________________
ભગવાનની વાણીમાં આવેલો સ્વતંત્રતાનો ઢંઢેરો છે
(સળંગ પ્રવચન નં. ૪૦) तत् परिजानाहि द्रव्यं त्वं यत् गुणपर्याययुक्तम् । सहभुवः जानीहि तेषां गुणाः क्रमभुवः पर्यायाः उक्ताः॥५७॥ आत्मानं बुध्यस्व द्रव्यं त्व गुणौ पुनः दर्शनं ज्ञानम् ।
पर्यायान् चतुर्गतिभावान् तनुं कर्मविनिर्मितान् जानीहिं ॥५८॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રની આ ૫૭મી ગાથા ચાલે છે.
દરેક દ્રવ્ય તેના ગુણ–પર્યાયથી સહિત હોય છે. તેમાં જીવદ્રવ્યનું કથન આવી ગયું કે જ્ઞાન, દર્શન, આનંદ આદિ ગુણ અને નર, નારકાદિ વિભાવપર્યાય અને સિદ્ધત્વાદિ સ્વભાવપર્યાયથી જે સહિત છે તે જીવદ્રવ્ય છે. હવે પુદ્ગલ દ્રવ્યની વાત કરે છે.
પુગલના પરમાણુ છે તે પુગલદ્રવ્ય છે તેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શી દિગુણો છે. ગુણો સ્વાભાવિક છે તે હંમેશા દ્રવ્યમાં રહે છે અને એક વર્ણથી વણંતર થવું, એક રસમાંથી બીજાં રસરૂપે થવું એ તેની સ્વભાવપર્યાય છે. તેનો અર્થ શું થયો?—કે પરમાણુનો પર્યાય પરમાણુથી બદલે છે, આત્માથી બદલતો નથી. * પરમાણુ એકલો હોય ત્યારે તે શુદ્ધદ્રવ્ય કહેવાય છે તેના ગુણો પણ શુદ્ધ છે અને તેની પર્યાય પણ શુદ્ધ છે પણ જ્યારે બે કે બેથી વધારે પરમાણુ ભેગા થઈને અંધ બને છે ત્યારે તેને અશુદ્ધ કહેવાય છે. તેની સ્કંધની પર્યાયને વિભાવવ્યંજનપર્યાય કહેવાય છે. દા. ત. આ શરીર છે તે એક સ્કંધ છે તેના આકારને વિભાવવ્યંજનપર્યાય કહેવાય છે. તે પરમાણુની વિભાવ અવસ્થા પણ પરમાણુથી થઈ છે, જીવથી થઈ નથી.
શરીરની જેમ દરેક સ્કંધમાં જુઓ. આ રૂપિયાની નોટ છે તે તેના પરમાણુની વિભાવવ્યંજન પર્યાય છે. જીવના પુણ્યના ઉદયથી એ નોટ બની નથી. તો પ્રશ્ન થાય કે પુણ્યકર્મનું શું થયું?–ભાઈ ! પુણ્યકર્મ એ પણ કર્મના પરમાણુની વિભાવપર્યાય છે. એક વિભાવપર્યાય બીજી વિભાવપર્યાયને કરતી નથી–પુણ્યકર્મની પર્યાય પૈસાની પર્યાયને કરતી નથી. પૈસાના સ્કંધ તેના પોતાથી થયેલ છે.
અનેક પરમાણુનો મળેલો એક અંધ બીજાં અંધથી થતો નથી કે બીજાં જીવથી થતો નથી. શરીર, લાડુ, દાળ, ભાત એ બધાં સ્કંધો છે તે પોતપોતાથી થયેલાં છે તેને બીજું દ્રવ્ય કરી શકતું નથી. જુઓ ! આ આંગળી છે તે એક સ્કંધ છે એટલે પુદગલની વિભાવવ્યંજનપર્યાય છે તે પુદ્ગલથી થઈ છે, જીવથી થઈ નથી કે કર્મથી પણ થઈ નથી,