SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ] [ પરમાત્મપ્રકાશ પ્રવચનો કોઈ સંયોગો એક ક્ષણ માટે પણ તારી સાથે આવવાના નથી એ પણ નક્કી જ છે છતાં આટલી મમતા શા માટે કરો છો? શિષ્ય ઃ—આ ભવમાં તો બધું કામ લાગે ને ! પૂજ્ય ગુરુદેવ : :—હા. એ બધું દુઃખમાં નિમિત્ત થવામાં કામ આવે છે. એક સમયમાત્ર પણ સુખમાં એ નિમિત્ત નથી. તો પછી આત્માને ખોઈને સંયોગોને સારા રાખવાના ભાવથી તને શું લાભ છે ! ‘ક્યાંનો તું અને ક્યાંનું આ પીંજર ?' આ શરીર—માટીનું પીંજર કાંઈ તારું સંભાળ્યું સારું રહેવાનું નથી અને સાથે પણ આવવાનું નથી. છતાં આટલી મમતા શા માટે? એ મમતા છોડયે છૂટકો થાય તેવું છે. આ બહિરાત્માની વ્યાખ્યા ચાલે છે. બહિર જેટલી વસ્તુ છે તે પોતાની રાખી રહેતી નથી, તેમાંથી શાંતિ મળતી નથી છતાં તેને પોતાની માની આત્માની શાંતિનો અનાદર-ખૂન કરીને પણ આ શરીરાદિને રાખવા માગે છે, પણ એ ત્રણકાળમાં કદી જીવના થતાં નથી છતાં પોતાના માને છે તે મૂઢ બહિરાત્મા છે. /પરજીવો મને સારો કહે તો મને સારું—એમ માનનારે પરથી પોતાને લાભ માન્યો છે એ પણ મૂઢબુદ્ધિ છે. તેણે પરને જ પોતાનું માન્યું છે. પ્રતિકૂળ સંયોગને દૂર કરું અને અનુકૂળ સંયોગ મેળવું એમ જે પર ઉપર પોતાનો અધિકાર માને છે તેણે પણ પરને પોતાના માન્યા છે એ એની મૂઢબુદ્ધિ છે. હું તો જ્ઞાનસ્વરૂપ છું એમ જેણે જ્ઞાનનું જ્ઞાન કર્યું, સ્વસંવેદન પ્રગટ કર્યું તે પરનો જાણનાર રહે છે. ફેરફાર કરવાનું મારું કાર્ય જ નથી. જાણવું એ જ મારું કાર્ય છે. એમ સ્વસંવેદનથી નિજ આત્માને નહિ જાણનાર મૂઢ બહિરાત્મા પરદ્રવ્યને જ પોતાનું માની તેનાથી જ પોતાના હિત-અહિતની કલ્પના કરે છે. શરીરના નામની પ્રસિદ્ધિ તે મારી પ્રસિદ્ધિ છે અને શરીરના નામની નિંદા થાય તે મારી જ નિંદા છે. શરીરની અનુકૂળતા-પ્રતિકૂળતા તે જ મારી અનુકૂળતા પ્રતિકૂળતા છે. આવી બિદ્ધ તે અજ્ઞાનનો ઉકરડો છે તેને કાઢવા માટે આ વાત ચાલે છે. આમ તો આ જીવ ૧૧ અંગ ૯ પૂર્વ ભણી ગયો છે. મને બધું આવડે છે, બધું સમજું છું એમ માને છે પણ બહિરાત્મબુદ્ધિ છોડતો નથી. શાસ્ત્રનો ભાવ પકડતો નથી તેથી અન્નાન ક્યાંથી જાય ! કોઈ કહે છે, અહીં તો શાસ્ત્રનો નવા બહાર પાડવા માંડ્યાં. અરે ભાઈ ! નવા શાસ્ત્ર નથી, શાસ્ત્રનો વિસ્તાર બહાર પડે છે. શાસ્ત્ર કોણ બનાવે ને કોણ બહાર પાડે ! એના પરમાણુમાંથી જે વિસ્તાર આવવાનો હોય તે આવે છે. વાણીને કોણ કરે ? કોણ કાઢે અને કોણ બોલે ? વાણીનો કર્તા આત્મા નથી. ભગવાન પાસે તો એકલું જ્ઞાન છે. પરદ્રવ્ય,
SR No.007174
Book TitleParmatma Prakash Pravachan Part 01
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2002
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy