________________
પ્રવચન-૭૫)
[ ૧૦૭ છે. જુઓ ! કર્મને વૈરી કહ્યા નથી પણ જીવના વિકારી પરિણામ જ તેની નિર્મળ પરિણતિના | વૈરી છે. જ્ઞાનને અનુસરીને નિર્મળ શ્રદ્ધા–જ્ઞાનનું થયું તે આત્માની નિર્મળ વીતરાગી પર્યાય
છે. આ વીતરાગી પર્યાયમાં વીતરાપ્રભુ આત્મા અનુભવવામાં આવે છે. આ અનુભૂતિ તે જ સંવર અને નિર્જરા છે અને રાગ-દ્વેષ ભાવ થાય છે તે સંવર-નિર્જરાને રોકનારાં ભાવ છે. તેને જ આસવ અને બંધ કહેવાય છે. પોતાના વિકારી પરિણામ જ પોતાની નિર્મળ પરિણામને રોકે છે. બીજું કોઈ કર્મ કે પરદ્રવ્ય આત્માના નિર્મળ ભાવને રોકતું નથી.
અરાગીપર્યાયની વૈરી રાગ પર્યાય છે. આવા રાગ-દ્વેષ-કામ-ક્રોધાદિ શત્રુને નાશ કરવા માટે ઉપાય શું છે?—તો કહે છે રાગ-દ્વેષ તો એક સમયના પરિણામ છે તેના ઉપરથી લક્ષ હટાવી ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય ઉપર લક્ષ કરતાં જે નિર્મળ અનુભૂતિ થાય છે તે રાગ-દ્વેષનો નાશ કરે છે.
જેમ વાદળના અભાવથી આકાશમાં હજારો કિરણોથી પ્રકાશતો સૂર્ય દેખાય છે તેમ, રાગ-દ્વેષના વિકલ્પોનો અભાવ થવાથી જે નિર્મળ પરિણતિ પ્રગટ થાય છે તેમાં અનંતગુણના કિરણોથી પ્રકાશતો ચૈતન્યસૂર્ય શ્રદ્ધાય છે, જણાય છે, દેખાય છે, અનુભવાય છે.
શ્રોતા તો રાગ-દ્વેષ એ જ જીવનો દોષ છે ને !
પૂજ્ય ગુરુદેવશ્રી જીવ પોતાના પૂર્ણ સ્વરૂપ ઉપર નજર કરતો નથી અને વિકાર અને સંયોગ ઉપર નજર કરે છે તે જીવનો મિથ્યાત્વનો દોષ છે. ચૈતન્યના મહાન અસ્તિત્વને સ્વીકારતો નથી અને શુભ-અશુભ રાગ અને સંયોગોનું અસ્તિત્વ તે મારું અસ્તિત્વ છે એમ સ્વીકારે છે એ જ જીવનો ‘મિથ્યાત્વ' નામનો મહાદોષ છે.
મારી વસ્તુ પૂર્ણ જ્ઞાનાનંદ સ્વરૂપ છે એવો સ્વીકાર થતાં–દષ્ટિ પ્રગટ થતાં રાગ-દ્વેષ અને સંયોગબુદ્ધિ હતી તે છૂટી જાય છે-મિથ્યાત્વ ટળી જાય છે અને સમ્યફ જ્ઞાનના નિર્મળ પ્રકાશમાં ચૈતન્યસૂર્ય પ્રકાશે છે. નિર્મળ ચિત્ત એટલે જ્ઞાનની પર્યાયમાં ભગવાને આત્મા પ્રકાશિત થાય છે.
- અજ્ઞાન અંધકારમાં અનંત ગુણના કિરણથી શોભતો ભગવાન આત્મા દેખાતો નથી, એક તરફ પડ્યો રહે છે અને વર્તમાનમાં શુભ-અશુભભાવ છે તેનો જ સ્વીકાર થાય છે કે આ હું છું. એ જ મિથ્યાત્વ છે, મિથ્યાત્વ પણ વર્તમાન પર્યાયમાં છે. હવે આ વર્તમાન પર્યાયમાં અખંડ જ્ઞાનપિંડની સન્મુખ થઈને તેના શ્રદ્ધા-જ્ઞાન કરે તો એ પણ વર્તમાનમાં જ થાય છે. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા જણાવા લાગે છે, વર્તમાનમાં જ તેની પ્રતીતિ આવે છે.
ભાઈ ! આ તારી વર્તમાનની વાત છે. પુણ્ય-પાપના ભાવ કે જે વસ્તુના સ્વરૂપમાં નથી, અભૂતાર્થ છે તેને જ પોતાનું અસ્તિત્વ માનીને તું દુઃખને વેદી રહ્યો છો. હવે જો