________________
પ્રવચન-૭૪ )
[ ૧૦૫
સરખો જ આનંદ આવે છે. તેથી અહીં મુનિરાજ કહે છે પ્રભુ ! તમારે પણ પર તરફના જેટલા વિકલ્પો હતાં તેને છોડ્યા ત્યારે અતીન્દ્રિય આનંદ આવ્યો હતો તેમ અમે પણ પર તરફની મમતા અને વિકલ્પો છોડીને તમારાં દીક્ષાકાળ જેવા જ આનંદને અમે પામ્યા છીએ. માટે અમે તમારી જાતના જ છીએ માટે અમે તો તમારી નાતમાં બેઠા છીએ.
ભગવાન ! આપને દીક્ષા પહેલાં ત્રણ જ્ઞાન હતાં અને દીક્ષા લીધા પછી ચોથું મન:પર્યયજ્ઞાન પણ પામ્યા અને અમને તો દીક્ષા પહેલાં અને પછી મતિ અને શ્રુત બે જ્ઞાન જ છે માટે અમને આનંદ ઓછો આવતો હશે એમ માનશો નહિ. તમને દીક્ષાકાળમાં જેવો અને જેટલો આનંદ હતો એવો અને એટલો જ અમને આ મુનિદશામાં આનંદ આવી રહ્યો છે. એમ આનંદમાં જરાય ઓછા ઉતરતાં નથી.
આમ, મુનિરાજ ભગવાનના મુનિપરા સાથે પોતાના અને દરેક મુનિઓના મુનિપણાને સરખાવે છે. રાગાદિ રહિત નિર્વિકલ્પ શાંતિ બંનેમાં સમાન છે. બંને મોક્ષના માર્ગમાં પડેલા છે. મુનિઓ જેવા આનંદને અનુભવે છે એવો ઉગ્ર આનંદ સમ્યગ્દષ્ટિને ન હોય અને મિથ્યાષ્ટિને તો એવો આનંદ જરાય હોય જ નહિ માટે આત્માની દૃષ્ટિ કરીને આત્માને અનુભવવાનો પ્રયત્ન દરેકે કરવો–એ માટે આ વાત કરી છે.
:
ભગવાન કહે છે કે પ્રભુ! તું જ્ઞાનસ્વરૂપ છો ને ! તો તું પરની કોઈ ક્રિયા કરે કે પરની કોઈ ક્રિયા ભોગવે એવું તારું સ્વરૂપ જ નથી; તું તો સૈંયોનો જ્ઞાતા-દષ્ટા જ્ઞાનસ્વરૂપ જ છો. પરની, દેહની, કુટુંબની ક્રિયાને પોતે કરે છે એમ જે માને છે, દયા-દાનાદિ ભાવોને પોતે કરે છે તેમ જે માને છે તથા સ્ત્રી-પુત્રાદિને કે રાગને પોતે વેદે છે એમ જે માને છે, તેણે આત્માના જ્ઞાનસ્વભાવને જાણ્યો નથી, માન્યો નથી. જે જીવ પરની દયા પાળુ છું એમ માને છે તે મિથ્યાદિ મૂઢ છે, કારણ કે જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા શેયને પર તરીકે જાણવાવાળો છે તેના બદલે શેયોનો પોતે કર્તા-ભોક્તા બને છે તેમ માને છે. તે મિથ્યાત્વ
– જૂજ્ય ગુરુદેવશ્રી