________________
ઘરર )
[ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો
કે કોઈ પ્રસંશા કરતાં હોય પણ બંને જેને મન સમાન હોય છે એવા સમચિત્તમાં પરમાત્મા
વસે છે.
પદ્મનંદી આચાર્ય તો કહે છે કે અમારી નિંદા કરીને કોઈને સુખ થતું હોય તો થાઓ, અમારાં અવગુણ જોઈને સુખ થતું હોય તો એમ થાઓ અથવા અમને મારીને કોઈ સુખી થતું હોય તો એમ થાઓ, અમને પરની પર્યાયને ફેરવવાનો ભાવ નથી, ફેરવી શકતાં પણ નથી, અમારે તો શત્રુના ટોળા હો કે મિત્રના ટોળા હો બંને સમાન છે.
નિયમસારમાં પણ આવો કળશ આવે છે કે, બધાં માટે અમારે તો સમભાવ છે. મિત્રોમાં સાધક્ષ્મજીવો આવી ગયા અને શત્રુમાં દુશ્મનનું મોટું ટોળું હોય તો એ બધાં પ્રત્યે અમને તો સમાન ભાવ વર્તે છે. બધાં જાણવાયોગ્ય જોય છે. કોઈ પ્રસંશા કરે કે કોઈ નિંદા કરે એ તો બધી વાણીની અવસ્થા છે, તે અમારા નિજઘરમાં પ્રવેશ જ કરતી નથી. મુનિને જંગલમાં જતો હીરાની ખાણ દેખાય કે કોલસાની ખાણ દેખાય તેની સાથે મુનિને કોઈ સંબંધ નથી. બંને સમાન રેય છે. મુનિને એમ પણ ન થાય કે, આ સોનું કોઈની નજરમાં આવે તો બિચારા વાપરે તો ખરાં ! એમ ન થાય. હીરા હો, સોનુ હો કે પથ્થર હો બધી પુદ્ગલની પર્યાય છે એમ મુનિ જાણે છે તેથી બધું સમાન છે. આત્માને માટે તેની કોઈ વિશેષતા નથી. લોકો હીરાને અને સોનાને ચાહે છે તેથી તે પુદ્ગલમાં કાંઈ વિશેષતા થઈ જતી નથી. પુદ્ગલને ચાહે છે એ તો મૂઢ છે. અમૂઢ એવા જ્ઞાની તો આત્માને ચાહે છે. આત્માને માટે કોઈ પુદ્ગલ ઠીક કે અઠીક નથી. બધા પુદ્ગલ સમાન છે. સમ્યગ્દષ્ટિને પણ શ્રદ્ધા-જ્ઞાનમાં કોઈ પુદ્ગલમાં ઠીક કે અઠીકપણું નથી, તેને રાગ અઠીક છે અને પરમાત્મા ઠીક છે.
જ્ઞાનીને જીવન કે મરણમાં પણ સમાનબુદ્ધિ છે. આયુષ્ય હો કે દેહની સ્થિતિ પૂરી થતી હ–બંને સમાન છે. ધર્મીને કયાંય વિષમતા નથી. વા સમભાવમાં પરિણમેલા જ્ઞાનીને મુનિ કહેવાય છે. તેના સમભાવમાં ભગવાન આત્મા વસે છે. તેથી અહીં કહ્યું કે, આવા સમભાવના ધારક શાંતચિત્ત યોગીશ્વરોના ચિત્તમાં ચિદાનંદદેવ વસે છે. મેલા દર્પણમાં મોટું ન દેખાય તેમ રાગાદિથી મલિન ચિત્તમાં આત્મા દેખાતો નથી. રાગરહિત વીતરાગી શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતાના પરિણામમાં આત્મા વસે છે અને તેમાં જ તે જણાય છે. એ સિવાય રાગની મંદતામાં આત્મા જાણતો નથી. તેને બદલે અત્યારે તો રાગની મંદતાના પણ ઠેકાણા ન હોય અને સામાયિક પોષા આદિ કરીને જ્ઞાની થઈ ગયો એમ માને છે.
એક સમયમાં અનંતગુણોથી પૂર્ણ આત્માને એટલા જોરથી શ્રદ્ધા જ્ઞાનમાં વસાવે અને પરિણતિમાં સમભાવ રહે ત્યારે તેણે આત્મદેવનું આરાધન કરીને અંતરમાં દેવને વસાવ્યો કહેવાય. આત્મદેવ જ પરમ આરાધ્ય દેવ છે. મંદિર અને મૂર્તિ આરાધ્ય છે પણ પરમ આરાધ્ય તો આત્મદેવ છે. ટીકામાં પ્રથમ જ શબ્દ મૂક્યો છે ટેવ પરમારનધ્ય: - નાતિઃ