________________
૨૨૨ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો દ્રવ્યાર્થિકનયથી જીવદ્રવ્ય નિત્ય છે. દ્રવ્ય કહેતાં તેમાં અનંતગુણ આવી જાય છે. તે નિત્ય છે. પર્યાય નવી-નવી થાય છે, જો દ્રવ્યનો આશ્રય લે તો તેમાં નિર્મળતા થાય અને જો પરનો આશ્રય લે તો પર્યાયમાં વિકાર થાય સમજાણું કાંઈ !
અરે ! એને પોતાનાં વિધાન કેવા છે તેની ખબર નથી. વરસ પૂરું થાય એટલે પૈસાની ગણતરી કરે, ધનની પૂજા કરે, મેવા—મીઠાઈ ખાય પણ પોતાના નિધાનની સંભાળ ન મળે. અરે! ભગવાન ભૂલો પડી ગયો છે.
વસ્તુને જોનારી દષ્ટિ છે તે અનિત્ય પર્યાય છે પણ વસ્તુ તો નિત્ય ધ્રુવ છે. અહીં પર્યાય અને ધ્રુવ બે ભિન્ન છે એમ સિદ્ધ કરવું છે. જ્ઞાન, આનંદ, શાંતિ, અસ્તિત્વ, વસ્તુત્વ આદિ અનંત શક્તિઓનું એકરૂપ સત્ત્વ તે તો ધ્રુવ છે તે ભવની ઉત્પત્તિનું કારણ નથી અને ભવપણે ઊપજે એવું એ કાર્ય નથી. વિકારને ઊપજાવે એવું તે કારણ અને વિકારને નાશ કરે તેવું એ કાર્ય પણ નથી. વસ્તુ તરીકે તે ત્રિકાળ ધ્રુવ એકરૂપ છે.
શું ભગવાન ધ્રુવસ્વભાવ ભવને ઉપજાવે? શું ધ્રુવસ્વભાવ ભવપણે ઊપજે? ભગવાન ધ્રુવસ્વભાવ તો ચૈતન્યરાજા છે. તેની અવસ્થામાં ભવનું ઉપજવું અને વિણસવું છે પણ વસ્તુમાં નથી. પર્યાય છે ખરી પણ તે ધ્રુવમાં નથી. ધ્રુવ પોતે સંસારનું કારણ નથી અને ધ્રુવ પોતે સંસારરૂપે ઉપજતો પણ નથી.
ધ્રુવવસ્તુને જે દેખે છે તે પર્યાય છે તેનો ઉત્પાદૂ-વ્યય થાય છે પણ ધ્રુવવસ્તુ ઉપજતી નથી કે નાશ પણ પામતી નથી. ધ્રુવવસ્તુ ધ્રુવને દેખતી નથી. સોનાનું સોનાપણું રહીને કડાનો નાશ અને કુંડલ પર્યાયનો ઉત્પાદું થાય છે. અવસ્થાનો ઉત્પાદ્ અને નાશ છે પણ સોનાનું સોનાપણું–પીળાપણું, ચીકાશપણું એ ધ્રુવ છે તે નવું ઉપજતું નથી કે નાશ પામતું નથી. કુંડલપણે ઊપજવું કે કડાપણે નાશ થવું તે ધ્રુવનું કામ નથી.
અહીં પરદ્રવ્યની વાત નથી. અહીં તો જીવની પર્યાયમાં ભવનું હોવું, ભવનું બદલાવું, વિકારનું થવું, વિકારનું નાશ થવું આદિ છે પણ ધ્રુવ પોતે રાગને કરતો નથી અને રાગનો નાશ કરતો નથી. ધ્રુવ રાગરૂપે ઉપજતો નથી અને રાગનો નાશ થતાં ધ્રુવનો નાશ થતો નથી. માટે ધ્રુવમાં કારણ-કાર્યનો અભાવ છે.
દ્રવ્યની દૃષ્ટિએ જોઈએ તો વસ્તુ નિત્ય જ છે. દ્રવ્યરૂપ વસ્તુમાં ભવ ને ભવનો ભાવ અને ભવનું ઉપજાવવું અને નાશ કરવું નથી. પર્યાય તરીકે વસ્તુની આ વાત નથી. નિત્ય વસ્તુ છે તે અવસ્થામાં આવતી નથી અને અવસ્થાનો નાશ થતાં તેનો નાશ થતો નથી. અહીં દ્રવ્ય એટલે સામાન્ય અંશ તેને લક્ષમાં લેવાવાળા જ્ઞાનથી જોઈએ તો તે વસ્તુ ત્રિકાળ નિત્ય છે. દ્રવ્ય એટલે પર્યાયસહિત દ્રવ્યની આ વાત નથી. દ્રવ્યના ત્રિકાળી અંશ—સામાન્યની દૃષ્ટિએ વસ્તુ નિત્ય છે અને પર્યાયાર્થિક અંશની અપેક્ષાએ જોઈએ તો