________________
૪૪૨ ]
હોય પણ તે કાંઈ મૂળ શ્રદ્ધા નથી, મૂળ જ્ઞાન નથી કે મૂળ સ્થિરતા નથી.
સચિદાનંદ પ્રભુ આત્માને ધ્યાનનું ધ્યેય બનાવીને, જ્ઞાનમાં જ્ઞાનનું વેદન થવું, જ્ઞાન પ્રત્યક્ષપણે પોતાને વેદે એવો અંશ ચોથા ગુણસ્થાનથી જ પ્રગટ થઈ જાય છે. પરદ્રવ્ય કે તેના ધ્યેય વિના સ્વના ધ્યેયપૂર્વક સ્વનું ધ્યાન તે ધર્મધ્યાન છે. બાકી અશુભથી બચવા અને ચિત્તને સ્થિર કરવા પંચપરમેષ્ઠીનું ધ્યાન, ભક્તિ, વિચાર આદિ બધું હોય પણ તે વ્યવહાર છે, ધર્મ નથી.
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
છદ્મસ્થદશામાં ચોથા ગુણસ્થાનથી સ્વસંવેદન જ્ઞાન શરૂ થઈને તેમાં સ્થિરતાના પ્રકારો વધતાં જાય છે તો બારમા ગુણસ્થાન સુધીમાં સ્થિરતા વધી જાય છે અને વ્યાપ્તિજ્ઞાનથી પરને પણ જાણે છે પણ એ પ્રત્યક્ષજ્ઞાન નથી. છદ્મસ્થ પરોક્ષજ્ઞાનથી સ્વ-પરને જાણે છે.
આત્મદ્રવ્ય તો ત્રિકાળ કારણપરમાત્મા છે. અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત સુખ, અનંત વીર્ય, સ્વચ્છતા, પ્રભુતા, વિભુતા....આદિ અનંત શક્તિનો પિંડ—આત્મદ્રવ્ય તો ત્રિકાળ કારણપ્રભુ છે અને તેના આશ્રયે પ્રગટ થયેલી સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગની પર્યાય મોક્ષફળનું કારણ હોવાથી તે પણ કારણસમયસાર છે અને મોક્ષ કાર્ય- સમયસાર છે.
ભગવાન આત્મા કેવળજ્ઞાનમય જ છે પણ તેનું ધ્યાન અને તેમાં સ્થિરતા કરતાં પ્રથમ અંશે સ્વ-પરને જાણે અને પછી પૂર્ણતા થતાં સ્વ-પરને એક સમયમાં પૂરા જાણી લે છે. એ આત્માનું કાર્યસમયસારરૂપ પરિણમન છે તે આત્માનો સ્વભાવ જ છે માટે તેમાં શંકા ન કરીશ. ભગવાન આત્મા નિઃસહાયપણે—પરની મદદ વિના એકલો પૂર્ણ કાર્યસમયસારપણે પરિણમે એવો તેનો સ્વભાવ છે. ત્રણકાળ ત્રણલોકને તે એક સમયમાં જાણે એવો તેનો સર્વજ્ઞસ્વભાવ જ છે માટે તેમાં ભ્રાંતિ ન કર કે આમ હશે ! જે સ્વભાવ છે તેનું જ આ વ્યક્ત પરિણમન છે.
કુંદકુંદ આચાર્યે કહ્યું ને ! જીવોએ બીજું તો બધું સાંભળ્યું, જોયું અને અનુભવ્યું છે પણ એક આત્માને તેણે કદી જાણ્યો, જોયો કે અનુભવ્યો નથી, સાંભળ્યો પણ નથી. સ્વથી એકત્વ અને પરથી વિભક્ત આત્માની વાત કદી સાંભળી નથી, આત્માનો પરિચય કદી કર્યો નથી તેથી આત્માનો અનુભવ પણ કદી થયો નથી. જગતમાં રહીને ઊંધા પરિચય અને અનુભવ કર્યા છે. કામ, ભોગની કથા સાંભળી છે તેનો જ રાગ કર્યો છે અને એ રાગને જ વેદ્યો છે. એ બધી જીવની દુઃખદશા છે.
ભલે ઇન્દ્રના ઇન્દ્રાસન હોય, કરોડો અપ્સરાઓ હોય, સગવડતાના પાર ન હોય તોપણ જીવ દુ:ખી છે. કેમ કે ૫૨ તરફના લક્ષે આકુળતા જ છે, તેના વેદનથી તે દુઃખી છે. આકુળતાના દુઃખને દેખીને પાછો વળે તે ખરેખર દુઃખથી થાક્યો છે. શરીરમાં પ્રતિકૂળતા દેખીને પાછો વળે તે તો પ્રતિકૂળતાથી થાક્યો છે.