________________
૨૦૦ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો જોઈએ. રાગી દ્વેષી જીવોને જાણતાં ભગવાનને પણ રાગદ્વેષ થઈ જાય પણ એમ બનતું નથી કેમ કે ભગવાન તેને તન્મય થઈને જાણતાં નથી.
ખરેખર તો નરકમાં નારકીને પણ જે દુઃખ છે તે સંયોગનું નથી કેમ કે તે સંયોગ સાથે આત્મા તન્મય નથી. તેને તો પોતે પોતાના આનંદકંદ સ્વભાવને ભૂલીને, સંયોગોને પ્રતિકૂળ કલ્પીને દ્વેષ કરે છે તે દ્વેષનું દુઃખ છે. તેણે પોતાની દશામાં આ મને થઈ ગયું.... આ મને થઈ ગયું એવી જે કલ્પના ઊભી કરી છે તે કલ્પનાનું દુઃખ વર્તમાનમાં તેને છે. પણ ભગવાનના સ્વ-પપ્રકાશક જ્ઞાનમાં તેનું દુ:ખ જણાતું હોવા છતાં દુઃખ થતું નથી કેમ ભગવાન તેમાં તન્મય નથી.
ન્યાય સમજાય છે આમાં ! નાના છોકરાઓને પણ સમજાય તેવી વાત છે હો ! એણે અનાદિથી પોતાના સામર્થ્યને પ્રતીતમાં લીધું નથી. અરે બાપુ ! હવે તો જૂઠી કલ્પના છોડી દે ! તારી કલ્પનામાં કાંઈ તથ્ય નથી. હા, તથ્ય છે જૂઠાપણાનું.
શું કહેવા માગે છે આ ગાથામાં ! કે જીવનો સ્વ-પપ્રકાશક સ્વભાવ તો છે, અને ભગવાનને એ પૂર્ણપણે પ્રગટ થયો છે પણ તે જ્ઞાન પરને જાણતાં પરમાં તન્મય થતું નથી. જો તન્મય થયું હોય તો તો પરના દુઃખ અને અજ્ઞાનનું વેદન આવે ને ! બીજાનાં સુખદુઃખ અને રાગદ્વેષનું જ્ઞાન થતાં પોતાને સુખ–દુઃખ આદિ થવા લાગે ને! પણ એમ બનતું નથી, કેમ કે જ્ઞાન તે પપદાર્થમાં તન્મય નથી પણ જ્ઞાન તો પોતામાં તન્મય છે.
જુઓ ! ખૂબી શું છે કે, બીજાં પ્રાણી રાગદ્વેષ કરે છે તેનું જ્ઞાન તો કેવળજ્ઞાનમાં છે પણ એ જ્ઞાનમાં રાગ-દ્વેષ આવી જતાં નથી કેમ કે જ્ઞાન તો પોતાના સ્વ–પપ્રકાશક સ્વભાવના સામર્થ્યથી થયેલું જ્ઞાન છે, જ્ઞાન કાંઈ રાગ-દ્વેષનું નથી. જેમ ભોગીઓ ભોગમાં સુખની કલ્પના કરે છે ને ! તો એ કલ્પનાનું જ્ઞાન તો ભગવાનને થાય છે. પણ જ્ઞાન તો પોતાના સામર્થ્યમાંથી આવેલું છે, કલ્પનામાંથી આવેલું નથી. તેથી અજ્ઞાનીની કલ્પનાને જાણતાં ભગવાનને સુખ થતું નથી તેમ જ કલ્પનાનું દુઃખ પણ જ્ઞાનમાં આવતું નથી, રાગદ્વેષ પણ જ્ઞાનમાં આવતાં નથી. માત્ર તે સંબંધીનું પોતાનું જ્ઞાન થાય છે. આમ, જ્ઞાનમાં તો સ્વ-પ્રપ્રકાશના સામર્થ્યવાળું પોતાનું જ્ઞાન આવ્યું છે, કોઈ પરપદાર્થ કે રાગ-દ્વેષાદિ જ્ઞાનમાં કદી આવતાં નથી.
ભગવાન આત્માની પોતાની હયાતી વિના ‘આ છે' એમ કોણે જાણ્યું ! આત્માનું જ્ઞાન જ સર્વની હયાતીને જાણે છે. એવું જ્ઞાનનું સ્વ-પરને જાણવાવાળું સામર્થ્ય છે માટે જાણે છે. પર છે માટે જ્ઞાન તેને જાણે છે એમ નથી. તેમ જ પરને જાણતાં જ્ઞાન તેમાં એકમેક પણ થતું નથી. પોતે પોતામાં રહીને પોતાના સામર્થ્યથી પરને જાણે છે. આત્માની દશાની મર્યાદા પોતામાં છે અને પરની મર્યાદા પરમાં છે. કોઈ પણ દ્રવ્ય પોતાની મર્યાદા છોડીને બહાર આવતાં જ નથી. માટે ભગવાનને આટલું બધું–ત્રણકાળ ને ત્રણલોકનું જ્ઞાન