________________
૨૪o )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
છે; નનૂર–નૂર વગરનો. હું કોણ છું અને હું શું માનું છું એની એને ખબર નથી.
જે સદાય મારા છે એવા ગુણ–પર્યાયમાં મારાપણું નહિ માનતાં જે ત્રણકાળમાં કદી પોતાના નથી તેને પોતાના માને છે. ઇન્દ્રિય દ્વારા તે જણાય છે તેને જુએ છે પણ અતીન્દ્રિય વસ્તુ શું છે, પર્યાય સહિત દ્રવ્ય કેવું છે તેને જોતો નથી. પાંચ-પચીશ કરોડ રૂપિયા હોય, ચાર બંગલા હોય, સ્ત્રી–પુત્ર–પરિવાર સારાં હોય તો મને ઠીક.પણ એ વસ્તુ ક્યાં તારી છે? તારી દશામાં એ વસ્તુ કયાં આવી છે કે તેનાથી તને સુખ થાય ?
શ્રોતા –પણ સુખ તો થાય છે ને!
પૂજ્ય ગુરુદેવશ્રી : સુખ ક્યાં થાય છે? એણે સુખની કલ્પના ઊભી કરી છે તે પોતામાં આવી છે, વસ્તુ તો કોઈ પોતામાં આવી નથી. અમેરિકા જઈ આવે તો સુખ થાય એમ નથી. આત્મા પોતાના દ્રવ્ય, ક્ષેત્રમાંથી બહાર નીકળતો જ નથી. અમેરિકામાં પણ એ તો પોતાની પર્યાયમાં જ હતો.
શ્રોતા –કેટલા પૈસા ખર્ચીને જાય અને આપ કહો છો કે ગયો જ નથી?
ભાઈ આત્મા પોતાના ક્ષેત્રમાંથી અને ગુણ–પર્યાયમાંથી બહાર નીકળતો જ નથી માટે કયાંય ગયો જ નથી અને પૈસા એ પણ ક્યાં પોતાના છે!
આત્મા નરકમાં હો, મનુષ્યમાં હો કે દેવમાં હો ત્યાં પણ તે પોતાની વિકારી પર્યાય અને અનંતા ગુણ સહિત રહેલો છે. પરના ક્ષેત્રમાં કે પરની પર્યાયમાં આત્મા કદી રહ્યો નથી અને પોતાની પર્યાયથી કદી ખાલી રહ્યો નથી. વાહ! પ્રત્યક્ષ દેખાય તેવું છે ! વિચાર, 0 મંથન કરે તો ખ્યાલ આવે. સંસારમાં જ્યાં છે ત્યાં આ જીવ પોતાના મતિજ્ઞાન અથવા
મતિ-અજ્ઞાનાદિ વિભાવગુણ અને નર-નારકાદિ વિભાવપર્યાયથી સહિત છે. અત્યારે આ મનુષ્યપણામાં એટલે મનુષ્યદેહમાં નહિ પણ મનુષ્યયોગ્ય વિકારી પર્યાય અને અતિશ્રુતજ્ઞાનથી સહિત છે.
અત્યારે આત્મા ક્યાં છે? આત્મા પોતાની વર્તમાન પર્યાય અને ત્રિકાળી ગુણોમાં ૦ રહેલો છે. બીજાના ગુણ–પર્યાયથી આત્મા સહિત નથી. બીજો પદાર્થ પોતે તેના ગુણ–પર્યાયથી સહિત છે અને આત્મા પોતાના ગુણ–પર્યાયથી સહિત છે. હવે આમાં બીજાની પર્યાયને મારી માનવી કે તેને હું કરું એવી માન્યતા કેટલી ભૂલ ભરેલી છે! દરેકની પર્યાયનો ધણી તેનું દ્રવ્ય છે તો બીજાની પર્યાયને હું કરવા જાઉં એમ કેમ બની શકે !/
આ રીતે જીવના ગુણ–પર્યાય કહ્યાં. સિદ્ધ પોતાની નિર્મળ પર્યાય અને કેવળજ્ઞાનાદિ ગુણથી સહિત છે અને સંસારી જીવો નર-નારકાદિ વિભાવપર્યાય અને મતિજ્ઞાનાદિ વિભાવગુણ તથા ત્રિકાળી અનંતગુણોથી સહિત છે. આ રીતે જીવનું વર્ણન પૂરું થયું, હવે પુગલના ગુણ–પર્યાય કહેશે.