________________
vo૪ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
જાય છે તેટલું દુઃખ માને છે. ચારિત્રદશા જેવો આનંદ એ વખતે આવતો નથી.
શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ તીર્થંકર તો હતાં સાથે ચક્રવર્તી અને કામદેવપદના પણ ધારક હતાં. તેમને દીક્ષાકાળે જેવો આનંદ આવતો હતો એવો જ આનંદ બધાં મુનિઓને આવે છે કેમ કે મુનિદશાને બહારની પદવી સાથે કાંઈ સંબંધ નથી. કામદેવને તો શરીરનું રૂપ એટલું બધું હોય કે અઢી દ્વીપમાં કોઈ મનુષ્ય એવો ન હોય, એક એક અંગ પુણ્યથી ભરેલા હોય, તીર્થંકર અને ચક્રવર્તીપદ પણ સાથે હોય, છતાં મુનિદશામાં એ પદવી સાથે અતીન્દ્રિય આનંદને કાંઈ સંબંધ નથી. કોઈ ગરીબ માણસ પાસે કાંઈ ન હોય માત્ર શરીર હોય તેની મમતા છોડીને દીક્ષા લઈને જંગલમાં આત્માને ધ્યાવે છે અને આનંદને અનુભવે છે. બંનેના આનંદનો અનુભવ સમાન હોય છે. એકને સંયોગો ઘણાં છૂટ્યાં અને બીજાને થોડા સંયોગો છૂટ્યાં પણ અતીન્દ્રિય આનંદ બંનેને સમાન છે.
વીતરાગી દૃષ્ટિ અને વીતરાગી આનંદને બાહ્ય સંયોગોની સગવડતા કે અગવડતા સાથે કાંઈ સંબંધ નથી.
આગળ આવશે કે એક મ્યાનમાં બે તલવાર ન રહે તેમ, સ્વની રુચિ અને પરની રુચિ એમ બંને પ્રકાર સાથે નહિ રહી શકે. જેના કાળજામાં સુંદર સ્ત્રી વસે છે તેની દૃષ્ટિમાં આત્મા નહિ વસે. જ્ઞાનનેત્રમાં સ્ત્રી દેખાતી હશે તેને ભગવાન કેમ દેખાશે! એમ એક મ્યાનમાં બે તલવાર નહિ સમાય.
અહા ! યોગીન્દ્રદેવ પરમાત્મપ્રકાશ રચતાં હશે ત્યારે જ્ઞાનમાં કેવું તરવરતું હશે ! પ્રભુ ! દીક્ષાકાળે આપ જેવા આનંદને અનુભવતાં હતાં એવો જ આનંદ અમને આ દીક્ષાકાળમાં આવી રહ્યો છે. તમને ઋદ્ધિ વિશેષ હતી, દેવો તમારી સેવા કરતાં હતાં, ઇન્દ્રો કલ્યાણક ઉજવવા આવતાં હતાં માટે તમે મોટા એટલે દીક્ષાકાળમાં વિશેષ આનંદ આવે અને અમે નાના એટલે અમને ઓછો આનંદ આવે....એવું નથી હો. બહારના સંયોગમાં નાના-મોટા ભલે હો પણ તેની કિંમત અંદરમાં કાંઈ નથી.
ભાવાર્થ :—દીક્ષાના સમયે તીર્થંકરદેવ નિજશુદ્ધાત્માને અનુભવતા થકાં જે નિર્વિકલ્પ સુખને પામે છે તે જ સુખ રાગાદિ રહિત નિર્વિકલ્પ સમાધિમાં લીન વિરક્ત મુનિ પામે
છે.
તીર્થંકરના શરીરમાં એક હજાર ને આઠ તો શુભલક્ષણ હોય છે અને શરીરની સુંદરતા તો એવી હોય છે કે ઇન્દ્ર જેવો ઇન્દ્ર પણ એક હજાર નેત્ર કરીને એ રૂપને નિહાળે છે. એવા શરીરની મમતા છોડે છે માટે તીર્થંકર મુનિને વધારે આનંદ હશે ! અને કાળા કૂબડા શરીરની મમતા છોડવાવાળાને ઓછો આનંદ હશે ને! એમ કોઈને પ્રશ્ન ઊઠતો હોય તો કહે છે કે ના. એમ નથી. પરની મમતા છોડીને સ્વ-અનુભવમાં આવનારા દરેકને