ય ! મહા પુણ્યના થોક હોય...મેરુ જેટલા પુણ્યના થોક હોય ત્યારે આવો યોગ મળે છે. હવે કામ કરવું એ એના હાથની વાત છે. ભાઈ ! આવા કાળે તું તારું કામ કરી લે.
સુવર્ણને વાન-ભેદથી જોતાં વાન-ભેદરૂપ પણ છે અને સુવર્ણમાત્રથી જોતાં સુવર્ણમાત્ર છે, વાન-ભેદ જૂઠા છે. તેમ જીવવસ્તુને નવતત્ત્વના ભેદરૂપ, ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ, ગુણ-ગુણીભેદરૂપ જોતાં તે ભેદ સત્યાર્થ છે. વસ્તુ ભેદરૂપ પણ છે અને જીવને વસ્તુમાત્રપણે જોતાં તે બધાંય ભેદ જૂઠા છે. વસ્તુ અભેદ-ભેદરૂપ છે પણ સરાગીને ભેદ દેખતાં વિકલ્પ ઊઠે છે ને અભેદરૂપ દેખતાં નિર્વિકલ્પ અનુભવ થાય છે. કેવળીને ભેદ દેખવા છતાં વીતરાગ હોવાથી રાગ ઊઠતો નથી, સરાગીને ભેદ ઉપર લક્ષ જતાં રાગ થાય છે. ભેદને દેખવું તે રાગનું કારણ નથી પણ સરાગીને ભેદ દેખતાં રાગ ઉત્પન્ન થાય છે તેથી સરાગીને નિર્વિકલ્પતાનું પ્રયોજન હોવાના કારણે ભેદનું લક્ષ ગૌણ કરી અભેદનું લક્ષ કરવા કહ્યું છે.
-પૂજ્ય ગુર્દેવશ્રી