________________
૧૧૪ )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો કહે છે કે સાંભળનાર અને કહેનારના જ્ઞાનમાં અમે સર્વજ્ઞને સ્થાપીએ છીએ. અમારા જ્ઞાનમાં સર્વજ્ઞને સ્થાપીએ છીએ. અમારા જ્ઞાનમાં સર્વજ્ઞ બિરાજે છે તેથી સર્વજ્ઞના જ્ઞાન અને આજ્ઞા અનુસાર જ બધી વાત નીકળશે. સર્વશે જેવી જાણી, માની અને અનુભવી છે એવી જ વાણી નીકળશે. કેમકે અમારા જ્ઞાનમાં સર્વજ્ઞ બેઠા છે.
કુંદકુંદાચાર્ય મહારાજ તો ગજબ વાત કરે છે કે અરે આત્મા ! અનંત સર્વજ્ઞને અમે પર્યાયમાં સ્થાપ્યા છે, હવે રાગનો કે નિમિત્તનો આદર ન હોઈ શકે. રાગ થાય તેનું જ્ઞાન
હોય પણ આદર ન હોય. અહા ! જુઓ તો ખરા ! ચારે બાજુથી એક જ વાત સિદ્ધ થઈ 0 જાય છે. રાગ જાણેલો પ્રયોજનવાન છે પણ આદર ન હોય.
અમે તો સર્વજ્ઞને અમારી દશામાં સ્થાપ્યા છે. સર્વજ્ઞ જેમ કોઈ પરદ્રવ્યને કે વિકલ્પને કરતાં નથી તેમ અમે પણ પરના કે વિકલ્પના કર્તા નથી. તો તમે કર્તા નથી તો શું છો? અમે તેના જ્ઞાતા છીએ હો ! અમારા જ્ઞાનમાં સર્વજ્ઞ સ્થપાયેલા છે તેથી રાગનું કર્તૃત્વ, સંયોગનું મેળવવું, સંયોગને દૂર કરવું એ કોઈ કાર્ય અમારામાં નથી. સર્વજ્ઞના જ્ઞાનમાં બધું વ્યવસ્થિત છે. કાંઈ કરવા-ફેરવવાનું તેમાં નથી.
કુંદકુંદાચાર્યે સમયસારના માંગલિકમાં જ સર્વજ્ઞને સ્થાપીને ગજબ કામ કર્યું છે. આ કાળે કુંદકુંદાચાર્યે તીર્થકરતુલ્ય કામ કર્યા છે. શુદ્ધાત્માની પૂર્ણ શુદ્ધદશા તે સાધ્ય છે. પૂર્ણ સર્વજ્ઞપણું સાધ્ય કરવું છે. અલ્પજ્ઞતામાં કે રાગમાં રહેવું નથી.
આચાર્યદેવ શ્રોતાને કહે છે કે તમારામાં પણ અમે સિદ્ધને સ્થાપ્યા છે માટે તમારે પણ રાગના કર્તા નહિ થવાય. સર્વજ્ઞ જેમ રાગને જાણે છે તેમ તમારે પણ જાણનાર રહેવું પડશે. એક વિકલ્પમાત્રના પણ કર્તા તમે નહિ થાઓ ત્યારે તમે સર્વજ્ઞને હૃદયમાં સ્થાપ્યા કહેવાશે.
જેણે જ્ઞાનની પર્યાયમાં સર્વજ્ઞને સ્થાપ્યા તેને અનિયત એવું કાંઈ છે જ નહિ. જેમ થાય છે–તેમ થાય છે, રાગ પણ થાય છે, કર્મ પણ થાય છે. નિમિત્ત પણ હોય છે. એ બધી વ્યવસ્થા જેમ થાય તેમ તેનો જાણનાર રહેજે કારણ કે આખો આત્મા જ્ઞાયકસ્વરૂપ છે એ અમારે સિદ્ધ કરવું છે. ગુરુ શિષ્યને કહે છે કે જ્ઞાયકપણું સિદ્ધ થતાં પર્યાયમાં અજ્ઞાતા-દેખાપણું જ આવે છે, બીજું કાંઈ આવતું નથી.
ભગવાને જેમ કેવળજ્ઞાનમાં બીજા જીવના સમ્યગ્દર્શન-જ્ઞાનાદિ કાળમાં પાંચેય સમવાય એક સાથે જોયા છે તેમ જ્ઞાની પણ સ્વભાવ, પુરુષાર્થ, ભવિતવ્ય, કાળલબ્ધિ અને નિમિત્ત આ પાંચેય સમવાયને સાથે જુએ ત્યારે તેણે પોતાના જ્ઞાનમાં સર્વજ્ઞને સ્થાપ્યા કહેવાય. જેમ સર્વજ્ઞને કોઈમાં કાંઈ ફેરફાર કરવો નથી તેમ જેણે સર્વશને પોતાના જ્ઞાનમાં સ્થાપ્યાં તે પણ જ્ઞાતા થઈ ગયો તેને પણ કાંઈ ફેરફાર કરવાનો ભાવ નથી. જે થાય તેને જાણે છે તેમાં પાંચેય સમવાય પણ આવી જાય છે.