________________
પ્રવચન-૯ |
| re
સ્વરૂપ શું છે ? પુણ્ય-પાપ વિકારી ભાવ છે, આસ્રવ બંધ દુઃખરૂપ છે, સંવર–નિર્જરા મોક્ષનું સ્વરૂપ શું છે ? તે બધાંની યથાર્થ શ્રદ્ધા થવી તે વ્યવહારશ્રદ્ધા છે એટલે કે વિકલ્પ વાળી શ્રદ્ધા છે. શાસ્ત્રજ્ઞાન—આગમજ્ઞાન છે તે વ્યવહારજ્ઞાન છે—વિકલ્પવાળુ જ્ઞાન છે અને પાંચ ઇન્દ્રિયના દમનરૂપ સંયમ, છકાય જીવની રક્ષાનો ભાવ આદિ વ્યવહારચારિત્ર છે, આ વ્યવહારરત્નત્રયને ભેદરત્નત્રય કહો, નિમિત્તરૂપ રત્નત્રય કહો કે ઉપચારત્નત્રય કહો બધું એક જ છે. ધર્મીને આ ભેદાભેદરત્નત્રય–નિશ્ચય-વ્યવહારરત્નત્રયની ભાવના પ્રિય હોય છે.
નિશ્ચયરત્નત્રયનું ફળ મોક્ષ છે અને વ્યવહારરત્નત્રયનું ફળ પુણ્ય છે પણ તે નિશ્ચયરત્નત્રયની સાથે જ હોવાથી આરોપ આપીને તેને પણ મોક્ષફળ દેનાર કહેવાય છે. ખરેખર તો એ પુણ્યબંધનું જ કારણ છે પણ વ્યવહારનયથી તેને મોક્ષનું કારણ કહેવાય છે. નિશ્ચયરત્નત્રય જ સાચાં રત્નત્રય છે. વ્યવહારરત્નત્રય તો આરોપિત છે, મોક્ષનું કારણ નથી. પણ વ્યવહારથીઉપચારથી તેને પણ રત્નત્રય કહેવાય છે. તેથી વ્યવહારથી બે મોક્ષમાર્ગ કહ્યાં છે, પણ વાસ્તવિક તો નિશ્ચયરત્નત્રય જ એક મોક્ષમાર્ગ છે.
જેમ સિંહનું ચિત્ર દોર્યું હોય તે કાંઈ ખરેખર સિંહ નથી પણ ઉપચારથી તેને સિંહ કહેવાય છે. ખરેખર તો એ ખોટો સિંહ છે. તેમ વ્યવહારથી ભેદરત્નત્રયને મોક્ષનું સાધન કહેવાય છે.
વ્યવહારરત્નત્રયનો વિષય પર છે અને તે રાગ છે અને નિશ્ચયરત્નત્રયનો વિષય સ્વ આત્મા છે અને તે નિર્વિકાર છે. માટે નિશ્ચય અપેક્ષાએ વ્યવહારને ખોટો કહેવાય છે. વ્યવહાર અપેક્ષાએ તે નથી. એમ નથી. અસત્યાર્થનય—જૂદીનય–વ્યવહારનયથી તેને સાધન કહ્યું છે અને અભેદરત્નત્રયને સાધ્ય કહ્યું છે.
અરે ! વિસામાનું સ્થાન આ જીવે કદી જોયું નહિ, જાણ્યું નહિ, અનુભવવાનો પ્રયત્ન પણ ન કર્યો. જ્યાં શાંતિનું મહાધામ છે અને તેમાં વિશ્રામ લેનારાને મહાશાંતિ મળે તે એવું સ્થાન શું છે તે જોવા જાણવાની કદી પ્રીતિ ન કરી. અનંતકાળમાં ક્યારેય આ રુચિ કરી નહીં.
હવે, ૧૨મી ગાથામાં ગુરુ શિષ્યને કહે છે કે તું ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ જાણી બહિરાત્મપણું છોડ અને સ્વસંવેદનશાન પ્રગટ કરી પરમાત્માનું ધ્યાન કર !
હે પ્રભાકર ભટ્ટ! તું આત્માને ત્રણ પ્રકારે જાણી બહિરાત્મસ્વરૂપ ભાવને શીઘ્ર છોડ ! પુણ્ય-પાપ ભાવને પોતાના માનવા તે બહિરાત્મબુદ્ધિ—મૂઢબુદ્ધિ મિથ્યાબુદ્ધિ છે, તેને તું શીઘ્ર છોડ. શરીર, વાણી, મન, સ્ત્રી, પુત્ર, પરિવાર આદિ તો પરદ્રવ્ય છે. એ તો તને ખબર છે ને ! મરી જઈશ ત્યારે કોઈ સાથે આવવાનું નથી છતાં શરીર, પુત્રાદિ પાછળ જીવન શું કામ વીતાવી દે છે ? તારે મોટે ગામ જવાનું છે એ તો નક્કી જ છે અને આ