________________
પ્રવચન-૧૩ )
[ ૩૪૧ આત્મસ્વરૂપમાં મગ્ન થયેલા યતિ જ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ હોય છે એટલે વિશેષ સ્થિરતા સહિતના સમ્યગ્દર્શનની આ વાત છે તેનો અર્થ એવો નથી કે, ચોથા ગુણસ્થાને નિશ્ચયસમ્યગ્દર્શન ન હોય. વસ્તુની દૃષ્ટિનો અનુભવ તો થયો છે ને તેમાં વિશેષ સ્થિરતા જામી છે તેથી તેને વીતરાગ ચારિત્ર સહિતનો સમ્યગ્દષ્ટિ કહ્યો છે.
મુનિને પુસ્તક લખવાનો વિકલ્પ આવે છે, લખે છે પણ એ પાના કયાં પડ્યા છે ને કોણ લેશે તેની ચિંતા નથી. મુનિ તો છઠ્ઠા-સાતમા વીતરાગભાવમાં ઝૂલતાં હોય છે. એવા વીતરાગભાવમાં વિશેષ વિશેષ પરિણમતા પૂર્ણતાને પામે છે. પ્રતીત, જ્ઞાન ને રમણતામાં પરિણમતા પરિણમતા કેવળજ્ઞાન પામે છે અને આઠ કર્મ નાશ પામી જાય છે. દ્રવ્ય ઉપર જ મીટ માંડી હતી અને તેના જ લઉં પરિણમતા પરિણમતા પૂર્ણતાને પ્રાપ્ત કરે છે.
વસ્તુના અનુભવ-પરિણત દૃષ્ટિના ધ્યેયમાં ને ધ્યેયમાં વિશેષ સ્થિરતા કરતાં મુનિને ધ્યેય છૂટતું નથી અને સ્થિરતા વિશેષ પાકી થતાં થતાં સ્થિરબિબ થઈ જાય છે. તેને અહીં સમકિતનું પરિણમન કહ્યું છે. દ્રવ્યના ધ્યેયમાં થયેલું એ પરિણમન છે અને એ ધ્યેય પૂર્ણતા સુધી એમ ને એમ જ રહે છે. ધ્યેયમાં જરાય અસ્થિરતા થવા દેતા નથી. એ જ દ્રવ્યના ધ્યેયથી આઠ કર્મોનો ક્ષય થઈ જાય છે.
અહો ! દિગંબર સંતોની શૈલી કોઈ ગજબ છે ન ભૂતો ન ભવિષ્યતિ |
દ્રવ્યના ધ્યેયમાં વિશેષ સ્થિર થાય તેને પણ સમકિતનું પરિણમન ગયું છે. દ્રવ્ય-ધ્યેયની પકડમાં ને પકડમાં દુષ્ટ એવા આઠેય કર્મોનો નાશ કરી નાંખે છે જોયું? આઠેય કર્મને દુષ્ટ કહ્યાં છે. શતાવેદનીય, ઊંચ ગોત્ર આદિને પણ દુષ્ટ કહ્યાં.
પ્રશ્ન થાય કે કર્મ તો જડ છે તેને દુષ્ટ કેમ કહ્યાં? તો સમાધાન એ છે કે, જડ કર્મો કાંઈ દુષ્ટ નથી પણ તે જે ભાવથી થયા છે અને તેના ઉદયકાળે તેને જ પરિણતિ અવલંબે છે તે વિકારી પરિણતિ દુઃખદાયક છે માટે દુષ્ટ છે તેનો આરોપ કર્મો ઉપર કરીને કર્મને દુષ્ટ કહ્યાં છે.
આ ૭૬મી ગાથા સમ્યગ્દષ્ટિ માટેની સ્વતંત્ર એક ગાથા હતી. તેના ઉપરથી કોઈ એમ જ અર્થ લઈ લે કે, ચોથા ગુણસ્થાને નિશ્ચયસમ્યગ્દર્શન ન હોય તો એ વાતનો ખુલાસો આ ૭૭મી ગાથામાં આવે છે. ૭૯મી ગાથામાં “આત્મામાં રત જીવની વાત હતી. હવે આ ૭૭મી ગાથામાં “પર્યાયરત' જીવની વાત છે, પર્યાયરત જીવ પરસમય છે. જેની રુચિ-પ્રીતિ શરીરમાં છે તે પર્યાયરત છે, જેને રાગમાં પ્રીતિ છે તે પર્યાયરત છે, જેને પુણ્ય પરિણામમાં પ્રેમ છે તે પર્યાયરત છે. આ કોઈ દ્રવ્યમાં રત નથી.
શરીરને દુઃખરૂપ માને છે તે પણ જડનો પ્રેમી છે. રાગ અને પુણ્યપરિણામનો પ્રેમ છે તેને શરીરનો જ પ્રેમ છે. આત્માનો પ્રેમ નથી. સ્વદ્રવ્યની દૃષ્ટિથી વિમુખ રહીને બીજા