________________
પ્રવચન-૬ |
[ ૨૭ નિર્મળ જ્ઞાન-દર્શનસ્વભાવ જે શુદ્ધાત્મા તેની યથાર્થ શ્રદ્ધા, યથાર્થ જ્ઞાન, યથાર્થ આચરણ, પરદ્રવ્યની ઇચ્છાના નિરોધરૂપ તપ અને નિજશક્તિને પ્રગટ કરવારૂપ વીર્ય આ નિશ્ચય પંચાચાર જ સાક્ષાત્ મુક્તિનું કારણ છે.
અહો ! શાસ્ત્રોમાં આચાર્યોના હૃદય દેખાય છે. નિશ્ચય પંચાચાર જ સાક્ષાત્ મોક્ષના કારણ છે. વ્યવહાર પંચાચારને તો નિમિત્ત તરીકે પરંપરા મોક્ષના કારણ કહ્યાં છે.
આવા નિશ્ચય પંચાચારને જે આચરે અને બીજા પાસે આચરાવે એવા આચાર્યોને હું વંદન કરું છું.
હવે ઉપાધ્યાયને વંદન કરતાં પહેલાં તેનું સ્વરૂપ કહે છે કે જે પાંચ અસ્તિકાય, છ દ્રવ્ય, સાત તત્ત્વ અને નવ પદાર્થનું સ્વરૂપ જેમ છે તેમ ઉપદેશ દે છે અને તેમાં પણ એક શુદ્ધ નિજ જીવાસ્તિકાય, નિજ શુદ્ધ જીવદ્રવ્ય, નિજ શુદ્ધ જીવતત્ત્વ અને નિજ શુદ્ધ જીવ પદાર્થ જે પોતાનો શુદ્ધાત્મા છે તેને જ ઉપાદેય માને છે અને બાકી બધું ત્યાગવા લાયક છે એમ પોતે માને છે અને એવો જ ઉપદેશ જગતને આપે છે તે ઉપાધ્યાય છે.
જગતમાં જીવ, પુગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચ અસ્તિકાય એટલે બહુuદેશી દ્રવ્યો છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ છ દ્રવ્યો છે. જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વ છે અને સાત તત્ત્વ ઉપરાંત પુણ્ય-પાપ તે નવપદાર્થ છે, પણ આ બધામાં સારભૂત તો એક આત્મા–નિજ શુદ્ધાત્મા જ છે એમ ઉપાધ્યાય માને છે અને એમ જ બીજાને ઉપદેશ આપે છે.
તો જુઓ! દયા-દાન આદિના શુભભાવ તો આદરણીય નથી પણ સંવર–નિર્જરા તત્ત્વ પણ આદરણીય નથી. સાત તત્ત્વમાં એક શુદ્ધ જીવદ્રવ્ય જ ઉપાદેય આદરણીય છે. નવ પદાર્થમાં એક જીવપદાર્થ જ ઉપાદેય છે.
અરે ! આ અજ્ઞાની જીવને પોતાના પરમેશ્વરનું ભાન નથી એટલે અનાદિથી ચોરાશીના અવતારમાં ધોકા ખાઈ ખાઈને મરી ગયો છે. અરે ! એ બધાં મૂઢ છે. રાજા થાય તોપણ શું! ને શેઠ થાય તો પણ શું! એ બધાં નિજસ્વરૂપના ભાન વગર મૂઢ છે.
આત્મા એક વસ્તુ છે ને ! વસ્તુ હોય તેમાં તેનો સ્વભાવ હોય ને ! એ સ્વભાવમાં ! ગુણો એક-બે ન હોય, અનંત હોય-એમ વિચાર કરીને નક્કી કરવું જોઈએ. અરે ! આ કેટલી સ્પષ્ટ વાત છે! તેને નહિ સમજે તો મોંધો મનુષ્યભવ નિષ્ફળ ચાલ્યો જશે.
આત્માની કિંમત નહિ કરે તેને બીજાની કિંમત થયા વગર રહેશે નહિ અને આત્માની કિંમત કરશે તેને બીજાની કિંમત રહેશે નહિ.
આત્મા એક વસ્તુ છે.છે...છે...પ્રગટ છે, વ્યક્તિ છે. વસ્તુ કદી અપ્રગટ ન હોય. મોટો મહાન ભગવાન અખંડાનંદ અનંત ગુણસ્વરૂપ એકરૂપ નિજ શુદ્ધાત્મા પ્રગટ બિરાજમાન