________________
પ્રવચન-૩૭ ]
[ ૨૨૧
એક છોકરો પૂછતો હતો કે આ આત્મા આવ્યો ક્યાંથી? ભાઈ ! આત્મા એક વસ્તુ છે તે બીજા ભવમાંથી અહીં આવ્યો છે પણ તેને કોઈએ બનાવ્યો નથી. જે છે એ તો છે જ. તેને આદિ કે અંત ન હોય. એ સત્ ....સત્...સત્ શાશ્વત ધ્રુવ છે. વસ્તુને કદી જન્મ-મરણ ન હોય પણ એ વસ્તુના સ્વરૂપના ભાનના અભાવે પર્યાયમાં જીવ કર્મ ઉપજાવે છે, જન્મ પામે છે, મરણ પામે છે એ બધું પર્યાયમાં થાય છે. ધ્રુવ કદી રાગપણે કર્મપણે થતો નથી.
શાશ્વત ધ્રુવ ચૈતન્યકંદ વ્યવહારથી પણ કોઈથી ઊપજતો નથી અને કોઈ વડે નાશ પામતો નથી. તેમ પોતે પણ કોઈને ઊપજાવતો નથી. અર્થાત્ કારણ-કાર્યથી રહિત છે. જે કાંઈ ગડબડ છે તે બધી પર્યાયમાં છે. વસ્તુ તો કદી ભવમાં કે કર્મમાં કે રાગમાં આવતી જ નથી. સુખ-દુઃખની કલ્પનાઓ પણ પર્યાયમાં છે, વસ્તુમાં નથી. પણ અરે એને નિત્ય વસ્તુની દૃષ્ટિની જ ખબર નથી.
શરીર અને કર્મોનો જીવથી પર્યાય સાથે સંયોગમાં નિમિત્તરૂપે સંબંધ છે પણ તેનો પર્યાયમાં પ્રવેશ નથી. એક સમયની પર્યાયમાં રાગ-દ્વેષ અને અજ્ઞાન છે પણ તેનો પણ વસ્તુમાં પ્રવેશ નથી. એક સમયની પર્યાયમાં ભવ છે અને ભવનો અભાવ છે. પર્યાયમાં વિકાર છે અને વિકારનો અભાવ છે પણ વસ્તુ–ધ્રુવમાં તો ભવનું કે વિકારનું ઊપજવું પણ નથી અને વિનાશ પણ નથી. અહીં તો એ બતાવવું છે કે, ઉત્પાદ્વ્યય તો પર્યાયમાં છે, વસ્તુ ધ્રુવમાં તો એ કાંઈ નથી, એ તો સદાય એવો ને એવો છે.
અજ્ઞાનીને પોતાની વસ્તુ સમજવી કઠણ પડે છે. દુનિયાની વાતોમાં તો હોંશિયાર હોય પણ પોતાનું સ્વરૂપ સમજવું કઠણ લાગે છે. જે વસ્તુ છે તે સત્ સત્ સત્ છે—ત્રિકાળ સત્ છે, તેની પર્યાયમાં ભવ અને ભાવનું ઊપજવું થાય અને નાશ પણ થાય છે. વળી બીજો ભવ થાય છે પણ જે વસ્તુ છે તેમાં જન્મ-મરણ અને ઊપજવું કે નાશ થવું એ ન હોઈ શકે. પર્યાય એ દ્રવ્યની જ છે, તેમાં ભવ અને ભાવ આદિ બધું છે પણ તે એક સમય પૂરતી છે. એક સમયની પર્યાયમાં સંસાર, રાગ-દ્વેષ, રાગ-દ્વેષનો અભાવ, સિદ્ધદશાનો ઉત્પાદુ આદિ બધું હોય છે.
સંસરણમ્ તિ સંસાર | શુદ્ધ ચૈતન્યમાંથી ખસીને હું રાગ-દ્વેષમાં છું, સંસારમાં છું, આ શરાર મારે છે એવા બધાં ભાવ પર્યાયમાં ઊઠે છે, એવી માન્યતા પર્યાયમાં છે પણ નિત્ય ધ્રુવ વસ્તુ એ પર્યાયમાં ક્યાં આવી જાય છે! માટે પર્યાય ક્ષણમાં ઊપજે અને ક્ષણમાં નાશ પામે છે પણ વસ્તુ ઊપજતી કે નાશ પામતી નથી.
આ પરમાત્મપ્રકાશમાં અત્યારે દ્રવ્યપરમાત્મા બતાવે છે.
ભગવાન આત્મા કારણ-કાર્યથી રહિત છે. કેમ કે જે ઉપજાવે તેને કારણ કહેવાય અને જે ઊપજે તેને કાર્ય કહેવાય પણ વસ્તુ તો એ બંને ભાવથી રહિત છે. માટે