________________
પ્રવચન-૬૩ /
| ૪૧૩
નિશ્ચયમાં જઈશ. ડરી ન જા, જે કરવાનું છે એ જ થશે. આત્મા કાંઈ જેવો તેવો નથી. આત્માના પેટમાં અનંતા પરમાત્મા બિરાજમાન છે. એક આત્મા અનંત પરમાત્મારૂપે છે. સમજાણું કાંઈ !
ખરેખર તો વીતરાગ નિર્વિકલ્પ સમાધિના સમયે પરમ આરાધવા યોગ્ય નિજ શુદ્ધાત્મા જ ‘દેવ' છે. અહીં સમય શબ્દ મૂકવાનું કારણ એ છે કે તે સમયે વિકલ્પ છૂટી જાય છે માટે નિર્વિકલ્પ સમાધિના સમયે જ ખરેખર આરાધ્યદેવ કહેવાય છે. પરિણમન વિનાની વાત નથી. નિર્વિકલ્પ શાંતિ અને આનંદના પરિણમન કાળે આ આત્મા દેવ છે.
જ્યારે સ્વરૂપમાં ઠરી ન શકે ત્યારે વીતરાગદેવને આરાધવાનો વિકલ્પ હોય છે, આવે છે પણ તે ખરેખર કર્તવ્ય નથી. ખરેખર કર્તવ્ય તો નિર્વિકલ્પ સમાધિમાં રહેવું તે જ છે. પાપથી બચવા શુભભાવ આવે છે તેની ના નથી પણ અહીં તો નિશ્ચયથી શું ઉપાદેય છે—શું સેવવાયોગ્ય છે તેની વાત છે. તેથી નિશ્ચયથી વ્યવહાર નિષેધ કરવાલાયક છે.
આ આત્મા તો વીતરાગીતત્ત્વ છે. તેને પામવાનો માર્ગ વીતરાગ પરિણતિમાં હોય, રાગની પરિણતિમાં તે માર્ગ નથી.
આ કાળે અહીં સાક્ષાત્ ભગવાન નથી એટલે જિનપ્રતિમાને વ્યવહારે દેવ કહ્યાં છે અને તીર્થંકરગોત્રના પરિણામને નિમિત્ત તરીકે લીધાં છે. વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં રહી શકતાં નથી એટલે એવા ભાવ હોય છે પણ તે સેવવા લાયક નથી. તીર્થંકરગોત્રને યોગ્ય સોળકારણભાવના તો આસ્રવતત્ત્વ છે, બંધનું કારણ છે, માટે ઉપાદેય નથી.
આ પ્રકારે નિશ્ચય-વ્યવહારનયથી સાધ્ય-સાધકભાવથી તીર્થ, દેવ અને ગુરુનું સ્વરૂપ જાણવું. છ બોલ આવ્યા. નિશ્ચયદેવ, નિશ્ચયગુરુ અને નિશ્ચયતીર્થ તથા વ્યવહારદેવ, વ્યવહારગુરુ અને વ્યવહારતીર્થ તેને જ બીજી ભાષાએ કહીએ તો શુદ્ધ પરિણતિ તે સાધક છે અથવા અંતરંગ કારણ છે અને શુભવિકલ્પ ઊઠે છે તે બહિરંગ કારણ અથવા સાધન છે. આ સ્વરૂપ જેમ છે તેમ જાણવું જોઈએ. જે નિશ્ચયથી અનાત્મા છે, બહિરંગ કારણ છે, બંધનું કારણ છે, વ્યવહાર છે તેને જ વ્યવહારથી મોક્ષનું સાધક કહેવામાં આવે છે એમ સમજવું.
વસ્તુસ્વરૂપ જ આવું છે. તેમાં વાદિવવાદ કરે તે અંધા છે. નિશ્ચયદેવ, નિશ્ચયગુરુ અને નિશ્ચયતીર્થ નિજ આત્મા જ છે. તે જ સાધવાયોગ્ય છે. શ્રદ્ધા, જ્ઞાન, સ્થિરતાથી ભગવાન આત્મા જ સેવવા લાયક છે. વ્યવહારદેવ જિનેન્દ્રદેવ તથા તેમની પ્રતિમા, વ્યવહારગુરુ મહા મુનિરાજ અને વ્યવહારતીર્થ સમ્મેદશિખર આદિ તે બધાં નિશ્ચયના નિમિત્તરૂપ અથવા વ્યવહારરૂપ સાધક છે. માટે પ્રથમ અવસ્થામાં તે આરાધવાયોગ્ય છે.
આમાં પ્રથમ અવસ્થા એટલે કઈ અવસ્થા ?–કે વીતરાગતા ન થાય ત્યાં સુધીની