________________
પ્રવચન-૩૪ ]
| ૨૦૧
થતાં તેમાંથી કાંઈ જ્ઞાનમાં આવી જતું હશે ! એવી કલ્પના કરીશ નહિ. કેવળજ્ઞાનીનું જ્ઞાન ત્રણકાળ ત્રણલોકને તેનાથી પૃથક્ રહીને જાણે છે.
અહીં જે જ્ઞાનથી આત્માને સર્વવ્યાપક કહ્યો તે જ્ઞાન ઉપાદેય અતીન્દ્રિયસુખથી અભિન્ન છે. એ જ સુખરૂપ છે. જ્ઞાન અને આનંદમાં ભેદ નથી. જ્ઞાન પ૨ને જાણતાં છતાં પરમાં તન્મય નથી પણ પોતાને જાણતાં પોતામાં તો તન્મય છે. પોતાના આનંદને જાણતું જ્ઞાન આનંદથી તન્મય છે, જુદું નથી.
તન્મય એટલે ‘તે–મય'. એક સમયમાં ભગવાનને જ્ઞાન પણ પૂરું છે અને આનંદ પણ પૂરો છે અને બંને તન્મય છે, જુદાં નથી. જ્ઞાન અને આનંદ એક સમય માત્ર પણ ભિન્ન ન હોઈ શકે. ત્રણકાળ ત્રણલોકમાં તો દુઃખ પણ ઘણું છે પણ તેને જાણતું જ્ઞાન તેમાં તન્મય થતું નથી. જ્ઞાન તો પોતાના આનંદમાં તન્મય રહે તેવી તેની શક્તિ છે. પ૨ને જાણતાં જ્ઞાન તેમાં તન્મય નથી માટે જ તો પરના જ્ઞાનને ઉપચાર કહ્યું છે એ વાત અહીં સિદ્ધ કરી છે. આમ, પરથી ભિન્ન અને પોતાના આનંદથી અભિન્ન એવું જ્ઞાન જ ઉપાદેય છે એવો અભિપ્રાય જાણવો.
૫૦મી ગાથામાં શિષ્યના ચાર પ્રશ્નો હતાં તેના ઉત્તરરૂપે પહેલાં પ્રશ્નનો આ જવાબ આવ્યો કે જ્ઞાનની અપેક્ષાએ આત્માને સર્વગત કહી શકાય પણ ક્ષેત્રથી આત્મા સર્વગત નથી.
આ તો ભગવાનના પૂર્ણ જ્ઞાનની વાત કરી પણ વર્તમાન વર્તતું આ જ્ઞાન પણ શરીર, મન, વાણી અને રાગાદિને તેનાથી ભિન્ન રહીને જાણે છે. જ્ઞાન શરીરાદિમાં ભળી જતું નથી. કેમ કે શરીર જે અજીવતત્ત્વ અને રાગ કે જે આસ્રવતત્ત્વ છે તેને ભિન્ન રાખીને જ્ઞાન જ્ઞાનમાં રહીને તેને જાણે એવો જ્ઞાનનો સ્વભાવ છે. તેમાં તન્મય થવાનો જ્ઞાનનો સ્વભાવ જ નથી પણ અજ્ઞાનીએ ભ્રમથી આ રાગ મારો, આ શરીર મારું, શરીરની ક્રિયા મારાથી થાય છે એમ માની લીધું છે પણ વસ્તુનું સ્વરૂપ એવું નથી.
ભગવાન આત્મા જ્ઞાનાનંદ પ્રકાશનો પુંજ છે એવા આત્માને માન્યો ક્યારે કહેવાય કે, મારો આત્મા સ્વ અને પ૨ને જાણવાના સામર્થ્યવાળો છે અને વર્તમાનદશામાં પણ તે સ્વ અને પરને જાણે છે, રાગ દ્વેષ કે શરીર સાથે તન્મય થતો નથી. જ્યારે જે સમયે જેવો રાગ દ્વેષ હોય તે સમયે તેને જ્ઞાન જાણે પણ તન્મય ન થાય. જો તન્મય થાય તો તો રાગ અને જ્ઞાન એક થઈ જાય. શરીરને જાણતાં જ્ઞાન પણ જડ થઈ જાય. પણ એમ બનતું જ નથી કેમ કે જ્ઞાન તન્મય થતું નથી તેથી જ્ઞાનથી રાગ-આસ્રવ અને અજીવતત્ત્વ સદા ભિન્ન જ રહે છે.
કાલે છોકરાઓ પ્રશ્ન કરતાં હતા કે આ આત્મા શું વસ્તુ હશે ?—તેને કીધું આત્મા જાણનાર છે—જ્ઞાનમૂર્તિ છે. જાણે છે તે જ વસ્તુ છે. હવે એ જાણવું કેટલા ક્ષેત્રમાં છે,