________________
પ્રવચન-૭૪ ]
| ૫૦૩
બધી સગવડતા છૂટી ગઈ, રાજ ગયા, રાણીઓ ગઈ, કપડાં, ઝવેરાત આદિ ગયા, હાથીના હોદ્દે બેસવાનું ગયું....તેને અહીં મુનિરાજ કહે છે કે ભાઈ ! તને ખબર નથી, દીક્ષાકાળમાં મુનિ જે અનંત આનંદને અનુભવે છે એવો આનંદ ઇન્દ્ર, ચક્રવર્તી આદિ પાસે ક્યાં હતો !
તીર્થંકરોને તો પુણ્ય પણ મોટા છે ને! ચક્રવર્તીને તો ઇન્દ્રો મિત્ર હોય છે પણ તીર્થંકરને ઇન્દ્રો સેવક તરીકે હોય છે. તીર્થંકરના બાળપણમાં પણ ઇન્દ્રો પ્રભુ....પ્રભુ કરીને સેવા કરતાં હોય છે. આવી પુણ્યયુક્ત સંયોગની સ્થિતિ છે અને તેના તરફ લક્ષ છે ત્યાં સુધી દુઃખ છે. તીર્થંકરને ગૃહસ્થદશામાં વસ્ત્ર, દાગીના આદિ દેવલોકમાંથી આવે છે, અહીંના વસ્ત્રાદિ વાપરતાં નથી એવી ઊંચી પુણ્યની સ્થિતિ છે માટે તીર્થંકર સુખી હશે ?—ભાઈ ! પુણ્યની સામગ્રીથી તો તેઓ સુખી નથી પણ તેના તરફ જેટલું લક્ષ જાય છે એટલા દુઃખી છે. તેથી તો સંયોગનું લક્ષ છોડીને જ્યારે તીર્થંકર દીક્ષા લે છે ત્યારે તેને મહાન આનંદ આવે છે.
ભગવાન જન્મે ત્યારે દેવો અને ઇન્દ્રો આવે, મહોત્સવ કરી જાય અને ભગવાનની સેવામાં ઇન્દ્ર દેવને મૂકીને જાય. તો શું ભગવાન આ સગવડતાથી સુખી હશે ! સુખી તો નથી પણ તે તરફ જેટલું લક્ષ જાય છે તે પણ દુઃખરૂપ લાગે છે. તીર્થંકરોને પણ સગવડતાના લક્ષમાં શાંતિ નથી તો અન્યને તેમાં શાંતિ ક્યાંથી હોય ! તીર્થંકર જેવા પુણ્ય તો બીજા કોઈને હોય જ નહિ.
તીર્થંકરને સર્વોત્કૃષ્ટ પુણ્ય હોય, ચક્રવર્તીને તેનાથી તેનાથી પણ ઓછું પુણ્ય હોય, બળદેવ ને વાસુદેવ કરતાં પુણ્ય બળદેવ કરતાં ઓછું પુણ્ય હોય પણ બધાં મોક્ષગામી જીવો હોય છે.
ઓછું પુણ્ય હોય, વાસુદેવને ઓછું હોય અને પ્રતિવાસુદેવને
તીર્થંકરે દીક્ષા લીધી એટલે તું એમ ન જો કે તેને બધાં સગવડતાના સાધન છૂટી ગયા. એમ જો કે તેઓ અનંત આનંદને વેદવા લાગ્યાં. સગવડતા ઉપર લક્ષ હતું એ તો દુઃખ હતું તેને છોડીને તીર્થંકરમુનિ અતીન્દ્રિય આનંદના ભોગવટામાં આવી ગયા છે. જેમ, તીર્થંકરમુનિ દીક્ષા કાળમાં સુખને પામે છે તેમ દરેક મુનિઓ દીક્ષાના કાળમાં અતીન્દ્રિય સુખને પ્રાપ્ત કરે છે. પેલા સગવડતા ઓછી હોય કે વધારે હોય તેની સાથે કાંઈ સંબંધ નથી. દીક્ષાકાળમાં જેવો આનંદ તીર્થંકરમુનિને હોય છે એવો જ આનંદ બધાં મુનિને હોય
છે.
લાકડા વેચનારો કઠિયારો પણ જ્યાં ભાવલિંગીમુનિ થાય છે ત્યાં તીર્થંકરમુનિ જેવી જ ચારિત્રદશાને પ્રાપ્ત કરે છે. આત્માને વળગીને જેટલી લીનતા કરે છે એટલો આનંદ તેને પણ આવે છે. સંયોગોની કિંમત ઊડી જાય છે. તીર્થંકર જન્મે એટલે દેવો આવે અને મેરૂપર્વત ઉપર અભિષેક માટે તેમને લઈ જાય, ખમ્મા....ખમ્મા કરે તે બધું અવધિજ્ઞાની બાળમહાત્મા પોતાના જ્ઞાનમાં જાણે છે પણ સુખ માનતાં નથી છતાં જેટલો રાગ તે તરફ