________________
પ્રવચન-૬૭ 7
[ ૪૪૧ તેનું ભાન થતાં જ તે પોતાની દશા પ્રમાણે સર્વને જાણે છે અને પૂર્ણ થતાં તો લોકાલોક ને પ્રત્યક્ષ જાણે છે. એવો આત્માનો સ્વભાવ જ છે.
ભાવાર્થ :–જેમ, મેઘ એટલે વાદળા વગરના આકાશમાં સૂર્યનો પ્રકાશ પોતાને અને પરને પ્રકાશે છે તેમ, વીતરાગનિર્વિકલ્પ સમાધિરૂપ કારણસમયસારમાં લીન થઈને મોહરૂપ મેઘ-સમૂહનો નાશ કરીને આ આત્મા મુનિ અવસ્થામાં વીતરાગ વસંવેદનજ્ઞાનથી પોતાને અને પરને કંઈક અંશે પ્રકાશિત કરે છે પણ અરિહંત અવસ્થામાં કાર્યસમયસારરૂપ પરિણમન કરીને નિજ અને પરને બધાંને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી પ્રકાશિત કરે છે. આ આત્મવસ્તુનો સ્વભાવ છે તેમાં સંદેહ ન સમજવો. અહીં સારાંશ એવો છે કે કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતવીર્ય, અનંતસુખરૂપ કાર્યસમયસાર છે તે જ આરાધવા યોગ્ય છે.
શું કહે છે? કે આત્મા જ્ઞાનાનંદસ્વભાવી પૂર્ણ શુદ્ધ વસ્તુ છે તે ત્રિકાળ કારણસમયસાર છે. તેમાં રાગરહિત અભેદ શાંતિરૂપકારણસમયસાર તે મોક્ષમાર્ગ છે. વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાન, વીતરાગ નિર્વિકલ્પ શ્રદ્ધા અને રાગરહિત નિર્વિકલ્પ શાંતિ-સ્થિરતારૂપ વીતરાગ નિર્વિકલ્પ સમાધિ તે પર્યાય છે છતાં અહીં તેને મોક્ષમાર્ગરૂપ કારણસમયસાર કહેલ છે. વસ્તુસ્વરૂપ તો ત્રિકાળ કારણસમયસાર છે જ પણ તેમાં લીનતાને પણ તે મોક્ષનું કારણ હોવાથી કારણસમયસાર કહેલ છે.
જેમ, (દાંત) વાદળા ન હોય ત્યારે સૂર્ય બધાંને પ્રકાશે છે એમ કહ્યું તેમ અહીં મોહ એટલે પરમાં સાવધાનીનો ભાવ ન હોય ત્યારે વિતરાગ સ્વસંવેદનજ્ઞાન વડે મુનિ સ્વપરને અંશે પ્રકાશવા લાગે છે. મૂળ ટીકામાં “મુનિ'ની જગ્યામાં “છદ્મસ્થ' શબ્દ વાપર્યો છે. છદ્મસ્થ એટલે ચોથા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધીના બધાં જીવો આવી જાય છે. આગળ આવી ગયું છે કે ચોથા ગુણસ્થાનથી જ આત્માને બીજના ચંદ્રમાં જેવું સ્વસંવેદનજ્ઞાન પ્રગટ થાય છે. તેને શાસ્ત્રનું જ્ઞાન હોય અને સ્વ-પર સંબંધી વિચાર હોય તે તો બધો વ્યવહાર છે. પંચમહાવ્રત હોય કે ભક્તિ આદિ હોય તે પણ વ્યવહાર છે. અનંતાનુબંધી આદિ ચાર કષાયમાંથી અનંતાનુબંધી એક નાશ પામ્યો અને ત્રણ કષાય હોવાથી સમકિતીને બીજના ચન્દ્રમા જેવો સામાન્ય પ્રકાશ હોય છે, વિશેષ જ્ઞાન હોતું નથી. પાંચમા ગુણસ્થાને બીજો કષાય જવાથી જ્ઞાનપ્રકાશ વધે છે. સ્થિરતા વધવાથી જ્ઞાનનું વેદન પણ વિશેષ છે અને છઠ્ઠા-સાતમા ગુણસ્થાને મુનિને ત્રણકષાયનો અભાવ થવાથી સ્વસંવેદનજ્ઞાન અને તેમાં સ્થિરતા વિશેષ વધી જાય છે.
સંપ્રદાયવાળા તો દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિને જ ધર્મધ્યાન મનાવવા માંડ્યા છે. ભાઈ ! ચિત્તની સ્થિરતા માટે દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિનો વિકલ્પ હોય જ છે. તેની ના નથી પણ એ તો પુણ્યબંધનું કારણ છે, તે કાંઈ ધર્મધ્યાન નથી. અંતરમાં જ્ઞાનનું જ્ઞાન થવું તે ધર્મધ્યાન છે. ધવલમાં પણ ઘણી વાત આવે છે. ચિત્ત સ્થિર કરવા માટે ભક્તિ, ધારણા આદિ બધું