________________
પ્રવચન-૩૪ 2 -
[ ૧૯૯ ભગવાન ચૈતન્યવસ્તુ વર્તમાનમાં જ સ્વ–પરને જાણવાના સામર્થ્યવાળુ સત્ત્વ છે—તત્ત્વ છે. તેથી જે કાળે રાગ, વિકલ્પ આવે છે તે સમયે જ તેને જાણવાનો સ્વભાવ પણ છે. પરંતુ આ રાગાદિ વિકલ્પથી જુદો હું માત્ર જાણનાર છું. રાગથી તો હું જુદો પણ પરમાં સુખ છે એવી માન્યતાથી પણ જુદો છું, મારામાં જ મારો આનંદ છે, મારામાં જ મારી શાંતિ છે, મારામાં જ મારું સ્વ અને પરને જાણનારું જ્ઞાન છે એવી માન્યતા અનંતકાળમાં એણે કોઈ'દી કરી નથી. કારણ કે આત્મા જેવો છે તેવો તેણે કદિ જાણ્યો જ નથી.
આત્મા જેવો છે એવો માનતો નથી એ વખતે પણ અંતરસ્વરૂપે તો આત્મા અતીન્દ્રિયજ્ઞાન અને આનંદમય જ છે. પોતે અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનનો પિંડ છે એમ જો માને તો તો પરમાં સુખ છે કે પરના લક્ષે જે વિકલ્પ ઉઠે છે તે મારામાં છે. એવી બુદ્ધિ એને રહે નહિ. એ તો એમ જાણે કે આ જે પર સંબંધીનું જ્ઞાન થઈ રહ્યું છે તે જ્ઞાન તો મારું છે. મારામાં મારું જ્ઞાન છે અને મારું સુખ પણ મારામાં છે.
અનંતકાળમાં એક સેકંડ પણ આ જીવે પોતાને જેવા સ્વરૂપે છે એવા સ્વરૂપે માન્યો નથી. એણે તો જે પર જણાય છે તે મારાં છે અને જેમાં પોતાની વૃત્તિ રોકાય છે તે મને ઠીક છે એમ માની લીધું છે. સ્ત્રીને જાણતાં, જાણે સ્ત્રી મને ઠીક છે, લાડવા, મોસંબીને જાણતાં. તે મને ઠીક પડે છે, શરીરાદિને જાણતાં તે મારા છે અને મને અનુકૂળ છે એવી જે કલ્પના ઊભી કરે છે તે મિથ્યાત્વ છે.
ભગવાન સર્વજ્ઞદેવ પણ પોતાના જ્ઞાનપ્રકાશમાં પરને જાણે છે પણ પરમાં તન્મય થઈને ન જાણે પણ પરસંબંધીના પોતાના જ્ઞાનને તન્મય થઈને જાણે છે શું કીધું એ સમજાણું? —કેવળી ભગવાન પોતાને તન્મય થઈને જાણે છે; અને પરને તન્મય થઈ ને જાણતા નથી એ તો બરાબર પણ પર સંબંધીના પોતાના જ્ઞાનને તો ભગવાન તન્મય થઈ ને જાણે છે. માત્ર પરમાં તન્મય નથી એ અપેક્ષાએ પરને જાણવું જ પોતામાં નથી એમ નથી.
વળી, જે રીતે નિજને તન્મય થઈને નિશ્ચયથી જાણે છે તેવી જ રીતે જો, પરને પણ તન્મય થઈને જાણે તો પરના સુખ, દુઃખ, રાગ-દ્વેષ આદિનું જ્ઞાન થતાં પોતે પણ સુખી, દુઃખી અને રાગીણી થાય આ મોટું દૂષણ આવે છે. અહીં તો કેવળજ્ઞાનીનું દષ્ટાંત આપીને આત્માના સ્વભાવને સમજાવવો છે હો ! આગળ કહેશે કે, અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનમય સ્વભાવ જ આદરણીય છે. - કેવળી અર્થાત્ અરિહંત પરમાત્મા કોને કહેવાય?-કે જેને, હું સર્વજ્ઞસ્વભાવી ત્રિકાળ સ્વ–પર પ્રકાશક તત્ત્વ છું એવો અંતરમાં અનુભવ કરવાથી વર્તમાન દશામાં પૂર્ણ સ્વ-પપ્રકાશક જ્ઞાન જેને પ્રગટ થયું છે, તે ભગવાન અરિહંત પરમાત્મા છે. તેમના જ્ઞાનમાં આખું લોકાલોક તન્મય થયા વગર જણાય છે. જો તન્મય થતું હોય તો તો નારકી આદિ દુઃખી જીવોને જાણતાં ભગવાનને પણ દુઃખ થાય. સુખી જીવોને જાણતાં તેમને પણ તેનું વેદન થવું