________________
૪૪ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો આવા સંસારથી ભયભીત અને નિજરસના પ્રેમી શ્રોતા ભગવાનને પ્રશ્ન કરતાં હતાં કે પ્રભુ ! અમારો નિજસ્વરૂપ ભગવાન આત્મા કેવો છે? એમ વિશેષ સ્પષ્ટતાથી સમજવા માટે અને પુરુષાર્થની ઉગ્રતા કરવા માટે પાત્ર શ્રોતા ભગવાન અથવા મુનિઓ, સંતોને પ્રશ્ન કરતાં હતાં. પોતાના આત્માની વિશેષ વિશેષ મહિમા લાવીને તેમાં સ્થિર થવા માટે શ્રોતા પ્રશ્ન પૂછતાં હતાં.
આભના થોભ જેવા ઇન્દ્ર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ આદિ મહાપુરુષો પણ આ આકુળતારૂપ સંસારથી ભયભીત થઈને હજારો રાણીઓ સહિત સમોસરણમાં આવીને ભગવાનને પ્રશ્ન કરતાં હતા.
અહીં આચાર્યદેવ કહે છે કે આવા નિજ અતીન્દ્રિયરસના પિપાસુ ભવ્યજીવોએ પ્રશ્ન કર્યો ત્યારે ભગવાનને તેમને ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ કહ્યું તે હું તમને જિનવાણી અનુસાર અહીં કહીશ.
જેમ વીશ વર્ષનો એકનો એક જુવાન દીકરો મરી ગયો હોય અને ઘરનાં માણસોનાં મોઢા કેવા લોહિયાળા થઈ ગયા હોય એટલે કે શોક ભર્યા હોય તેમ અહીં કહે છે કે શુભાશુભ વિકા૨ીભાવની આકુળતાના દુઃખથી જેને વૈરાગ્ય થયો છે એવા પાત્ર શ્રોતા વૈરાગ્યભર્યા ભાવે પ્રભુને પ્રશ્ન કરે છે ત્યારે પ્રભુ જે ઉત્તર આપે છે તે જ હું તમને કહીશ.
સારાંશ એ છે કે ત્રણ પ્રકારના આત્માના સ્વરૂપમાંથી જે શુદ્ધાત્મસ્વરૂપ નિજ પરમાત્મા તે જ ગ્રહણ કરવા યોગ્ય છે. મોક્ષનું મૂળ કારણ રત્નત્રય કહ્યું છે તે નિશ્ચય અને વ્યવહાર એમ બે પ્રકારનું છે. તેમાં નિજ સ્વરૂપનું શ્રદ્ધાન, નિજ જ્ઞાનાનંદસ્વરૂપનું જ્ઞાન અને નિજસ્વરૂપનું આચરણ એટલે શાંતરસના પિંડમાં રમણતા કરવી તે ચારિત્ર—આ ત્રણેય અભેદ રત્નત્રય છે. તે જ નિશ્ચયરત્નત્રય છે અને દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા, નવ તત્ત્વોની શ્રદ્ધા, આગમનું જ્ઞાન તથા સંયમભાવ એ ભેદરત્નત્રય છે, તે જ વ્યવહારરત્નત્રય છે.
જેમ ચેક વટાવતાં નાણાં મળે છે તેમ અહીં કહે છે કે સાચા રત્નત્રયને વટાવતાં મોક્ષ મળે છે એટલે કે સાચાં રત્નત્રય–અભેદ–નિશ્ચયરત્નત્રયની કિંમત ભરતાં મુક્તિરૂપી મણિ પ્રાપ્ત થાય છે.
આ અભેદરત્નત્રયનિશ્ચયરત્નત્રયની સાથે દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા, સાત તત્ત્વની શ્રદ્ધા આદિના વિકલ્પ હોય છે તે વ્યવહા૨૨ત્નત્રય અથવા ભેદરત્નત્રય છે. પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત થયેલાં સર્વજ્ઞદેવો, પૂર્ણ સ્વરૂપને સાધનારા સંતો અને પૂર્ણ સ્વરૂપ બતાવનારાં શાસ્ત્રો, અહિંસાધર્મ, નવ તત્ત્વ આદિ પ્રત્યેની શ્રદ્ધાનો વિકલ્પ છે તે વ્યવહારરત્નત્રય છે, ભેદવાળી શ્રદ્ધા છે.
વિશ્વમાં છ દ્રવ્યો છે. જીવો અનંત છે, તેનું સ્વરૂપ શું છે ? અજીવ કેટલાં છે? તેનું