________________
રાગના કર્તાપણાનું વ્યસન થઈ ગયું છે ?
ત્યાં જ્ઞાતાપણું કેમ ભાસે?
(સળંગ પ્રવચન નં. ૭૬) આજે કુંદકુંદાચાર્યના આચાર્યપદ-આરોહણનો દિવસ છે. માગશર વદ આઠમના દિવસે આચાર્યપદ પ્રાપ્ત થયું હતું. તે વખતે કુંદકુંદાચાર્ય મહારાજ જૈનશાસનના મોટા સૂર્ય હતા. આચાર્યપદની પોતાની લાયકાત હતી. તે કાંઈ કોઈના દેવાથી મળતું નથી.
સવારમાં કુંદકુંદાચાર્યનો એક શબ્દ “સવ સિદ્ધ' યાદ આવ્યો હતો. આચાર્ય કહે છે કે હું સર્વ સિદ્ધને મારા જ્ઞાનમાં સ્થાપું છું અને શ્રોતાઓની પર્યાયમાં પણ અનંત સિદ્ધને સ્થાપું છું. આમ કહીને એ સિદ્ધ કરવું છે કે જેણે જ્ઞાનની પર્યાયમાં “સર્વજ્ઞપદ' ને સ્થાપ્યું તે તો જાણનાર-દેખનાર જ રહેશે. જેના જ્ઞાનમાં સર્વજ્ઞ બેઠા તેને પરના કામ કે રાગના કામ સોંપાય નહિ. એક સર્વજ્ઞને સ્વીકારો તેમાં અનંત સર્વજ્ઞનો સ્વીકાર આવી જાય છે કેમકે એક સર્વજ્ઞ પર્યાયમાં અનંત સર્વજ્ઞ જણાય છે. એક સમયમાં અનંત સિદ્ધો અને લોકાલોકને જાણે છે એવી એક સર્વજ્ઞપર્યાયને જેણે પોતાના જ્ઞાનની વર્તમાન પ્રગટ અલ્પજ્ઞપર્યાયમાં સ્થાપી. તેનું લક્ષ જ્ઞાયક ઉપર જ જાય છે અને તે જ્ઞાતા-દેષ્ટા થઈ જાય છે. માટે આચાર્યદવ કહે છે કે તું જ્ઞાતા-દેષ્ટા થા તે માટે અમે તને સમયસાર કહેશું, સમયસારમાં અમે જ્ઞાયકભાવપણું–જ્ઞાતા-દષ્ટાપણું જ સમજાવશું.
જે જીવ સ્વના લશે જાણનાર થયો તે પરને પણ જાણવાનું જ કામ કરે છે. એ જાણવાના કાર્યમાં પાંચેય સમવાય સાથે આવી જાય છે. ૧. સ્વભાવ, ૨. પુરુષાર્થ, ૩. ભવિતવ્ય, ૪. નિયતકાળ, ૫. નિમિત્ત. એ પાંચેય ભાવને પુરુષાર્થીના કાર્યમાં ભગવાને એક સાથે જોયા છે. સર્વજ્ઞની પર્યાય જેના જ્ઞાનમાં બેઠી છે તેને એક જ સમયમાં શાન સ્વભાવ છે, જ્ઞાતાપણાનો પુરુષાર્થ થઈ રહ્યો છે, તે જ કાળે એવી યોગ્યતાવાળો. દર્શનમોહ અને ચારિત્રમોહના ઉદયનો અભાવ છે, અને તે જ કાળે પ્રગટ થનારી પર્યાય પ્રગટે છે અને એ જ પ્રકારનો ભાવ છે.
આથી સવારે વિચારમાં એમ લાગ્યું કે અનિયત માનનારા સર્વશને માનતાં જ નથી, અલ્પજ્ઞ જ માને છે. જીવનો સર્વજ્ઞસ્વભાવ અને તે પ્રકારની સર્વજ્ઞદશાને તે માનતા નથી.
ઘણાં વર્ષ પહેલાં ૭૬ની સાલમાં એક વાત થઈ હતી કે જેમ, જંબૂઢીપમાં એક જંબુ નામનું વૃક્ષ શાશ્વત છે તેના ઉપરથી આ જંબૂદીપ કહેવાય છે. તે વૃક્ષમાં આણાઢિયસ નામના દેવ વસે છે તેમ બહુશ્રુત એટલે જ્ઞાનની પર્યાયમાં સર્વશ વસે છે. તે દિવસે તો એમ કહ્યું હતું કે “જ્ઞાનીના જ્ઞાનમાં તીર્થકર વસે છે' એવો આ કોઈ અલૌકિક માર્ગ છે. આચાર્યદેવ