________________
૪૧૪ 7
[ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો અવસ્થાને પ્રથમ અવસ્થા કહી છે. વીતરાગતા થાય ત્યારે વ્યવહાર સેવવા લાયક નથી તે પહેલાની રાગની અવસ્થામાં તે હોય છે.
| નિશ્ચયનયથી આ તીર્થક્ષેત્ર, જિનેન્દ્રદેવ, ગુરુ આદિ પરપદાર્થ હોવાથી તેનાથી સાક્ષાત્ સિદ્ધિ નથી, પરંપરા છે. જે નિમિત્ત હોય તેને પરંપરા કારણ કહેવાય છે કારણ કે તે શુભભાવનો અભાવ થઈને પછી વિશેષ વીતરાગતા થાય છે.
અહીં શ્રી પરમાત્મપ્રકાશ અધ્યાત્મ ગ્રંથમાં નિશ્ચયદેવ, ગુરુ અને તીર્થ પોતાનો આત્મા જ છે, તેનું આરાધન કરીને અનંતા સિદ્ધ થયા છે અને અનંતા સિદ્ધ થશે એમ સારાંશ છે. આ તાત્પર્ય કાઢ્યું છે. લ્યો...આ એક ગાથા થઈ.
વીતરાગ નિર્વિકલ્પ પરમ સમાધિની આરાધના કરવાના દિવ્ય સંદેશા આપનારા શ્રી સદ્ગુરુ દેવનો જય હો.
ભગવાન જ્ઞાનસ્વરૂપ છે તે પોતાને જાણે છે ને રાગાદિને સ્પર્ષ્યા વિના રાગાદિના જ્ઞાનને પ્રકાશે છે–એમ પોતાની સ્વ-પરપ્રકાશકરૂપ દ્વિરૂપતાને પ્રકાશે છે, રાગાદિને પ્રકાશતા નથી. તોપણ આત્મા અને રાગની એકસાથે ઊપજવારૂપ અત્યંત નિકટતાને લીધે અનાદિથી અજ્ઞાનીને તેઓ વચ્ચે ભેદ નહીં દેખાવાથી આત્મા અને રાગમાં એકપણાનો ભ્રમ થઈ રહ્યો છે પરંતુ તે ભ્રમ આત્મા અને બંધના નિયત સ્વલક્ષણો જાણીને પ્રજ્ઞા વડે જરૂર છેદી શકાય
- પૂજ્ય ગુરુદેવશ્રી