________________
૧૪૨ )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો નથી પણ તેનું નિરૂપણ બે પ્રકારે છે. આ તો અજબ-ગજબની વાતો છે પણ વાડામાં જન્મેલા લોકોને આ વાત જ સાંભળવા મળતી નથી. આ શાસ્ત્રોમાં તો સંતોએ એકલા માખણ જ ભર્યા છે.
આત્માના સ્વભાવમાં એકાગ્રતા તે ધર્મધ્યાન છે અને જે આર્ત અને રૌદ્રધ્યાન છે તે તેના વૈરી છે. શરીર ઠીક હોય તો મને ઈષ્ટ અને ઠીક ન હોય તો અનિષ્ટ, પૈસાને આમ વ્યાજે મૂકું તો અનુકૂળ ને આમ પ્રતિકૂળ એવી બધી ચિંતવના તે આર્ત અને રૌદ્રધ્યાન છે. આ ધ્યાન આત્માની એકાગ્રતાના વૈરી છે. છતાં અજ્ઞાની જીવ તેને ભેટે છે કે હાલ બાપા હાલ, મારાં માથા કાપ.
જ્યારે આ પર તરફની વાસના-વિકલ્પોની જાળ તોડે છે ત્યારે આત્મા તરફનું એકાગ્ર ધ્યાન થઈ શકે છે. આર્તિ અને રૌદ્રધ્યાન જ્યારે છૂટી જાય ત્યારે જ ભગવાન આત્મામાં એકાગ્રતા થઈ શકે છે અને સ્વભાવમાં એકાગ્રતા થાય એ જ મોક્ષનું કારણ છે, બીજું કોઈ મોક્ષનું કારણ નથી. આ તો નિશ્ચયના ગ્રંથની વાત છે એમ થઈ જાય પણ વ્યવહારના ગ્રંથમાં પણ નિમિત્તથી કથન આવે તેથી કાંઈ માર્ગે બે થઈ જતાં નથી. વ્યવહારના ગ્રંથમાં આવે કે ધર્મીને પોતાનો આત્મા આદરણીય છે પણ હજુ પૂર્ણદશા નથી તેથી દેવ-શાઅ-ગુરુની શ્રદ્ધાનો વિકલ્પ, આગળ જતાં મુનિને પંચમહાવ્રતો વિકલ્પ, સાચા દેવની આરાધનાનો રાગ આવે છે તેથી વ્યવહારે તેને આદરણીય કહેવાય છે પણ ખરેખર તે ભાવો આદરવા યોગ્ય નથી. દરેક કાળે એક આત્મા જ ઉપાદેય છે એ વાત ધ્યાનમાં રાખીને બધાં ભાવોનું જ્ઞાન કરવા લાયક છે.
હવે ૪૦મી ગાથામાં યોગીન્દ્રદેવ કહે છે કે ભગવાન આત્મા અનાદિકાળથી શુદ્ધપરિણમન નહિ કરતાં અશુદ્ધરૂપે પરિણમી રહ્યો છે.
ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ્ઞાનાનંદની મૂર્તિ છે. પણ તેનો આદર ન કર્યો, શુદ્ધ પરિણમન ન કર્યું તો અનાદિકાળથી આ જીવ કરે છે શું? તો કહે છે અનાદિકાળથી પોતાના સ્વભાવનો અજાણ-અજ્ઞાની જીવ જગતનો કર્તા થયો છે. કેવી રીતે? કે ત્રણ પ્રકારના વેદની વાસનાથી જીવ આઠ પ્રકારના કર્મ બાંધે છે અને એ કર્મના ફળમાં ત્રણ-સ્થાવરરૂપ જગત બને છે. માટે જગતનો કર્તા અજ્ઞાની જીવ પોતે છે. બીજો કોઈ ઈશ્વર જગતનો કર્તા નથી.
અનાદિકાળથી જીવ સ્વભાવની એકતા નહિ કરતાં પરમાં એકત્વ કરીને જ્ઞાનાવરણાદિ આઠ કર્મોને બાંધી રહ્યો છે અને તેના ફળમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના શરીરો એટલે સ્થાવર શરીર અને બેઈન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચાર-ઇન્દ્રિય અને પંચેન્દ્રિય પશુ, નારકી, દેવ અને મનુષ્યના શરીરો કે જેને ત્રસ શરીર કહેવાય એવા શરીરરૂપ જગતને ઉત્પન્ન કરી રહ્યો છે. સ્વભાવની એકતા કરીને પૂર્ણાનંદનો નાશ થવાને બદલે પોતે જ