________________
ળ કાઢ્યો છે.
૩૪૪ )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો કે જે મિથ્યાદૃષ્ટિ જીવે ધારણ ન કર્યું હોય. ઔદારિક, વૈક્રિયિક, તેજસ અને કાર્પણ આ બધાં શરીરો જીવે અનંતવાર ધારણ કરી લીધા છે. દરેક શરીરમાં મિથ્યાષ્ટિ જીવ જન્મ-મરણ કરી આવ્યો છે.
શુદ્ધાત્માની અનુભૂતિના ફળમાં તો જીવને મુક્તિની પ્રાપ્તિ હોય પણ એવી અનુભૂતિ નથી અને તેનાથી વિપરીત અનુભૂતિ છે તેના ફળમાં આ પાંચ પ્રકારના પરાવર્તન પ્રાપ્ત થાય છે. અનંતવાર આ જીવે સડેલા નારકીના વૈક્રિયિક શરીર ધારણ કર્યા, અનંતવાર રાજા-મહારાજાના શરીર ધર્યા અને અનંતવાર વ્યંતર દેવાદિના શરીર ધર્યા. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પશુના ઔદારિક શરીરો પણ એણે અનંતવાર ધાર્યા છે. અશરીરી ભગવાનની અનુભૂતિના અભાવે મિથ્યાત્વ પરિણામથી બાંધેલા કર્મથી એણે કોઈ શરીરને ધારવું બાકી રાખ્યું નથી.
(૨) ક્ષેત્ર પરાવર્તન –જગતમાં એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં આ જીવે જન્મ-મરણ ન કર્યા હોય. આત્મા ચિદાનંદ પરમાનંદની મૂર્તિ છે તેના ભાન વિના–ઓળખાણ વિના મિથ્યાશ્રદ્ધા દ્વારા સંસારમાં કયાંય રખડવાનુ જીવે બાકી રાખ્યું નથી. દરેક ક્ષેત્રમાં મિથ્યાષ્ટિ રખડી આવ્યો છે.
શ્રોતા ચન્દ્રમાં છે ત્યાં પણ આ જીવ જઈ આવ્યો હશે !
પૂજ્ય ગુરુદેવશ્રી અરે, ચન્દ્રમા તો શું પણ જ્યાં સિદ્ધો બિરાજે છે ત્યાં પણ અજ્ઞાની નિગોદના જીવરૂપે અનંતવાર જઈ આવ્યો છે. આત્માની અનુભૂતિથી વિપરીત મિથ્યાત્વ પરિણામથી બાંધેલા કર્મના ફળમાં જીવ દરેક ક્ષેત્રમાં જન્મ-મરમ ધારણ કરી આવ્યો છે.
શ્રોતા સિદ્ધનો પણ પાડોશી થઈ આવ્યો એમ ને !
પૂજ્ય ગુરુદેવશ્રી:પાડોશી ક્યાંથી થયો? ચક્રવર્તી પાસે જેલના કેદી તરીકે ગયો હોય તે ચક્રવર્તીને મળવા ગયો કહેવાય?
ચૌદ બ્રહ્માંડમાં એવું કોઈ સ્થાન બાકી નથી કે જ્યાં આ જીવે મિથ્યાત્વના ફળમાં બંધાયેલા કર્મોને કારણે જન્મ-મરણ ન કર્યા હોય.
(૩) કાળ પરાવર્તન : એવો કોઈ કાળ નથી કે જેમાં આ જીવે અનંતવાર જન્મ-મરણ ન કર્યા હોય. અવસર્પિણી અને ઉત્સર્પિણીના ક્રમે ક્રમે એક એક સમયે મિથ્યાત્વવશ જીવે જન્મ-મરણ કર્યા છે.
જાણનારને જાણ્યો નહિ તેથી કેવી દશા થઈ! બધાં દ્રવ્ય, બધાં ક્ષેત્ર, બધો કાળ, બધા ભવ અને દરેક ભાવને પોતે જાણી લે એવો જ્ઞાનમૂર્તિ આત્માને જાણ્યો નહિ, અનુભવ્યો નહિ તેથી તેનાથી ઉલટાં અનુભવના ફળમાં આ પાંચ પરાવર્તનમાં ભ્રમણની