________________
૨૮)
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો છે તેને ઓળખીને તે એકને જ આદરણીય કરવા લાયક છે. બાકી બધું હેય છે.
આ ઉપાધ્યાયનું સ્વરૂપ કહેવાય છે. જે એક નિજ શુદ્ધાત્માને જ આદરણીયપણે અનુભવતાં હોય અને અન્યને ઉપદેશમાં પણ એક આત્મપદાર્થ જ આદરણીય છે એવી પ્રરૂપણા કરતાં હોય તે ઉપાધ્યાય છે.
એક વકીલ એવો પ્રશ્ન કરતાં કે આપ આત્માનાં વખાણ તો બહુ કરો છો પણ એ ધોયેલો મૂળા જેવો આત્મા ગયો કયાં? તેને કીધું ભાઈ ! આત્મા તો આ હાજરાહજૂર બેઠો છે પણ નજર કરે તેને દેખાય ને ! અંતરના ચૈતન્યનેત્ર ખોલીને જુઓ તો અંતરમાં અનંત ગુણની રાશિ ભગવાન ચૈતન્યદેવ બિરાજમાન છે, તેને દૃષ્ટિમાં લેવો એ જ એક આ જીવે કરવા જેવું કાર્ય છે.
લોકોને હીરાની કિંમત કેમ આવે છે કે હીરા પ્રકાશ કરે છે, ટકાઉ છે અને થોડા મળે છે પણ આ ચૈતન્યહીરો તો અનાદિ અનંતકાળ ટકનારો અવિનાશી છે અને જ્ઞાનનો મહાપ્રકાશ આપનારો છે, અતીન્દ્રિય આનંદનો દેનારો છે, તેની કિંમત તને કેમ નથી આવતી?
ઉપાધ્યાય મોક્ષમાર્ગનું વર્ણન કેવું કરે છે? કે–પુણ્ય-પાપના વિકલ્પ ઊઠે છે તે મેલ છે, તેની પાછળ રહેલાં નિર્મળ ભગવાન શુદ્ધાત્મદેવના સમ્યફ શ્રદ્ધાન, જ્ઞાન અને સ્થિરતારૂપ અભેદરત્નત્રય છે તે મોક્ષમાર્ગ છે એમ ઉપાધ્યાય શિષ્યોને ઉપદેશ આપે છે. અભેદરત્નત્રય તે જ નિશ્ચય-મોક્ષમાર્ગ છે અને ભેદરત્નત્રય છે તે વ્યવહાર-મોક્ષમાર્ગ છે. આવો ઉપદેશ દેતા ઉપાધ્યાયને હું નમસ્કાર કરું છું.
જુઓ! સંતોની શૈલી કેવી છે કે એક વાતમાં જૈનદર્શનનો વ્યવહાર પણ આવી જાય છે અને આદરણીય શું છે તે વાત પણ તેમાં સમાય જાય છે. ઉપાધ્યાયને વંદન કરતાં પણ મુનિરાજ આદરણીય તત્ત્વ બતાવતાં જાય છે.
૦ વીતરાગનો માર્ગ એ તો સિંહનો માર્ગ છે, ઘેટાનાં ટોળામાં આવી ગયેલું સિંહનું બચ્ચું સિંહની ત્રાડથી ત્રાસીને ભાગતું નથી કેમ કે એ સિંહની જાતનું જ છે તેમ ત્રિલોકીનાથે ' દિવ્યધ્વનિમાં ત્રાડ નાખી કે હે જીવો! તમે પણ મારી જેવા પરમાત્મા છો. આ સાંભળનાર જાગી ઊઠે છે કે અહો! હું તો પરમાત્માની જાતનો છું, આ પુણ્ય-પાપના ભાવમાં ઊભો છું પણ એ મારી જાત નથી.
અહીં ઉપાધ્યાયરૂપી સિંહની ગર્જનાને પણ શિષ્ય બરાબર ઝીલે છે. શિષ્ય પણ એક સમયમાં ફાટફાટ પુરુષાર્થ કરીને કેવળજ્ઞાન લે તેવો છે. ન કરી શકાય એ વાત જ નથી.
જુઓ ! બ્રહ્મદેવે ટીકા પણ કેવી કરી છે! હવે સાધુને વંદન કરતાં કહે છે કે શુદ્ધ બુદ્ધ જેનો એક સ્વભાવ છે એવા