________________
ચૈતન્ય-હંસ પુણ્ય-પાપના ચારા ન ચરે ,
(સળંગ પ્રવચન . ૭૫) योगिन् निजमनसि निर्मले परं दृश्यते शिवः शान्तः । अम्बरे निर्मले घनरहिते भानुः इव यथा स्फुरन् ।।११६॥ रागेन रञ्जिते हृदये देवः न दृश्यते शान्तः। दर्पण मलिने बिम्बं यथा एतत् जानीहि निर्धान्तम् ।।१२०॥ यस्य हरिणाक्षी हृदये तस्य नैव ब्रह्म विचारय।
પસ્મિનું ઋથે સમાધાતી વત્સ તૌ વટ્ટી પ્રત્યારે (?) I/99ી. શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રની આ ૧૧૯ભી ગાથા લેવાની છે. તેમાં આચાર્યદેવ કામ-ક્રોધાદિના ત્યાગથી ‘શિવ' શબ્દથી કહેવામાં આવ્યો છે એવો પરમાત્મા દેખવામાં આવી જાય છે એવો અભિપ્રાય મનમાં રાખીને ગાથાસૂત્ર કહે છે.
ગાથાર્થ –હે યોગી ! પોતાના નિર્મળ મનમાં રાગાદિ રહિત નિજ પરમાત્મા નિયમથી દેખાય છે જેમ વાળ રહિત નિર્મળ આકાશમાં સૂર્ય એકદમ સ્પષ્ટ પ્રકાશે છે તેમ. ૧૧૯.
જો આ આત્મા પુણ્ય-પાપ રાગાદિ વિકલ્પથી ખસીને સમ્યક શ્રદ્ધા-જ્ઞાનના નિર્મળ પરિણામે પ્રગટ કરે તો તેને પોતાનો શુદ્ધાત્મા સ્પષ્ટ પ્રગટ ભાસે છે.
આ, સમ્યગ્દષ્ટિથી માંડીને બધાં જ્ઞાનીને શુદ્ધાત્મા સ્પષ્ટ પ્રકાશે છે તેની વાત છે પણ મુખ્યપણે અહીં મુનિની વાત છે.
આત્મા વડુ-પોતે પુણ્ય-પાપના રાગ રહિત વીતરાગ શાંતસ્વરૂપ છે પણ કામ એટલે રાગ અને ક્રોધ એટલે દ્વેષથી મલિન પરિણામમાં આત્મા જણાતો નથી. જેમ, વાદળથી છવાયેલા આકાશમાં સૂર્ય દેખાતો નથી પણ વાદળ રહિત નિર્મળ આકાશ હોય તો તેમાં સૂર્ય સ્પષ્ટ ઝળહળતો પ્રકાશે છે તેમ, રાગ-દ્વેષ રહિત વીતરાગ મનમાં જ્ઞાનસૂર્ય આત્મા એકદમ સ્પષ્ટ પ્રકાશે છે.
ભાવાર્થ –જેમ મેઘમાળાના આડંબરથી સૂર્ય ભાસતો નથી–દેખાતો નથી પણ વાદળ દૂર થતાં નિર્મળ આકાશમાં સૂર્ય સ્પષ્ટ દેખાય છે તેમ, શુદ્ધાત્માની અનુભૂતિના શત્રુ જે કામ-ક્રોધાદિ વિકલ્પરૂપ મેઘ છે તેનો નાશ થતાં નિર્મળ મનરૂપી આકાશમાં કેવળજ્ઞાનાદિ, અનંત ગુણરૂપ કિરણોથી સહિત નિજ શુદ્ધાત્મારૂપી સૂર્ય પ્રકાશ કરે છે.
પુણ્ય-પાપના વર્તમાન વિકલ્પની ધાર મેઘમાળા સમાન છે તેની આડમાં ભગવાન આત્મા દેખાતો નથી. તેથી તેને ભગવાન આત્માની નિર્મળ શ્રદ્ધા-જ્ઞાન અનુભૂતિના શત્ર કહ્યાં