________________
પ્રવચન-૬ |
[ ૨૯ શુદ્ધાત્મતત્વની આરાધનારૂપ વીતરાગ નિર્વિકલ્પ સમાધિને સાધી રહ્યાં છે એવા સર્વે સાધુઓને હું નમસ્કાર કરું છું.
વીતરાગ નિર્વિકલ્પ સમાધિને જે આચરે છે તે આચાર્ય છે, વીતરાગ નિર્વિકલ્પ સમાધિને કહે છે તે ઉપાધ્યાય છે અને તેને જે સાધે છે તે સાધુ છે. આવા પાંચેય પરમેષ્ઠીને હું ભાવ સહિત વંદન કરું છું.
વીટ અરે ભાઈ ! તું વિચાર તો કર કે તું કોણ છો? તું જ્ઞાનસ્વરૂપ છો. જે થાય તેને જાણ ! તું કરનાર નહિ, જાણનાર છો. ક્રમબદ્ધની વાત વિચારે તો બધાં ઝગડા મટી જોય. પોતે પરદ્રવ્યનો કર્તા તો નથી, રાગનો કર્તા તો નથી, નિર્મળ પર્યાયનો પણ કર્તા નથી, અકર્તા સ્વરૂપ છે. જ્ઞાતાસ્વભાવ તરફ ઢળી જવું તેમાં જ અકર્તાપણાનો મહાન પુરુષાર્થ છે. ખરેખર તો પર્યાયને દ્રવ્ય તરફ વાળવી આ એક જ વસ્તુ છે. એ ખરેખર જૈન દર્શન છે. આહાહા ! જૈનદર્શન આકરું બહુ! પણ અપૂર્વ છે અને તેનું ફળ મહાન છે. સિદ્ધ ગતિ ' એનું ફળ છે. પરનો કર્તા તો નથી, રાગનો કર્તા તો નથી પણ નિર્મળ પર્યાયનો કર્તા નથી. કેમ કે પર્યાય ષકારકથી સ્વતંત્ર પરિણમે છે. એનામાં ભાવ નામની એક શક્તિ છે તેના કારણે પયય થાય જ છે, કરું તો થાય એમ નથી. આહાહા! ભાઈ! માગે આકરી છે. અચિત્ય છે, અગમ્ય છે, અગમ્યને ગમ્ય કરાવે એવો અપર્વ માર્ગ છે. પર્યાય ક્રમસર થાય છે, દ્રવ્યગુણ પણ એનો કર્તા નહિ—એમ કહીને એકલી સર્વજ્ઞતા સિદ્ધ કરી છે. અકર્તાપણું - એટલે જ્ઞાતાપણું સિદ્ધ કર્યું છે.
ઈટ અનંતા જિનવરો એમ કહે છે કે જીવ બંધ–મોક્ષને કરતો નથી તે જીવને અમે જીવ કહીએ છીએ. બીજી રીતે કહીએ તો બંધપર્યાય તો આશ્રય કરવા લાયક નથી પણ નિશ્ચય મોક્ષમાર્ગ પણ આશ્રય કરવા લાયક નથી. બંધ-મોક્ષથી રહિત વસ્તુ આશ્રય કરવા લાયક છે. મોક્ષમાર્ગની પર્યાય તે વ્યવહાર જીવ છે. પર્યાય તે વ્યવહાર હોવાથી પર્યાયવાળો વ તે વ્યવહાર જીવ છે અને દ્રવ્ય તે નિશ્ચય જીવ છે.
-પૂજ્ય ગુરુદેવશ્રી